Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/fan-slow-speed-problem.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/fan-maintenance-tips-1.jpg)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/fan-speed-controller.jpg)
ગરમીમાં પંખાની ઠંડી ઠંડી હવા તન અને મનને રાહત આપે છે. પંખાની સ્પીડને રેગ્યુલેટરી દ્વારા વધારી કે ઘટાડી શકાય છે. એસી કન્ડિશનરના જમાનામાં હજી પણ મોટાભાગના ઘરમાં પંખાનો ઉપયોગ વધારે થાય છે. પંખાનો વધારે ઉપયોગ કરવાથી તેમા કોઇને કોઇ ખામી ઉભી થઇ શકે છે. આથી જો પંખાની સ્પીડ ઘટી ગઇ તો પંખાનુ કેપેસિટર બદલી નાંખો. પંખામાં જુનું કેપેસિટર કાઢી તેના સ્થાને નવું કેપેસિટર લગાવો. (Photo - Canva)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/fan-speed-increase-.jpg)
ઉનાળાની ગરમીમાં લોકોને પંખાની વધારે જરૂર પડે છે. જો પંખો ફરતા ફરતા અટકી જાય કે સ્પીડ ઘટી જાય તો ઉંઘ ઉડી જાય છે. પંખાની સ્પીડને હેલિકોપ્ટર જેવી કરવા માટે તમારે નવો પંખો લેવાની જરૂર નથી. જો પંખાની સ્પીડ ઘટી ગઇ છે તો સૌથી પહેલા કોઇ ઇલેક્ટ્રિશિયનને ઘરે બોલાવી પંખો ચેક કરાવી લેવો જોઇએ. (Photo - Canva)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/fan-speed-increase-tips.jpg)
પંખાની સ્પીડ સામાન્ય રીતે વધારે સમય સુધી ફર્યા બાદ ઘટી જાય છે. પંખાની સ્પીડ ઘટતા ઓછી હવા લાગે છે અને વધારે ગરમી લાગે છે. જો પંખાના પાંખિયાનું ચોક્કસ રીતે સેટિંગ ન હોય તો પણ સ્પીડ ઘટી જાય છે. પંખાના પાખિયાના નટ બોલ્ટ ઢીલા હોય તો હવા બરાબર લાગતી નથી. આથી પંખાના પાંખિયા યોગ્ય રીતે ફિટ કરેલા છે કે તે ચેક કરો. (Photo - Canva)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/fun-cleaning-tips.jpg)
પંખા ફરે છે ત્યારે તેના પાંખિયા પર ધુળ માટી જામી જાય છે. પંખા પર કચરો જામવા પણ સ્પીડ ઘટી જાય છે. આથી સમયાંતર પંખાની બરાબર સફાઇ કરવી જોઇએ. પંખાને પહેલા કોરા કપડા અને ત્યારબાદ ભીના કપડાથી બરાબર સાફ કરવો જોઇએ. એક વાત ધ્યાન રાખો સફાઇ કરવાની પહેલા પંખાની સ્વીચ બંધ છે કે નહીં તેની ખાતરી કરો. પંખાનું સમય - સમય પર ગ્રીસિંગ અને વાયરિંગ કરવું જોઇએ. (Photo - Canva)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/fan-slow-speed-problem-1.jpg)
પંખાની સ્પીડ ઘટવા પાછળનું કારણ તેનું લોકેશન છે. વધારે ખુલ્લી જગ્યા પર પંખો હશે તો ધીમે ધીમે સ્પીડ ઘટી જાય છે. પંખા પર ધુળ માટી જમા થાય છે. ઘરમાં વીજ સપ્લાયમાં વધ - ઘટ થતી હોય તો પંખાની સ્પીડ પર તેની અસર થાય છે. (Photo - Canva)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us