Agra Trip: તાજમહલ સહિત આગ્રાના 7 પ્રખ્યાત સ્થળ, ઇતિહાસ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન
Famous Tourist Places In Agra: તાજમહલ માટે પ્રખ્યાત આગ્રામાં ઘણી ઐતિહાસિક ઇમારતો છે, જેની મુલાકાત વગર આગ્રા પ્રવાસ અધુરો ગણાય છે. અહીં આગ્રાના ફરવા લાયક સૌથી પ્રખ્યાત 7 સ્થળો વિશે જાણકારી આપી છે.
આગ્રા પ્રવાસ આગ્રાનો તાજમહલ દુનિયાની સાત અજાયબીમાં સામેલ છે. દેશ વિદેશમાંથી દર વર્ષે લાખો પ્રવાસીઓ આગ્રાનો તાજમહલ જોવા આવે છે. તાજમહલ ઉપરાંત આગ્રામાં ઘણી ઐતિહાસિક ઇમારતો જોવાલાયક છે. (Photo: Social Media)
Tajmahal : તાજમહલ આગ્રાનો તાજમહલ સૌથી પ્રખ્યાત પ્રવાસન સ્થળ છે. મુઘલ બાદશાહ શારજહાં દ્વારા તેમની બેગમ મુમતાજની યાદમાં વર્ષ 1632માં સફેદ આરસપહાણથી તાજમહલનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. યમુના નદીના કિનારે સ્થિત આ તાજમહલ મુઘલ સ્થાપત્યકળાનો ઉત્કૃષ્ઠ નમૂનો છે. તાજમહલ એક મકબરો છે, જેમાં શારજહાં અને મુમતાજની કબરો છે. ચાર મિનારની વચ્ચે સફેદ ઘુમ્મટથી સુસજ્જ તાજમહેલનો વર્ષ 1983માં યુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કર્યો હતો. (Photo: Social Media)
Buland Darwaza : બુલંદ દરવાજા આગ્રાનો બુલંદ દરવાજા પ્રખ્યાત ઐતિહાસિક ઇમારત છે. બાદશાહ અકબરે ગુજરાત પર જીતની યાદમાં વર્ષ 1602માં બુલંદ દરવાજાનું નિર્માણ કરાવ્યું હતું. આ દરવાજાની પૂર્વમાં ફારસીમાં શિલાલેખ છે. બલુઆ પથ્થરમાંથી નિર્મિત બુલંદ દરવાજો 53.63 મીટર ઉંચો અને 35 મીટર પહોળો છે. (Photo: Social Media)
Agra Fort : આગ્રાનો કિલ્લો તાજમહલથી અઢી કિમી દૂર આગ્રાનો કિલ્લો આવેલો છે, તે પણ યુનેસ્કોન વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે. બાદશાહ અકબરે વર્ષ 1654માં આગ્રા ફોર્ટનું નિર્માણ કરાવ્યું હતું. આગ્રાના લાલ કિલ્લા તરીકે પ્રખ્યાત આ ફોર્ટમાં ઘણી ઐતિહાસિક અને અદભુત ચીજો જોવા મળશે. અહીં જ વર્ષ 1530માં મુઘલ બાદશાહ હુમાયુનો રાજ્યાભિષેક થયો હતો. આગ્રા કિલ્લા પર ચૌહાણ વંશ, મુઘલો અને છેલ્લે મરાઠાઓએ રાજ કર્યો હતો. (Photo: Social Media)
Mehtab Bagh : મેહતાબ બાગ જો આગ્રામાં તમે શાંતિ જોઇએ છે, તો તાજમહલનો દિદાર કર્યા બાદ તેની એકદમ સામે યમુના નદીના કિનારા પર સ્થિત મેહતાબ બાગની મુલાકાત લો. અહીં મનને અદભુત શાંતિનો અનુભવ થાય છે.(Photo: Social Media)
Fatehpur Sikri : ફતેહપુર સીકરી તાજમહલથી 35 કિમી દૂર ફતેહપુર સીકરી છે, તેનું નિર્માણ અકબરે કરાવ્યું હતું. આ શહેર ઐતિહાસિક મહત્વ અને અદભુત વાસ્તુકલા માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. (Photo: Social Media)
Sikandra Fort : સિંકદરા કિલ્લા આગ્રાની મુલાકાત સિંકદરા ફર્યા વગર અધુરી માનવામાં આવે છે. તાજમહલથી 10 કિમી દૂર સિંકદરામાં મુઘલ બાદશાહ અકબરનો મકબરો છે. અહીં અકબરના જીવન સાથે જોડાયેલા તમામ ઐતિહાસિક પાસાઓ જોવા મળશે. લાલ બલુઆ પથ્થર માંથી નિર્મિત સિંકદરા કિલ્લો તેની કોતરણી માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. (Photo: Social Media)
Anguri Bagh : અંગુરી બાગ ઉનાળામાં આગ્રા ફરવ જાવ તો અંગુરી બાગની ખાસ મુલાકાત લેવી જોઇએ. અંગુરી બાદનું નિર્માણ શારજહાં એ વર્ષ 1637માં કરાવ્યું હતું. અહીં શારજહાં પોતાની બેગમો સાથે આરામ અને જળક્રિડા કરતા હતા. અહીં દ્રાક્ષનો મોટો બગીચો છે, આથી તેનું નામ અંગુરી બાગ પડ્યું છે. (Photo: Social Media)