Republic Day 2025: ભારતનો 76મો પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી 2025ના રોજ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ખાસ પોશાક દ્વારા ભારતીય સંસ્કૃતિ અને વારસાનું સન્માન કર્યું હતું. આ વખતે પીએમ મોદીનો પ્રજાસત્તાક દિવસનો પોશાક એક ખાસ સંદેશ આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. જે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ દર્શાવે છે સાથે દેશની વિકાસ યાત્રાને પણ પ્રકાશિત કરે છે. (તસવીર - સ્ક્રિનગ્રેબ)
આ વખતે વડા પ્રધાન મોદીએ સુંદર કેસરી અને લાલ રંગનો સાફો (પાઘડી) પહેર્યો હતો, જે ભારતીય સંસ્કૃતિ અને વિવિધતાનું પ્રતિક છે. આ પાઘડીમાં લાલ અને કેસરી રંગોનું મિશ્રણ ભારતીય વારસો અને વિકાસનું પ્રતીક છે.(તસવીર - સ્ક્રિનગ્રેબ)
તમને જણાવી દઈએ કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસની થીમ 'સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ' છે, જે ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને તેની સતત વિકાસની સફરને રેખાંકિત કરે છે. પાઘડીનો ભગવો રંગ 'સુવર્ણ ભારત' ની થીમને પ્રતિબિંબિત કરે છે, જે ભારતના સમૃદ્ધ અને ઉજ્જવળ ભવિષ્યનું પ્રતીક છે. આ રંગ દેશના સાંસ્કૃતિક વારસા અને રાષ્ટ્રીય ગૌરવને પણ વ્યક્ત કરે છે.(તસવીર - સ્ક્રિનગ્રેબ)
પીએમ મોદીએ આ વખતે તેમના પોશાક માટે ભૂરા રંગનો બંધગળા કોટ પસંદ કર્યો હતો, જે શાહી અને પરંપરાગત દેખાવ આપે છે. આ બંધગળા કોટ સાથે તેમએ ક્રીમ રંગનો ચૂડીદાર કુર્તા સેટ પહેર્યો હતો જે તેમની સાદગી અને ભારતીય પરંપરા તરફ ઈશારો કરે છે.(તસવીર - સ્ક્રિનગ્રેબ)
આ સંયોજન ભારતની સાંસ્કૃતિક વિવિધતા અને સમૃદ્ધ ઇતિહાસને સન્માનિત કરે છે, જે આ વર્ષના પ્રજાસત્તાક દિવસની થીમ 'સ્વર્ણિમ ભારત - વિરાસત અને વિકાસ' સાથે મેળ ખાય છે.(તસવીર - સ્ક્રિનગ્રેબ)
તમને જણાવી દઈએ કે 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ પીએમ મોદી દર વર્ષે પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ પર એક વિશિષ્ટ અને રંગબેરંગી પાઘડી પહેરવાની પરંપરા બનાવી છે. આ સાફો પહેરવો એ ફક્ત ફેશન સ્ટેટમેન્ટ નથી પરંતુ તે ભારતની સાંસ્કૃતિક વિવિધતાને સમર્પિત પ્રતિક છે.(તસવીર - સ્ક્રિનગ્રેબ)
તેમના દરેક વસ્ત્રો ભારતીય વિવિધતા, શિલ્પકલા અને સાંસ્કૃતિક ગરિમાનું પ્રતિનિધિત્વ કરે છે, જે દેશના વિવિધ પ્રદેશો અને સાંસ્કૃતિક ઓળખનું સન્માન કરે છે. વડા પ્રધાન મોદીની ફેશનને હંમેશા ભારતીય પરંપરા, સંસ્કૃતિ અને વિકાસનું પ્રતીક માનવામાં આવે છે.(તસવીર - સ્ક્રિનગ્રેબ)