મુન્નારથી વધુ મનમોહક કેરળનું રાનીપુરમ હિલ સ્ટેશન, પ્રવાસીઓ થાય છે મંત્રમુગ્ઘ
Ranipuram Hill Station In Kerala: કેરળનું રાનીપુરમ હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યના મામલે કુર્ગ, મુન્નાર કરતા વધુ સુંદર અને આકર્ષક છે. ઉંચા પહાડ, ચા અને કોફીના બગીચા જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ઘ થઇ જાય છે.
કેરળના હિલ સ્ટેશન કેરળ ને ભગવાનનો દેશ કહેવાય છે. એક તરફ ઉંચા પહાડ તો બીજી બાજુ અસીમ દરિયો, ગાઢ જંગલ, લીલાછમ વૃક્ષો, સુંદર નદી અને તળાવ અને મનમોહર આબોહવા કેરળને ફરવા માટે પરફેક્ટ પ્રવાસ સ્થળ બનાવે છે. દેશ અને વિદેશ માંથી ઘણા પ્રવાસીઓ કેરળ ફરવા આવે છે. વાયનાડ, કુર્ગ, મુન્નાર સહિત કરેળમાં ફરવા માટે ઘણા સ્થળો છે. (Photo: Social Media)
રાનીપુરમ હિલ સ્ટેશન રાનીપુરમ હિલ સ્ટેશન કેરળના કાસરગોડ જિલ્લામાં આવેલું છે. આ હિલ સ્ટેશનની સુંદરતા જોઇ પ્રવાસીઓ મુન્નાર અને વાયનાડ ભૂલી જાય છે. રાનીપુરમ કેરળનું હિડન હિલ સ્ટેશન કહેવાય છે. ઉંચા ઉંચા પહાડ, કુદરતી સૌંદર્ય અને સંખ્યાબંધ વૃક્ષો માટે સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે. અહીંનું શુદ્ધ અને શાંત વાતાવરણ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. પાર્ટનર, પરિવાર કે મિત્રો સાથે આ સ્થળે ક્વોલિટી ટાઇમ વિતાવવા આવી શકાય છે. રાનીપુરમ હિલ સ્ટેશન જોવાલાયક ઘણા સ્થળો છે. (Photo: Social Media)
રાનીપુરમ વન્ય અભ્યારણ રાનીપુરમનું વન્ય અભ્યારણ જોવાલાયક સ્થળોમાં સૌથી પ્રખ્યાત છે. દરિયાની સપાટીથી લગભગ 750 મીટર ઉંચાઇ પર આવેલું રાનીપુરમ વન્ય અભ્યારણ પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. આ અભ્યારણમાં હાથી, વાઘ, જંગલી વાંદરા, જંગલી ભુંડ, હરણ સહિત વિવિધ પ્રાણી અને પક્ષીઓ જોવા મળે છે. (Photo: Social Media)
રાનીપુરમ ટ્રેક રાનીપુરમ ટ્રેક એડવેન્ચર એક્ટિવિટી માટે બેસ્ટ પ્લેસ છે. રાનીપુરમટ્રેક કાસરગોડની ઉંચી ઉંચી ટોચ છે. આ પર્વત પર જેમ જેમ ઉંચે જશો તેમ તેમ સુંદર દ્રશ્ય દેખાય છે. પહાડની ટોચ પર પહોંચ્યા બાદ કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ મંત્રમુગ્ઘ થઇ જાય છે. (Photo: Social Media)
માલોમ ગામ રાનીપુરમ નજીક માલોમ ગામ પણ છુપાયેલું રત્ન છે. ઉંચા પહાડ, ચા અને કોફીના બગીચાની વચ્ચે વસેલું માલોમ ગામ કેરળના લોકજીવનને નજીકથી જોવાની તક આપે છે. કેરળના પરંપરાગત અને લોક રિવાજ જોવા મળે છે. ચા અને કોફીના બગીચામાં સુંદર ફોટા ક્લિક કરવાની તક મળશે. (Photo: Social Media)
રાનીપુરમ હિલ સ્ટેશન કેવી રીતે પહોંચવું? કેરળના કોઇ પણ શહેરથી રાનીપુરમ પહોંચી શકાય છે. રાનીપુરમ હિલ સ્ટેશનની સૌથી નજીકનું પ્રખ્યાત શહેર મેંગ્લોર છે, જે લગભગ 111 કિમી દૂર છે. મેંગ્લોરથી ટેક્સ કે કેબમાં બેસી રાનીપુરમ પહોંચી શકાય છે. (Photo: Social Media)