Sugar Free Sweet: દિવાળીમાં શુગર ફ્રી મીઠાઇ બનાવવા ખાંડ નહીં આ 6 ચીજ ઉમેરો, ડાયાબિટીસ દર્દી પણ ખાઇ શકશે
Sugar Free Diwali Sweet Recipe : દિવાળીમાં મીઠાઇ બનાવવા ખાંડના બદલે કુદરતી મીઠાઇ ધરાવતી ચીજોનો ઉપયોગ કરી શકાય છે. આવી મીઠાઇ ડાયાબિટીસ દર્દી પણ સરળતાથી ખાઇ શકે છે.
Diwali Sweet Recipe Without Sugar : દિવાળી મીઠાઇ ખાંડ વગર બનાવવાની ટીપ્સ દિવાળીમાં મીઠાઇ ખાવાની મજા પડે છે. હાલના સમયમાં મોટાભાગના લોકો બજારમાંથી તૈયાર મીઠાઇ છે. જો કે બજારની મીઠાઇ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. ખાસ કરીને ડાયાબિટીસ દર્દી માટે મીઠાઇ બહુ હાનિકારક હોય છે. ખાંડ માંથી બનેલી મીઠાઇ ખાવામાં મીઠી હોય છે પણ સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરે છે. આવી સ્થિતિમાં તમે મીઠાઇમાં મીઠાઇ લાવવા માટે ખાંડના બદલે અમુક ચીજોનો ઉપયોગ કરવો જોઇએ. તેનાથી મીઠાઇમાં મીઠાશ આવે છે સાથે સાથે સ્વાસ્થ્યને પણ નુકસાન થતું નથી. ડાયાબિટીસ દર્દી પણ ચિંતામુક્ત થઇ આવી મીઠાઇ ખાઇ શકે છે. (Photo: Freepik)
ગોળ : Jaggery મીઠાઇ માટે ગોળનો ઉપયોગ ભારતમાં પ્રાચીન સમયથી થાય છે. શેરડીના રસ માંથી ગોળ બને છે, જે ખાવાથી ઘણા સ્વાસ્થ્ય લાભ થાય છે. આયર્ન, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસથી ભરપૂર ગોળ શરીરને મજબૂત બનાવે છે. ગોળ ખાવાથી પાચનતંત્ર પણ સુવ્યવસ્થિત રહે છે. દિવાળીમાં મીઠાઇ બનાવવા માટે ગોળનો ઉપયોગ કરી શકાય છે. ગોળ ખાંડીને કે ચાસણી બનાવી મીઠાઇમાં ઉમેરી શકાય છે. ગોળ માંથી બનેલા લાડુ, ચિક્કી, મોદક બહુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. (Photo: Freepik)
મધ : Honey મધ નેચરલ સ્વિટનર છે, જે એન્ટિઓક્સિડેન્ટ અને એન્ટિ બેક્ટીરિયલ ગુણોથી ભરપૂર હોય છે. ભારતમાં પ્રાચીન સમયથી મધ ઔષધીય દવા અને ભોજનમાં વપરાય છે. જો કે મધ ગરમ કરીને ખાવાની મનાઇ છે, કારણ કે તેનાથી મધના પૌષક તત્વો નષ્ટ થાય છે. મધનો ઉપયોગ ઠંડી મીઠાઇ જેમ કે હલવો, શકકરપારા કે ફળમાંથી બનતી મીઠાઇમાં મીઠાશ લાવવા માટે કરી શકાય છે. તેનાથી મીઠાઇમાં ખાસ મીઠાસ આવે છે અને પૌષ્ટિક બને છે. (Photo: Freepik)
ખજૂર પેસ્ટ : Date Paste ખજૂર ફાઇબર આયર્ન, વિટામીન બી6 જેવા પોષક તત્વોથી ભરપૂર હોય છે. મીઠાઇમાં મીઠાશ લાવવા માટે ખજૂરની પેસ્ટ ઉમેરી શકાય છે. તેનાથી મીઠાઇને એક અદભૂત મીઠાશ આવે છે. લાડુ, ચિક્કી, ખજૂર પાક, બરફી, ખીર વગેરે જેવી મીઠાઇ બનાવવા ખજૂરનો ઉપયોગ કરી શકાય છે. (Photo: Freepik)
નારિયેળ ખાંડ : Coconut Sugar નારિયેળ ખાંડ એટલે કે કોકોનટ શુગરનું નામ કદાચ તમે પહેલી વખત સાંભળ્યું હશે, પરંતુ તે બહુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તે નારિયેળના ફુલના રસ માંથી બને છે, તેનો ગ્લાઇસેમિક ઇન્ડેક્સ ખાંડની તુલનામાં ઓછો હોય છે, આથી તે ખાવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધતું નથી. તેમા પોટેશિયમ, મેગ્નેશિયમ અને ઝિંક જેવા ખનીજ તત્વો હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે. તે કારમેલ જેવો ટેસ્ટ આપે છે, જે મીઠાઇને અદભુત સ્વાદ આપે છે. કોકોનટ શુગરનો ઉપયોગ લાડુ, બરફી, કે ખીર બનાવવા માટે કરી શકાય છે. (Photo: Freepik)
ફ્રૂટ્સ પેસ્ટ : Fruit Paste જો તમે કોઇ ફ્લેવર વાળી મીઠાઇ બનાવી રહ્યા છો, તો ફ્રૂટ પ્યુરીનો ઉપોયગ કરવો જોઇએ, જેવી કે કેળા, પપૈયું, સફરજન કે કેરી. તે કુદરતી મીઠાશ ધરાવે છે અને સ્વાદ અદભુત હોય છે. કેક, મફિન્સ, બાસુંદી, રબડી કે હલવામાં ફ્રૂટ પ્યુરી ઉમેરી શકાય છે. તેનાથી મીઠાઇ વધુ સ્વાદિષ્ટ બને છે સાથે સાથે પોષક તત્વો પણ ઉમેરાય છે. (Photo: Freepik)