કેટલી મોટી છે સ્ટીવ સ્મિથની ફેમિલી, શું કરે છે પત્ની? જાણો બન્નેની લવસ્ટોરી
Steve Smith Retires From ODI : ઓસ્ટ્રેલિયાના કાર્યકારી કેપ્ટન અને બેટ્સમેન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની સેમિ ફાઇનલમાં પરાજય બાદ બુધવારે 5 માર્ચના રોજ નિવૃત્તિની જાહેરાત કરી
Steve Smith Retires From ODI : ઓસ્ટ્રેલિયાના કાર્યકારી કેપ્ટન અને બેટ્સમેન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત સામેની સેમિ ફાઇનલમાં તેમની ટીમની હાર બાદ બુધવારે 5 માર્ચના રોજ આ જાહેરાત કરી હતી. (Photo: Dani Willis/Insta)
જોકે સ્ટીવ સ્મિથ ટેસ્ટ અને ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું ચાલુ રાખશે. સ્ટીવ સ્મિથ જેટલો સારો ખેલાડી છે તેટલો જ સારો પતિ પણ છે. તેમની લવસ્ટોરી અદ્ભુત રહી છે. ચાલો જાણીએ તેની પત્ની, લવસ્ટોરી અને પરિવાર વિશે: (Photo: Dani Willis/Insta)
સ્ટીવ સ્મિથ ડેબ્યૂ : સ્ટીવ સ્મિથનો જન્મ 2 જૂન 1989 ના રોજ ઓસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સ, સિડનીમાં થયો હતો. તેણે 2010માં પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. સ્મિથ ઓસ્ટ્રેલિયન ટીમના સફળ ખેલાડીઓમાંથી એક છે અને તેણે 2015 અને 2023 ક્રિકેટ વર્લ્ડ કપ સહિત ઘણી ICC ટૂર્નામેન્ટ જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. (Photo: Dani Willis/Insta)
સ્મિથની લવસ્ટોરી કેવી રીતે શરૂ થઈ હતી : સ્ટીવ સ્મિથના પ્રેમ લગ્ન થયા છે અને તેમની પત્નીનું નામ ડાની વિલિસ છે. બંનેની પ્રેમ કહાની 2011માં શરૂ થઈ હતી. ડેની વિલિસ અને સ્ટીવ સ્મિથ પહેલી વખત 2011-12 બિગ બેશ લીગ (BBL) સિઝન દરમિયાન મળ્યા હતા. તે સમયે વિલિસ અભ્યાસ કરી રહી હતી. (Photo: Dani Willis/Insta)
આ મુલાકાત પછી, બંને વચ્ચે નિકટતા વધવા લાગી અને પછી તેમનો સંબંધ મિત્રતાથી પ્રેમમાં બદલાઈ ગયો હતો. લગભગ છ વર્ષ ડેટિંગ કર્યા પછી સ્મિથે 2017માં ન્યૂ યોર્કમાં ડાની વિલિસને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો હતો. આ પછી 15 સપ્ટેમ્બર 2018 ના રોજ, બંનેએ ન્યુ સાઉથ વેલ્સમાં લગ્ન કર્યા અને કાયમ માટે એક થઈ ગયા હતા. (Photo: Dani Willis/Insta)
સ્ટીવ સ્મિથની પત્નીએ મેક્વેરી યુનિવર્સિટીમાંથી લો નો અભ્યાસ કર્યો હતો અને તેમાં કારકિર્દી બનાવી હતી. હાલમાં ડાની વિલિસ એક જાણીતી સોલિસિટર છે. વકીલ હોવા ઉપરાંત ડાની વિલિસને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો પણ શોખ છે અને તે ફિટનેસ ફ્રીક પણ છે. (Photo: Dani Willis/Insta)
ડાની વિલિસ સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર પણ ખૂબ જ સક્રિય છે, જ્યાં તે દરરોજ તેના ચાહકો સાથે તેના પર્સનલ લાઇફની વાતો અને તસવીરો શેર કરતી રહે છે. ડાની વિલિસના ઇન્સ્ટાગ્રામ પર 115,000 ફોલોઅર્સ છે. (Photo: Dani Willis/Insta)
સ્ટીવ સ્મિથનો પરિવાર : સ્ટીવ સ્મિથના પિતાનું નામ પીટર સ્મિથ અને માતાનું નામ ગિલિયન સ્મિથ છે. જ્યારે સ્મિથને ક્રિસ્ટલ સ્મિથ નામની એક બહેન પણ છે. (Photo: Dani Willis/Insta)