Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Skoda-Kylaq-Sefty-Features-.jpg)
સ્કોડા ઓટો કંપનીએ ભારતીય બજાર માટે પોતાનું સૌથી મહત્વપૂર્ણ કાર કોમ્પેક્ટ એસયુવી સ્કોડા કાયલા લોન્ચ કરી છે. ભારતીય બજાર માટે સ્કોડાની આ સૌથી સસ્તી એસયુવી કાર છે. સ્કોડા કાયલા માટે બુકિંગ 2 ડિસેમ્બરથી શરૂ થવાનું છે. સ્કોડા જાન્યુઆરીમાં ભારત મોબિલિટી એક્સ્પોની આગામી સીઝનમાં પણ સ્કોડા કાયલાને શોકેઝ કરવામાં આવશે. નવી સબકોમ્પેક્ટ એસયુવીની ડિલિવરી 27 જાન્યુઆરી 2025 થી શરૂ થશે. સ્કોડાએ અનેક ટીઝર રિલીઝ કર્યા છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Skoda-Kylaq-Exterior-.jpg)
સ્કોડા કાયલા ભારતીય બજાર માટે ડિઝાઇન કરવામાં આવી છે. સ્કોડા કાયલા કંપનીની સૌથી સસ્તી કાર છે. સ્કોડા કાયલાની પ્રારંભિક કિંમત 7.89 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. જો કે, ઓટો કંપની 2025 ની શરૂઆતમાં કાયલા કારના તમામ વેરિઅન્ટની કિંમતો જાહેર કરશે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Skoda-Kylaq-Launched-.jpg)
સ્કોડા કાયલા સાથે 1.0 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન સાથે આવે છે, જે 114bhp પાવર અને 178Nm ટોર્ક જનરેટ કરે છે. આ એસયુવી 6 સ્પીડ મેન્યુઅલ અને ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ ઓપ્શન સાથે ઉપલબ્ધ છે, જેનાથી ગ્રાહકને કાર ડ્રાઇવિંગ કરવામાં સરળતા રહે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Skoda-Kylaq-Interior-.jpg)
સ્કોડા કાયલા કુશાક અને સ્લાવિયા જેવા MQB A0 IN પ્લેટફોર્મ પર બનાવવામાં આવી છે. આ બંને એસયુવી કાર પુખ્ત વયના અને બાળકોની સલામતી માટે ગ્લોબલ એનસીએપી ટેસ્ટમાં 5 સ્ટાર રેટિંગ મળ્યું હોવાથી, સ્કોડા કાયલાને પણ સમાન રેટિંગ મળવાની અપેક્ષા છે. તે 25થી વધુ સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સથી સજ્જ છે. તેમા 6 એરબેગ્સ, ટ્રેક્શન એન્ડ સ્ટેબિલિટી કન્ટ્રોલ, એન્ટિ-લોક બ્રેક્સ, ઇલેક્ટ્રોનિક બ્રેક ડિસ્ટ્રિબ્યુશન, બ્રેક ડિસ્ક વાઇપિંગ, રોલ ઓવર પ્રોટેક્શન, મોટર સ્લિપ રેગ્યુલેશન, ઇલેક્ટ્રોનિક ડિફરેન્શિયલ લોક, પેસેન્જર એરબેગ ડિએક્ટિવેશન, મલ્ટિ-કોલિઝન બ્રેકિંગ, આઇએસઓએફઆઇએક્સ બેઠકો અને અન્ય ફીચર્સનો સમાવેશ થાય છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Skoda-Kylaq-Price-.jpg)
સ્કોડા કાયલા કાર ડિઝાઇનમાં અન્ય સ્કોડા એસયુવીની સ્ટાઇલિંગને અનુસરે છે, જેમાં સિગ્નેચર વાઇડ બટરફ્લાય ગ્રિલ અને એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ (ડીઆરએલ) સાથે સ્પ્લિટ હેડલાઇટ્સ છે. ટોપ મોડલ ઓલ-એલઇડી લાઇટિંગથી સજ્જ હશે, જ્યારે એન્ટ્રી-લેવલ વેરિઅન્ટમાં હેલોજન લેમ્પ્સ આવે છે. ફ્રન્ટ બમ્પર એક મોટી હનીકોમ્બ ડિઝાઇન રજૂ કરે છે. સાઈડ થી આ કોમ્પેક્ટ એસયુવી મુખ્ય વ્હીલ આર્ચ, રૂફ રેલ અે ઓલ બ્લેક એલોય વ્હીલ્સ સાથે તેના મસ્ક્યુલર સ્ટાંસ ને પ્રદર્શિત કરે છે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Skoda-Kylaq.jpg)
સ્કોડા કાયલા એવી પ્રથમ કોમ્પેક્ટ એસયુવી હશે, જેમાં વેન્ટિલેશન સાથે 6 સાઇડ એડજસ્ટેબલ ડ્રાઇવર અને પેસેન્જર સીટ હશે. કેબિનમાં ડ્યુઅલ ટોન કલર સ્કીમ છે, જેમા ટોપ મોડલમાં 10.1 ઇંચની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 8 ઇંચનું ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, ઓટોમેટિક ક્લાઇમેટ કન્ટ્રોલ અને રિયર એર કન્ડિશનર વેન્ટ્સ આપવામાં આવ્યું છે. બેઝ મોડેલમાં એનાલોગ ડ્રાઇવર કન્સોલ અને ડિજિટલ ડિસ્પ્લે શામેલ હશે. (Photo: Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Skoda-Kylaq-Interior.jpg)
સ્કોડા કાયલા પાવરફુલ એન્જિન અને સેફ્ટી ફીચર્સ સાથ આવે છે. ભારતીય બજારમાં આ સેગમેન્ટમાં સ્કોડા કાયલા કારની સીધી ટક્કર મારુતિ સુઝુકી બ્રેઝા, ટાટા નેક્સન, હ્યુન્ડાઇ વેન્યૂ, કિયા સોનેટ અને મહિન્દ્રા એક્સયુવી 3એક્સઓ જેવી મોટી અને લોકપ્રિય એસયુવી સાથે થવાની છે. (Photo: Social Media)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us