Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Trading-tips.jpg)
શેરબજાર સેન્સેક્સ નિફ્ટીમાં મંદી યથાવત રહી છે. 12 ફેબ્રુઆરી, 2025 બુધવારે સેન્સેક્સમાં 800 પોઇન્ટથી મોટો કડાકો બોલાયો હતો. પરિણામ 76000નું સપોર્ટ લેવલ તોડી સેન્સેક્સ નીચામાં 75450 નીચે ઉતરી ગયો હતો, જે 27 જાન્યુઆરી પછીની સૌથી નીચી સપાટી છે. એનએસઇ નિફ્ટી પાછલા બંધ 23071 સામે આજે 23050 ખુલ્યો હતો. સાર્વત્રિક વેચવાલીના દબાણથી નિફ્ટી 23000નું સપોર્ટ લેવલ તોડી નીચામાં 22820 સુધી તૂટ્યો હતો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Share-Market-tips.jpg)
સેન્સેક્સ નિફ્ટી સળંગ છ દિવસે તૂટ્યા છે. 4 ફેબ્રુઆરી, 2025ના રોજ સેન્સેક્સ 78583 બંધ થયો હતો. ત્યારબાદ સતત ઘટીને સેન્સેક્સ 12 ફેબ્રુઆરીએ 75500ની નીચી સપાટીને સ્પર્શ્યો હતો. આમ 6 દિવસમાં સેન્સેક્સમાં 3100 પોઇન્ટ કરતા વધુ ઘટાડો નોંધાયો છે. તો નિફ્ટી પણ લગભગ 1000 પોઇન્ટ આસપાસ તૂટ્યો છે. શેરબજારમાં સળંગ 6 દિવસના ઘટાડાથી રોકાણકારોને 25 લાખ કરોડથી વધુ નુકસાન થયું છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/US-President-Donald-Trump-1.jpg)
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ સતત નવા આદેશ જાહેર કરી રહ્યા છે. ટ્રમ્પે ભારત સહિત બ્રિકસ સમૂહ અને અન્ય દેશો ઇમ્પોર્ટ ટેરિફ લાદવાનું શરૂ કરી દીધું છે. તાજેતરમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર ઇમ્પોર્ટ ટેરિફ 10 ટકાથી વધારી 25 ટકા કરી છે. જેની અસરે ભારતની મેટલ કંપનીઓ માટે અમેરિકામં સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટની નિકાસ કરવામાં પડકારનો સામન કરવો પડશે. ઘરઆંગણે ઉંચી આયાત થી માલ ભરાવો થશે અને ભાવ ઘટશે. જેની સીધી અસર મેટલ કંપનીઓની આવક અને નફા પર થશે. (Express Photo)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/rupee-record-low.jpg)
યુએસ ડોલર સામે રૂપિયો સતત ઘટીને ઓલટાઇમ લો થઇ રહ્યો છે. ડોલર સામે રૂપિયા એ 87.96 રેકોર્ડ નીચી સપાટી બનાવી છે. રૂપિયાના મૂલ્યમાં ધોવાણથી પણ રોકાણકારોમાં ગભરાટનો માહોલ છે. જ્યારે રૂપિયો ઘટે છે ત્યારે વિદેશી રોકાણકારો વેચવાલી કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Stock-Market-Crash-Reason.jpg)
વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. વિદેશી રોકાણકારોની વેચવાલીથી પણ શેરબજાર તૂટે છે. માત્ર ફેબ્રુઆરી મહિનામાં જ વિદેશી રોકાણકારોએ ભારતીય ઇક્વિટી બજારમાંથી 12643 કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. જ્યારે જાન્યુઆરીમાં FII એ 87374 કરોડ રૂપિયાની જંગી વેચવાલી કરી હતી. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Share-Market-Crash-5.jpg)
ભારતીય શેરબજારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરની ઉંચી વેલ્યૂએશનના લીધે પણ માર્કેટ ઘટી રહ્યું છે. ઘણા માર્કેટ એક્સપર્ટ્સે મિડકેપ અને સ્મોલકેપ વિશે ચેતવણી આપી રહ્યા છે, જેના કારણે આ બંને સેગમેન્ટના શેરમં વેચવાલી જોવા મળી રહી છે. . (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/02/Market-Crash.jpg)
વૈશ્વિક શેરબજારોમા અસ્થિરતા અને અનિશ્ચિતાનો માહોલ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિ અંગે અનિશ્ચિતતા છે. ભારતીય કંપનીઓના ડિસેમ્બર ત્રિમાસિકના નબળાં પરિણામથી પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. . (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us