હમ લાખ છુપાયે પ્યાર મગર, દુનિયાને કો પતા ચલ જાયેગા, પર છુપ કે મિલને સે મેં મઝા હે ” આ બોલિવૂડ ગીત અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) અને કિયારા અડવાણી (Kiara Advani) ની લવ સ્ટોરી પર એકદમ ફિટ બેસે છે. બંનેની લવસ્ટોરી પણ ફિલ્મી સ્ટાઈલમાં શરૂ થઈ હતી. આ કપલે ગુપ્ત રીતે મળવાની મજા પણ માણી છે.
આજે બોલિવૂડ એક્ટર સિદ્ધાર્થ મલ્હોત્રા પોતાનો 40મો જન્મદિવસ (Sidharth Malhotra Birthday) ઉજવી રહ્યો છે. સિદ્ધાર્થની ગણતરી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ હંક એક્ટર્સમાં થાય છે. સિદ્ધાર્થનો જન્મ 16 જાન્યુઆરી 1985ના રોજ દિલ્હીમાં થયો હતો અને અહીંથી જ તેણે પ્રાથમિક શિક્ષણ અને કોલેજનું શિક્ષણ મેળવ્યું હતું. અભ્યાસ બાદ સિદ્ધાર્થે મોડલિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. મોડલિંગ બાદ તેણે ફિલ્મી દુનિયામાં પ્રવેશ કર્યો. અભિનયની દુનિયામાં પોતાની ઓળખ બનાવતી વખતે, અભિનેતાને તેનો આત્મા સાથી પણ મળ્યો. તેણે પોતાનું દિલ અભિનેત્રી કિયારા અડવાણીને આપી દીધું. અહીં જાણો સિદ્ધાર્થ અને કિયારાની લવ સ્ટોરી ક્યારે, ક્યાં અને કેવી રીતે શરૂ થઈ?
સિદ્ધાર્થ-કિયારા પહેલીવાર ક્યાં મળ્યા? : વાસ્તવમાં તેમના અફેર વિશે કોઈને ખ્યાલ નહોતો. તેમની પ્રથમ મુલાકાત વિશે વાત કરીએ તો એવું કહેવાય છે કે તેઓ 'લસ્ટ સ્ટોરી'ની રેપ-અપ પાર્ટીમાં મળ્યા હતા. અહીં જ બંનેએ પહેલીવાર એકબીજાને જોયા હતા.'કોફી વિથ કરણ 7'માં કિયારાએ કહ્યું હતું કે તે એ દિવસને ક્યારેય ભૂલી શકતી નથી.
લવ સ્ટોરી' ક્યારે અને ક્યાંથી શરૂ થઈ? : સિદ્ધાર્થ-કિયારાની ફિલ્મ 'શેરશાહ' ખૂબ પસંદ કરવામાં આવી હતી. ખાસ કરીને તેમની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી, પરંતુ ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રીની સાથે તેમની ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ શરૂ થઈ ગઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન તેમના અફેરના ન્યુઝ સામે આવવા લાગ્યા અને અહીંથી તેમની લવ સ્ટોરી શરૂ થઈ હતી.
બંને છુપાઈને મળતાં હતાં : સિદ્ધાર્થે કહ્યું હતું કે તે કિયારાને મળવા માટે બોલિવૂડની પાર્ટીઓ પસંદ કરતો હતો, જેથી તેની નજર ન પડે, બંને ઘણીવાર એકબીજાને ગુપ્ત રીતે મળતા હતા. એકવાર સિદ્ધાર્થ ખૂબ જ બીમાર હતો, તેમ છતાં પણ તે કિયારાને મળવા માટે જ પાર્ટીમાં આવ્યો હતો.
કિયારાને ખૂબ જ ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું હતું . સિદ્ધાર્થ કિયારાને તેના પરિવાર સાથે રોમના પ્રવાસે લઈ ગયો હતો. રોમમાં જ ડિનર પછી સિદ્ધાર્થે કિયારાને ઘૂંટણિયે પ્રપોઝ કર્યું, જેને જોઈને કિયારા આશ્ચર્યચકિત થઈ ગઈ. સિદ્ધાર્થે કિયારાને ઘૂંટણિયે બેસીને ફિલ્મ 'શેરશાહ'નો ડાયલોગ "દિલ્લી કા સીધા-સાધા લોન્ડા હૂં" કહીને પ્રપોઝ કર્યું હતું, ત્યારબાદ અભિનેત્રીએ તેનો પ્રસ્તાવ સ્વીકારી લીધો હતો.
સિદ્ધાર્થ મલ્હોત્રા અનેકિયારા અડવાણીએ વર્ષ 2023માં એકબીજા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2023 માં રોઝ ડે નિમિત્તે, 7 ફેબ્રુઆરીએ, બંનેએ જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં સાત ફેરા લીધા હતા. બંનેએ ખૂબ જ ખાનગી રીતે લગ્ન કર્યા હતા.