Best Hill Stations In Kerala :કેરળના દરિયા કિનારાના બીચ જેમ અહીંના હિલ સ્ટેશન ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ છે. વાદળ સાથે વાત કરતા ઉંચા પર્વત, લીલાછમ જંગલો, નદી, ઝરણાં અને સુખદ હવામાન પ્રવાસીઓને કેરળના હિલ સ્ટેશન પર ખેંચી આવે છે.
કેરળના પ્રખ્યાત હિલ સ્ટેશન : Hill Stations In Kerala જમ્મુ કાશ્મીર ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. જો કે પહેલગામ આતંકવાદી હુમલા બાદ હવે કાશ્મીર પ્રવાસીઓ માટે સુરક્ષિત નથી. આવી સ્થિતિમાં પ્રવાસીઓ કાશ્મીરના બદલે કેરળ તરફ નજર કરવી જોઇએ. (Photo: Social Media)
કેરળના હિલ સ્ટેશ દરિયા કિનાર જેટલા સુંદર અને આકર્ષક છે કેરળના હિલ સ્ટેશન. વાદળ સાથે વાતો કરતા ઉંચા પર્વત, લીલાછમ જંગલો, નદી, ઝરણાં અને સુખદ હવામાન પ્રવાસીઓને કેરળના હિલ સ્ટેશન પર ખેંચી આવે છે. (Photo: Social Media)
ત્રિશુર શહેર : Thrissur કેરળનું ત્રિશુર ઘણા ધાર્મિક અને પવિત્ર સ્થળ તેમજ રંગીન તહેવારો માટે પ્રખ્યાત છે, જે આ શહેરને એક મહાન સંસ્કૃતિ ધરાવતું સ્થળ બનાવે છે. કેરળનું સાંસ્કૃતિક પાટનગર હોવાથ કેરળનો આ જિલ્લો પ્રાચીન મંદિર, મસ્જિદ અને ચર્ચ માટે પણ પ્રખ્યાત છે. અહીં ત્રિશુર શહેરની આસપાસ આવેલા 5 સૌથી સુંદર હિલ સ્ટેશન જાણકારી આપી છે. (Photo: Social Media)
મુન્નાર : Munnar મુન્નાર કેરળના સૌથી સુંદર હિલ સ્ટેશનો પૈકીનું એક છે. આ હિલ સ્ટેશનને સૌથી વધુ કપલ્સ હનિમૂન ડેસ્ટિનેશન માટે પસંદ કરે છે. ત્રિશુર શહેરથી ગભઘ 152 કિમી આવેલા મુન્નાર હિલ સ્ટેશન પર મટ્ટુપેટ્ટી ડેમ, પોથામેડુ વ્યૂ પોઇન્ટ અને ટી મ્યુઝિયમ જેવા ઘણા સ્થળો ફરવા લાયક છે. (Photo: Social Media)
થેક્કડી : Thekkady ત્રિશુર શહેરથી લગભગ 190 કિમી સ્થિત થેક્કડી હિલ સ્ટેશન મુખ્યત્વ પેરેયાર રાષ્ટ્રીય અભ્યારણ માટે પ્રખ્યાત છે, જે ભારતના શ્રેષ્ઠ નેશનલ પાર્કમાં સ્થાન ધરાવે છે. અહીં પેરિયાર લેક અને આસપાસ આવેલા ચાના બગીચા પ્રવાસીઓને આકર્ષિતકરે છે. અહીં આવનાર પ્રવાસીઓ પોતાની સાથે એક યાદગાર અનુભવ લઇ જાય છે. (Photo: Social Media)
વાયનાડ : Wayanad વાયનાડ પર્વતોથી ઘરેયાલુ કેરળનું સૌથી સુંદર ફરવા લાયક સ્થળ છે. કેરળના વાયનાડમાં સૌથી વધુ પ્રવાસીઓ આવે છે. વાયનાડથી ત્રિશુર 182 કિમી દૂર છે. અહીં પ્રવાસીઓ નેચર, ટ્રેડિંગ, બોટિંગ અને માઉન્ટેન ક્લાઈમ્બ જેવી સાહસિક પ્રવૃતિઓનો આનંદ માણે છે.(Photo: Social Media)
દેવીકુલમ : Devikulam દેવીકુલમ હિલ સ્ટેશન દરિયાની સપાટીથી લગભઘ 100 ઉંચા અને ત્રિશુર શહેરથી 162 કિમી દૂર આવેલું છે. આ હિલ સ્ટેશન પર આકર્ષક અને મનમોહક કુદરતી દ્રશ્યો જોઇ પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે. આ જગ્યા સીતા તળાવ અને તેના ચમત્કારી મિનરલ વોટર માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. (Photo: Social Media)
પીરુમેડુ : Peerumedu પીરુમેડુ હિલ સ્ટેશનને સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં પ્રવાસીઓ આખા વર્ષ દરમિયાન ફરવા આવી શકે છે. પીરુમેડુ ઝરણાં, બગીચા અને રબરના બગીચાથી ઘેરાયેલું છે, ઉપરાંત એલચી, કાળા મરી, દેવદારના જંગલ અને ઘાસથી લીલીછમ ધરતી પ્રવાસીઓને આકર્ષિત કરે છે. (Photo: Social Media)