સૌરવ ગાંગુલીની પુત્રી સના ગાંગુલી લંડનમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી શું કરી રહી છે, જાણો
Sourav Ganguly Birthday : ભારતીય ક્રિકેટના 'દાદા' એટલે કે સૌરવ ગાંગુલીનો આજે (8 જુલાઇ) જન્મ દિવસ છે. સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઇ 1972ના રોજ થયો હતો. સૌરવ ગાંગુલીની દીકરી પુત્રી સના ગાંગુલી પણ ચર્ચા છે
Sourav Ganguly Birthday : ભારતીય ક્રિકેટના 'દાદા' એટલે કે સૌરવ ગાંગુલીનો આજે (8 જુલાઇ) જન્મ દિવસ છે. સૌરવ ગાંગુલીનો જન્મ 8 જુલાઇ 1972ના રોજ થયો હતો. સૌરવ ગાંગુલીનું નામ આવતા જ મનમાં એક મજબૂત લીડર અને શાનદાર બેટ્સમેનની છબી આવે છે. પરંતુ હવે તેમની પુત્રી સના ગાંગુલી પણ ચર્ચા છે - તેનું કારણ કોર્પોરેટ જગતમાં તેની ઝડપથી વિકસતી કારકિર્દી છે. ક્રિકેટની દુનિયાથી દૂર, સનાએ પોતાનો રસ્તો પસંદ કર્યો અને તેમાં પણ નોંધપાત્ર સિદ્ધિઓ મેળવી છે. (Photo Source: @souravganguly/instagram)
કોલકાતાથી લંડન સુધીની શૈક્ષણિક સફર : સના ગાંગુલીનો જન્મ 2001 માં થયો હતો. તેણીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ કોલકાતાની પ્રતિષ્ઠિત લોરેટો હાઉસ સ્કૂલમાંથી કર્યો હતો. (Photo Source: @souravganguly/instagram)
અભ્યાસમાં હંમેશા ટોચ પર રહેતી સનાએ વધુ અભ્યાસ માટે લંડનની યુનિવર્સિટી કોલેજ લંડન (UCL) માં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેણીએ અર્થશાસ્ત્રનો અભ્યાસ કર્યો હતો. (Photo Source: @souravganguly/instagram)
અભ્યાસની સાથે કોર્પોરેટ ઇન્ટર્નશિપ : યુસીએલમાં અભ્યાસ કરતી વખતે, સનાએ પોતાને ફક્ત પુસ્તકો સુધી મર્યાદિત રાખી નથી. તેણીએ HSBC, KPMG, Goldman Sachs, Barclays અને ICICI જેવી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ઇન્ટર્નશિપ કરીને અનુભવ મેળવ્યો છે. (Photo Source: @souravganguly/instagram)
આ ઉપરાંત, તે Enactus નામની વિદ્યાર્થી સંસ્થા સાથે પણ સંકળાયેલી હતી, જે સામાજિક ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે કામ કરે છે. અહીં તેણીને નેતૃત્વ કૌશલ્ય અને વાસ્તવિક દુનિયાના વ્યવસાયિક પડકારોનો સામનો કરવાનો અનુભવ મળ્યો. (Photo Source: @souravganguly/instagram)
PwC અને Deloitte માં પણ કામ કર્યું છે : સનાની કોર્પોરેટ સફર PwC (PricewaterhouseCoopers) માં ઇન્ટર્નશિપથી શરૂ થઈ હતી. અહેવાલો અનુસાર અહીં ઇન્ટર્નશિપ પેકેજ વાર્ષિક 30 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે. (Photo Source: @souravganguly/instagram)
આ પછી જૂન 2024માં તેણીએ Deloitte જેવી જાણીતી કંપનીમાં ઇન્ટર્નશિપ પણ શરૂ કરી, જ્યાં પેકેજ વાર્ષિક 5 લાખ થી 12 લાખ રુપિયા સુધી હોઈ શકે છે. (Photo Source: @souravganguly/instagram)
હાલમાં લંડન સ્થિત કંપની INNOVERV માં સલાહકાર : સના હાલમાં લંડન સ્થિત કંપની INNOVERV માં સલાહકાર તરીકે કામ કરે છે. તેના LinkedIn પ્રોફાઇલ મુજબ, તેણે જુનિયર કન્સલ્ટન્સીની ભૂમિકા ભજવીને અહીં એક મજબૂત ઓળખ બનાવી છે. (Photo Source: @souravganguly/instagram)
પરિવારના વારસાથી અલગ રસ્તો પસંદ કર્યો : જ્યારે મોટાભાગના લોકો માનતા હતા કે સૌરવ ગાંગુલીની પુત્રી પણ રમતગમતની દુનિયામાં પ્રવેશ કરશે ત્યારે સનાએ એક સંપૂર્ણપણે અલગ રસ્તો પસંદ કર્યો અને તેને સંપૂર્ણ સમર્પણ અને સખત મહેનત સાથે અપનાવ્યો. (Photo Source: @souravganguly/instagram)