શું પિત્તાશય કાઢી નાખવામાં આવે તો લીવર પર દબાણ વધે?
પિત્તાશય (gallbladder) શરીરનું એક નાનું અંગ છે, જે લીવરની નીચે આવેલું છે. આ અંગ પિત્તનો સંગ્રહ કરે છે, જે ખોરાકના પાચનમાં, ખાસ કરીને ચરબીના પાચનમાં મદદ કરે છે. પરંતુ, જ્યારે તેમાં પથરી બને છે અથવા તે ફૂલી જાય છે, ત્યારે ડોકટરો તેને દૂર કરવાની ભલામણ કરે છે. આ સર્જરી પછી ઘણા લોકો ચિંતા કરે છે કે શું લીવર પર કોઈ વધારાનું દબાણ છે? એક્સપર્ટ શું કહે છે?
પિત્તાશય (gallbladder) શરીરનું એક નાનું અંગ છે, જે લીવરની નીચે આવેલું છે. આ અંગ પિત્તનો સંગ્રહ કરે છે, જે ખોરાકના પાચનમાં, ખાસ કરીને ચરબીના પાચનમાં મદદ કરે છે. પરંતુ, જ્યારે તેમાં પથરી બને છે અથવા તે ફૂલી જાય છે, ત્યારે ડોકટરો તેને દૂર કરવાની ભલામણ કરે છે. આ સર્જરી પછી ઘણા લોકો ચિંતા કરે છે કે શું લીવર પર કોઈ વધારાનું દબાણ છે? એક્સપર્ટ શું કહે છે?
પિત્તાશય અને યકૃત વચ્ચેનું જોડાણ : એક્સપર્ટ કહે કે પિત્તાશય અને યકૃત એકબીજા સાથે જોડાયેલા છે.લીવર હંમેશા પિત્ત ઉત્પન્ન કરતું રહે છે અને પિત્તાશયનું કામ તેને સંગ્રહિત કરવાનું અને ભોજન દરમિયાન નાના આંતરડામાં મોકલવાનું છે. એટલે કે, પિત્તાશય એક પ્રકારની સ્ટોરેજ ટેન્ક છે.
પિત્તાશય દૂર કરવામાં આવે તો શું થાય ? જ્યારે પિત્તાશય દૂર કરવામાં આવે છે (જેને કોલેસીસ્ટેક્ટોમી કહેવાય છે), ત્યારે યકૃત પિત્ત બનાવવાનું ચાલુ રાખે છે, પરંતુ પિત્ત હવે સીધું નાના આંતરડામાં ટપકતું રહે છે. આનો અર્થ એ છે કે હવે પિત્તનો સંગ્રહ થતો નથી, ફક્ત સતત પ્રવાહ રહે છે.
એક્સપર્ટ શું કહે છે?: પિત્તાશયને દૂર કરવાથી લીવર પર કોઈ વધારાનું દબાણ પડતું નથી. શરીર તેના વગર પણ સામાન્ય રીતે કાર્ય કરી શકે છે. કેટલાક લોકોને શરૂઆતમાં પાચન સંબંધી કેટલીક સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે પેટ ઢીલું થવું અથવા નાની વસ્તુઓ પચાવવામાં મુશ્કેલી, પરંતુ શરીર થોડા અઠવાડિયામાં પોતાની જાતે એડજસ્ટ થઇ જાય છે.
પિત્તાશયમાં પથરી થવાનું કારણ : પિત્તાશયમાં પથરી બનવા પાછળ ઘણા કારણો હોઈ શકે છે, વધુ ચરબીવાળો ખોરાક, ઝડપી વજન વધારો અથવા ઘટાડો, ગર્ભાવસ્થા અને આનુવંશિક કારણો વગેરે, જ્યારે પથરી બને છે, ત્યારે તે પિત્તાશયમાં અવરોધ અથવા બળતરા પેદા કરી શકે છે, જેના કારણે તીવ્ર દુખાવો, ઉલટી અને તાવ જેવા લક્ષણો જોવા મળે છે.
પિત્તાશયની પથરીનો ઉપચાર : જો પથરી નાની હોય અને કોઈ લક્ષણો ન આપતી હોય, તો દવા વડે તેને ઓગાળવાનો પ્રયાસ કરી શકાય છે, પરંતુ આ પદ્ધતિ ખૂબ જ ધીમે ધીમે કામ કરે છે અને સફળતાની ખાતરી નથી.
સર્જરી (કોલેસીસ્ટેક્ટોમી) : જ્યારે પથરીને કારણે વારંવાર સમસ્યા થતી હોય છે, ત્યારે સૌથી અસરકારક સારવાર પિત્તાશયને દૂર કરવી છે. આજકાલ, લેપ્રોસ્કોપિક સર્જરી દ્વારા આ ખૂબ જ સરળ અને સલામત પ્રક્રિયા માનવામાં આવે છે.
શું પિત્તાશય વિના જીવન સામાન્ય છે? હા, વ્યક્તિ પિત્તાશય વગર પણ સંપૂર્ણપણે સામાન્ય જીવન જીવી શકે છે. એક્સપર્ટ કહે છે જો પથરી મુશ્કેલી ઊભી કરી રહી હોય, તો પિત્તાશયને દૂર કરવું એ સમજદારીભર્યું છે. આનાથી જીવનની ગુણવત્તા સુધરે છે.