Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Skoda-Kylaq-speed.jpg)
સ્કોડા કાયલા (Skoda Kylaq) માટે બુકિંગ શરૂ થઇ ગયું છે. Kylaq એ સ્કોડા ઓટો ઇન્ડિયાની પ્રથમ સબ કોમ્પેક્ટ એસયુવી છે. કંપનીની આ કાર એ જ MQB-A0 IN પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે જેના પર સ્કોડા કુશક, સ્લેવિયા અને ફોક્સવેગન તાઈગુન જેવી કાર પર આધારિત છે. સ્કોડા કાયલા 6 એરબેગ, EBD સાથે ABS, ટ્રેક્શન કંટ્રોલ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર, તમામ મુસાફરો માટે 3 પોઇન્ટ સીટ બેલ્ટ, રિવર્સ પાર્કિંગ કેમેરા અને સેન્સર જેવા ફીચર સાથે આવે છે. ચાલો સ્કોડા કાયલા કારની કિંમત, એન્જિન સ્પીડ અને ફીચર્સ વિશે વિગતવાર જાણીયે (Image: Express Drives)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Skoda-Kylaq-Price-.jpg)
સ્કોડા કાયલા 4 વેરિયન્ટમાં રજૂ કરવામાં છે - ક્લાસિક, સિગ્નેચર, સિગ્નેચર પ્લસ અને પ્રેસ્ટિજ. જેમા સ્કોડા કાયલા ક્લાસિક મોડલ માત્ર મેન્યુઅલ વેરિયન્ટમાં ઉપલબ્ધ છે. તો સિગ્નેચર, સિગ્નેચર પ્લસ અને પ્રેસ્ટિજ વેરિયન્ટ મેન્યુઅલ અને ક્લાસિક મોડલમાં ઉપલબ્ધ છે. સ્કોડા કાયલા 7 કલરમાં ખરીદી શકાય છે. આ એસયુવી કાર ટોર્નાડો રેડ, બ્રિલિયન્ટ સિલ્વર, કેન્ડી વ્હાઇટ, કાર્બન સ્ટીલ, લાવા બ્લુ, ડીપ બ્લેક અને એક્ઝિક્યુટિવ ઓલિવ ગોલ્ડ કલરમાં ઉપલબ્ધ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Skoda-Kylaq-Sefty-Features-.jpg)
કાર કંપનીએ સ્કોડા કાયલા કારના વિવિધ 4 મોડલની કિંમત વેરિયન્ટ મુજબ 8 થી 14.5 લાખ રૂપિયા એક્સ શો રૂમ સુધી છે. સ્કોડા કાયલાના ક્લાસિક મોડલની કિંમત 7.89 લાખ રૂપિયા છે. સ્કોડા કાયલા સિગ્નેચર મેન્યુઅલની કિંમત 9.59 લાખ અને ઓટોમેટિક 10.59 લાખ રૂપિયા છે. સિગ્નેચર મેન્યુઅલની કિંમત 11.40 લાખ અને ઓટોમેટિકની 12.40 લાખ રૂપિયા છે. સ્કોડા કાયલા પ્રેસ્ટિજ મોડલની કિંમત 13.35 લાખ અને ઓટોમેટિક મોડલની કિંમત 14.40 લાખ રૂપિયા છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Skoda-Kylaq-Exterior-.jpg)
સ્કોડા Kaylak સ્કોડાની પ્રથમ સબ કોમ્પેક્ટ SUV છે. તેના સેગમેન્ટમાં, તે હ્યુન્ડાઈ વેન્યુ, કિયા સોનેટ, ટાટા નેક્સોન અને મારુતિ સુઝુકી બ્રેઝા જેવા વાહનોને ટક્કર આપવાની છે. એડવાન્સ બુકિંગ કરાવનાર ગ્રાહકોને કંપની 27 જાન્યુઆરી, 2025 થી સ્કોડા કાયલા કાર ડિલિવર કરવાનું શરૂ કરશે. (Image: Skoda)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Skoda-Kylaq-features.jpg)
સ્કોડા કાયલાક કોમ્પેક્ટ છતાં વિશાળ છે, જેની લંબાઈ 3,995 mm, પહોળાઈ 1,975 mm, ઊંચાઈ 1,575 mm છે અને 189 mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે 2,566 mm નો વ્હીલબેસ છે. તેમાં ઘણા નવા ફીચર્સ છે. ઈન્ટિરિયલ અને એક્સટિરિયસ ફીચર્સની વાત કરીયે તો કારમાં 8.0-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે અને 10.0-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે. તે વાયરલેસ Apple CarPlay અને Android Auto માટે સપોર્ટ ધરાવે છે. (Image: Express Drives)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Skoda-Kylaq-Interior.jpg)
કારમાં કનેક્ટેડ કાર ટેક્નોલોજી, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ અને સેમી-લેધર અપહોલ્સ્ટરી, પાવર્ડ ફ્રન્ટ સીટ, સિંગલ-પેન સનરૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, 6-સ્પીકર કેન્ટન સાઉન્ડ સિસ્ટમ જેવા ઘણા ફીચર્સ છે. સ્કોડા કાયલાની બાહ્ય ડિઝાઇન સ્કોડા જેવી લાગે છે. તેના આગળના ભાગમાં બોલ્ડ ગ્રિલ, સ્લીક LED DRL અને સ્પ્લિટ હેડલાઇટ છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Skoda-Kylaq-engine.jpg)
સ્કોડા કાયલાના પાછળના ભાગમાં L શેપ્ડ LED ટેલલાઇટ્સ, ખાસ સ્કોડા બેજ, બમ્પર અને રૂફ રેલ્સ છે. આમ કુલ મળીને ડિઝાઇનમાં તે Skoda Kushaq ના સ્કેલ ડાઉન વર્ઝન જેવું લાગે છે. જેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. સુરક્ષાની દ્રષ્ટિએ, સ્કોડા કાયલામાં 6 એરબેગ, EBD સાથે ABS, ટ્રેક્શન કંટ્રોલ, ISOFIX ચાઇલ્ડ સીટ એન્કર, તમામ મુસાફરો માટે ત્રણ-પોઇન્ટ સીટ બેલ્ટ, રિવર્સ પાર્કિંગ કેમેરા અને સેન્સર છે. (Image: Skoda)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Skoda-Kylaq-Launched-In-India.jpg)
સ્કોડા કાયલા 1.0 લિટર, 3 સિલિન્ડર, ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન દ્વારા સંચાલિત છે જે 115 hp પાવર અને 178 Nm પીક ટોર્ક ઉત્પન્ન કરે છે, જે 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અથવા 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે જોડાયેલું છે. કંપનીનો દાવો છે કે આ સબ-કોમ્પેક્ટ SUV માત્ર 10.5 સેકન્ડમાં 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us