Shea Butter | શિયા બટર તમારી સ્કિનને મુલાયમ રાખશે, વાળ માટે પણ ઉપયોગી
Shea Butter | શિયા બટર (Shea Butter) એ કુદરતી ઓઇલ છે જે પશ્ચિમ આફ્રિકાના શિયા વૃક્ષ માંથી કાઢવામાં આવે છે. તેમાં વિટામીન E, ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે.
ચોમાસાએ વિરામ લીધો છે અને હવે થોડા સમયમાં શિયાળો (winter) શરૂ થઇ જશે. આ ડબલ સીઝન દરમિયાન આપણી સ્કિનમાં ફેરફાર જોવા મળે છે, વાતાવરણ બદલાતા સ્કિન ડ્રાય થઇ જાય છે. ત્યારે સ્કિનને સોફ્ટ રાખવા માટે અલગ અલગ ઉપાય અજમાવતા હોઈ છે.
શું તમે પણ એવી નેચરલ વસ્તુ શોધી રહ્યા છો જે તમારી સ્કિનને નરમ અને સ્વસ્થ બનાવે? જો હા, તો શિયા બટર (Shea Butter) તમારા માટે પરફેક્ટ હોઈ શકે છે. આ એક નેચરલ બ્યુટી પ્રોડક્ટ છે જેનો આફ્રિકાના લોકો સદીઓથી ઉપયોગ કરી રહ્યા છે. તે તમારી સ્કિનને ન માત્ર સોફ્ટ બનાવે પરંતુ તેને ઊંડે સુધી પોષણ પણ આપે છે.
શિયા બટર શું છે? : શિયા બટર એ કુદરતી ઓઇલ છે જે પશ્ચિમ આફ્રિકાના શિયા વૃક્ષ માંથી કાઢવામાં આવે છે. તેમાં વિટામીન E, ફેટી એસિડ અને એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર માત્રામાં હોય છે, જે સ્કિનને યુવાન રાખવામાં ખૂબ જ ફાયદાકારક છે. તેની રચના માખણ જેવી છે, તેથી તેને માખણ કહેવામાં આવે છે. શિયા બટરનો ઉપયોગ સ્કિનકેર અને વાળની સંભાળ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
સ્કિન મોસ્ચ્યુરાઇઝ કરે : શિયા બટરની જાડી અને ક્રીમી રચના સ્કિનમાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને તેને મોઇશ્ચરાઇઝ કરે છે. ખાસ કરીને શુષ્ક ત્વચાવાળા લોકો માટે આ વરદાન સાબિત થઈ શકે છે.
સ્કિનકેર કરે : તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ તમારી સ્કિનને ફ્રી રેડિકલ અને પર્યાવરણની હાનિકારક અસરોથી બચાવે છે, જેના કારણે સ્કિનને યુવાન અને ચમકદાર રહે છે.શિયા બટરમાં બળતરા વિરોધી ગુણધર્મો હોય છે, જે સ્કિનની બળતરા અને લાલાશને ઠીક કરવામાં મદદ કરે છે.
સ્કિનની સમસ્યાઓથી રાહત : જો તમને ખરજવું, સૉરાયિસસ અથવા અત્યંત ડ્રાય ત્વચા હોય, તો શિયા બટર તેનો ઉકેલ હોઈ શકે છે. તે ત્વચાની બળતરા ઘટાડવા અને તેને નરમ બનાવવામાં મદદ કરે છે.
વાળ માટે પણ ફાયદાકારક : શિયા બટર માત્ર ત્વચા માટે જ નહીં પરંતુ તમારા વાળ માટે પણ ફાયદાકારક છે. તે વાળને ભેજ પ્રદાન કરે છે અને તેમને મજબૂત અને ચમકદાર બનાવે છે. તમે તમારા રોજિંદા મોઇશ્ચરાઇઝર તરીકે શિયા બટરનો ઉપયોગ કરી શકો છો. તે ખાસ કરીને શિયાળામાં ખૂબ અસરકારક છે.વાળમાં શિયા બટર લગાવો અને 20-30 મિનિટ સુધી રહેવા દો અને પછી ધોઈ લો. તેનાથી તમારા વાળમાં ચમક અને મુલાયમતા આવશે.
જો તમારા હોઠ ડ્રાય થઈ જાય તો શિયા બટરનો ઉપયોગ કરો. તે તમારા હોઠને નરમ અને હાઇડ્રેટેડ રાખશે. સ્નાન કર્યા પછી શરીર પર શિયા બટર લગાવો. તે તમારી ત્વચાને આખો દિવસ ભેજયુક્ત રાખશે અને તેની ચમક વધારશે.
હંમેશા શુદ્ધ અને ઓર્ગેનિક શિયા બટર ખરીદો. તે કોઈપણ રસાયણો વિના કુદરતી ગુણધર્મોથી ભરપૂર છે. પેકેજિંગમાં શિયા બટર ખરીદો જે સારી રીતે સીલ કરેલ હોય અને હવા અથવા ધૂળથી સુરક્ષિત હોય. ખરીદતી વખતે તેની એક્સપાયરી ડેટ ચોક્કસ તપાસો જેથી તમે તાજા અને અસરકારક ઉત્પાદનનો ઉપયોગ કરી શકો.