ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 કેમ આટલી ખાસ છે, આકાશમાં જ નષ્ટ કરી શકે છે 36 ટાર્ગેટ
sudarshan s 400 defence missile system : ભારતની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાને 7 મે ની રાત્રે ભારતમાં 15 સ્થળો પર હુમલો કર્યો હતો, પરંતુ ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 SAM એ તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યું હતું. ચાલો જાણીએ કે આ સિસ્ટમ કેટલી શક્તિશાળી છે અને શા માટે તે આટલું ખાસ છે
sudarshan s 400 defence missile system : પહેલગામ આતંકવાદી હુમલાનો બદલો લેવા માટે ભારતે પાકિસ્તાનમાં 9 આતંકવાદી સ્થળો પર એર સ્ટ્રાઇક કરી હતી (Photo: Минобороны России/Facebook)
આ એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાન ખૂબ રઘવાયું થયું છે. અહેવાલ છે કે પાકિસ્તાને 7 મે ની રાત્રે ભારતમાં 15 સ્થળો પર હુમલો કર્યો હતો, પરંતુ ભારતની એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 SAM એ તેને સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યું હતું. ચાલો જાણીએ કે તે કેટલું શક્તિશાળી છે અને શા માટે તે આટલું ખાસ છે.(Photo: Минобороны России/Facebook)
ભારત પાસે હાલમાં ચાર લોંગ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ S-400 SAM (સરફેસ ટુ એર મિસાઇલ) છે. જેને રશિયા પાસેથી ખરીદવામાં આવી હતી. પાકિસ્તાન તરફથી આવતી કોઈપણ મિસાઈલને અટકાવવા માટે ભારતે સરહદ પર S-400 SAM તૈનાત કરી છે. અહીં S નો અર્થ સુદર્શન થાય છે.(Photo: Минобороны России/Facebook)
S-400 એ વિશ્વની શ્રેષ્ઠ લોંગ રેન્જ એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ છે. પાકિસ્તાન પાસે રહેલી ચીનની એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ HQ-9 પણ તેની સામે કશું નથી.(Photo: Минобороны России/Facebook)
એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમ કોઈપણ દેશ માટે રક્ષા કવચ છે. જેની મદદથી દુશ્મન દેશ તરફથી આવતા રોકેટ, મિસાઇલ કે ડ્રોનને પહેલા શોધી અને ઓળખવામાં આવે છે. આ પછી હથિયારને લોક કરી દેવામાં આવે છે અને પછી તેને મિસાઇલની મદદથી હવામાં ગોળી મારી દેવામાં આવે છે.(Photo: Минобороны России/Facebook)
એક S-400 સ્ક્વોડ્રનમાં 300 મિસાઇલો હોય છે અને તેમાં વિવિધ પ્રકારની મિસાઇલો રાખી શકાય છે. દરેક S-400 સ્ક્વોડ્રનમાં 16 વાહનો હોય છે જેમાં લોન્ચર, રડાર, કંટ્રોલ સેન્ટર્સ અને સહાયક વાહનોનો સમાવેશ થાય છે. S-400 સ્ક્વોડ્રન 600 કિલોમીટર દૂર સુધીના હવાઈ ખતરાને ટ્રેક કરી શકે છે. S-400 સ્ક્વોડ્રનથી 400 કિલોમીટર દૂરી સુધી લક્ષ્યોને ભેદવામાં સક્ષમ છે.(Photo: Минобороны России/Facebook)
S-400 સ્ક્વોડ્રન ફાઇટર એરક્રાફ્ટ, બેલિસ્ટિક મિસાઇલ, ડ્રોન, ક્રુઝ મિસાઇલ વગેરે જેવા ખતરનાક હવાઈ હુમલાઓને ટ્રેક કરવા અને તોડી પાડવા સક્ષમ છે. આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ રશિયાની S-300નું અપગ્રેડેડ વર્ઝન છે. જેને અલ્માજ-આંતે દ્વારા વિકસાવવામાં આવી છે. તે એક જ રાઉન્ડમાં એકસાથે 36 ટાર્ગેટોને મારી શકે છે.(Photo: Indian Express)
S-400 ની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનું રડાર 100 થી 300 ટાર્ગેટને ટ્રેક કરી શકે છે. તેમાં ફીટ કરાયેલી મિસાઇલો 30 કિમીની ઊંચાઈ અને 400 કિમીના દૂરીમાં કોઈપણ ટાર્ગેટને નિશાન બનાવી શકે છે. (ફોટો: Минобороны России/ફેસબુક)