Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Tawang-1.jpg)
તવાંગ અરુણાચલ પ્રદેશમાં આવેલું હિલ સ્ટેશન છે. પૂર્વી હિમાલય પર્વતમાળામાં આવેલું તવાંગ અદભુત કુદરતી દૃશ્યો, બૌદ્ધ મઠો અને શાંત તળાવ માટે પ્રખ્યાત છે. આકર્ષક તવાંગ મઠ અને સેલા પાસ મનની શાંતની શોધ કરનાર વ્યક્તિઓ માટે અવશ્ય મુલાકાત લેવા જેવું સ્થળ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Chopta-1.jpg)
ઉત્તરાખંડનું ચોપટા ભારતનું મીની સ્વિટ્ઝર્લૅન્ડ કહેવાય છે. ટ્રેકર્સ માટે સ્વર્ગ ચોપટા તુંગનાથ મંદિર અને ચંદ્રશિલા શિખરનું પ્રવેશદ્વાર છે. અહીં પ્રવાસીઓની ઓછી ભીડ હિમાલય પર્વતનો મનમોહક નજારો માણવાની તક આપે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Shoja.jpg)
હિમાચલ પ્રદેશની સેરાજ ખીણમાં છુપાયેલ રત્ન એટલે શોજા હિલ સ્ટેશન. શાંતિ પ્રિય પ્રવાસીઓ માટે આ સ્થળ શ્રેષ્ઠ છે. હૂંફાળા લાકડાના ઘરમાં રોકાવવું, હાઇકિંગ, ધોધ અને ગાઢ જંગલોનો આનંદ નજારો જોવાનો અનુભવ યાદગાર રહે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Ziro.jpg)
અરુણાપ્રદેશનું ઝીરો હિલ સ્ટેશન લીલાછમ ચોખાના ખેતરો અને આદિવાસી સંસ્કૃતિ માટે પ્રખ્યાત છે. યુનેસ્કોની હેરિટેજ યાદીમાં ઝીરો સાંસ્કૃતિક આકર્ષણ સ્થળ છે. પ્રકૃતિ અને પરંપરાનું સંગમ શાંતિ પ્રિય પ્રવાસીઓ માટે તે એક આદર્શ સ્થળ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Kanatal.jpg)
ઉત્તરાખંડમાં મસૂરીથી નજીક કનાટલ હિલ સ્ટેશન અદભુત પર્વતીય દૃશ્યો, સફરજનના બગીચાઓ અને ટ્રેકિંગ અને કેમ્પિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો રોમાંચ માણવાની તક આપે છે. ઉત્તરાખંડના ભીડભાડવાળા હિલ સ્ટેશનો કરતા તે એક શાંતિપૂર્ણ વિકલ્પ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/jawhar-hills.jpg)
મહરાષ્ટ્રનું જવાહર હિલ્સ કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળ છે. ઉંચા પહાડ, લીલાછમ જંગલ, ઝરણમાં, પક્ષીઓનો કલરવ પ્રવાસીઓના મનને શાંતિ આપે છે. જવાહર હિલ્સ સુરતથી 217 કિમી દૂર છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/chikhaldara.jpg)
મહારાષ્ટ્રનું ચિખલદારા હિલ સ્ટેશન ઓછું જાણીતું પણ અદભુત છે. ચિખલદરા લીલીછમ ખીણો, કોફીના બગીચા અને વન્યજીવન માટે જાણીતું છે. એક અનોખા અનુભવ માટે ચિખલદારા નજીક ગવિલગઢ કિલ્લાની મુલાકાત લેવી જોઇએ. મેલઘાટ ટાઇગર રિઝર્વની મુલાકાત વગર ચિખલદારા હિલ સ્ટેશનનો પ્રવાસ અધુરો રહે છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us