Summer Travel Destinations : જંગલો વચ્ચે કુદરતના ખોળે વસેલું ગુજરાતનું આ સ્થળ, ઉનાળા વેકેશનમાં ફરવા માટેનું બેસ્ટ ડેસ્ટીનેશન
Summer Travel Destinations, Summer Tour planning : જો તમારે ઉનાળામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને બજેટનું પણ ધ્યાન રાખવાનું હોય તો તમે ગીરના જંગલો વચ્ચે આવેલા આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.
Summer Travel Destinations, Summer Tour planning : જો તમારે ઉનાળામાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો અને બજેટનું પણ ધ્યાન રાખવાનું હોય તો તમે ગીરના જંગલો વચ્ચે આવેલા આ સ્થળની મુલાકાત લેવી જોઈએ.
Summer Travel Destinations, Summer Tour planning : અત્યારે ઉનાળું વેકેશન પડી ગયું છે. અને ગરમી પણ જોરદાર પડી રહી છે. આવી સ્થિતિમાં લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. પરંતુ જો તમે આ દિવસોમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પ્રકૃતિના ખોળે વસેલું એક સ્થળ છે જ્યાં તમને ગરમીમાંથી રાહત અને કુદરતી શૌદર્યનો ભરપૂર લાભ ઉઠાવી શકો છો. તમારા પ્રવાસને એડવેન્ચરમાં ફેરવી શકો છો. ગુજરાતમાં અમરેલી જિલ્લામાં જંગલો વચ્ચે આવેલું આ સ્થળ છે. (Photo - Gujarat Tourism)Summer Best travel place in Gujarat :આ સ્થળનું નામ તુલસી શ્યામ છે. અહીં તુલસી શ્યામ મંદિર આવેલું છે આ મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત એક પ્રવાસી કેન્દ્ર છે. આ સ્થળ ગીરના મધ્યમાં જંગલો વચ્ચે આવેલું છે. ઉના શહેરથી માત્ર 30 કિલોમીટર દૂર આવેલું આ સ્થળ પ્રકૃતિના ખોળે વસેલુ છે. (Photo - IE Gujarati)Summer Travel tips : પ્રાકૃતિક સૌંદર્ય માટે જાણીતા આ મંદિરમાં સુંદર ગરમ પાણીના ઝરણાં છે જેને પુરાણોમાં 'તપ્તોદક' તરીકે ઓળખવામાં આવ્યા છે. એવી દંતકથા છે કે ભગવાન શ્રી કૃષ્ણએ તુલ નામના રાક્ષસનો વધ કર્યો હતો અને તેથી આ સ્થાન તેમના નામની સાથે સાથે કૃષ્ણના નામ શ્યામા સાથે જોડાયેલું છે અને તેથી તેને તુલસીશ્યામ મંદિર કહેવામાં આવે છે. (Photo - Gujarat Tourism)Travel and Tourism : એવું માનવામાં આવે છે કે આ મંદિર સાતસો વર્ષ જૂનું છે. અહીં પહોંચવા માટે તમારે 100 સીડીઓ ચઢવી પડશે. ઐતિહાસિક સંદર્ભથી જોઈએ તો તુલસીશ્યામની મૂર્તિ લગભગ 3000 વર્ષ જૂની માનવામાં આવે છે. આ સ્થળ રાજ્યમાં ગરમ પાણીના ઝરણા માટે ખૂબ પ્રખ્યાત છે. (Photo - IE Gujarat)Best Place to visit with family : ગીરના જંગલ પર્યાવરણમાં ધારી-ઉના રોડ પર તુલસી શ્યામ આવેલું છે. આ એક ઐતિહાસિક અને શાંતિપૂર્ણ સ્થળ છે જે કુદરતી વાતાવરણની વચ્ચે અને નાના પરંતુ ગાઢ જંગલમાં આવેલું છે. આ સ્થળે ગરમ પાણીના ત્રણ ઝરણાં છે. પ્રથમ ઝરણું ગરમ પાણીથી ભરેલું છે, બીજા ઝરણામાં ગરમ પાણી છે અને ત્રીજા ઝરણામાં ગરમ ઉકળતા પાણી છે. પાણી કુદરતી સલ્ફરથી ભરેલું છે. પુરાણો અનુસાર, આ વિસ્તારને 'તપ્તોદક' કહેવામાં આવે છે, જ્યાં તમે ધોધમાં નાહવા કરી શકો છો. (Photo - Gujarat Tourism)Gujarat travel tourism : દંતકથા કહે છે કે ભગવાન કૃષ્ણે તુલ નામના રાક્ષસનો નાશ કર્યો હતો અને તેથી આ સ્થાન તેમના નામની સાથે સાથે કૃષ્ણના શ્યામ સાથે જોડાયેલું છે અને તેથી તેને તુલસીશ્યામ કહેવામાં આવે છે. તમે તુલસીશ્યામ પાસેના 700 વર્ષ જૂના રૂકમણી દેવી મંદિરની પણ મુલાકાત લઈ શકો છો. મંદિર સુધી પહોંચવા માટે 100 થી વધુ સીડીઓ છે તેથી વૃદ્ધો માટે મુશ્કેલ છે. (Photo - Gujarat Tourism)Gujarat Summer travel destination : અહીં પહોંચવા માટે ખાનગી અને રાજ્ય પરિવહનની બસો ઉપલબ્ધ છે. જો તમારે રાત્રિ રોકાણ કરવું હોય તો તમે સરકારી ગેસ્ટ હાઉસમાં રહી શકો છો. ત્યાં ભોજન પણ ઉપલબ્ધ છે. તમારે સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 6 વાગ્યા પછી તમારા રૂમમાં રહેવું જોઈએ કારણ કે તે જંગલ છે અને સિંહ જેવા જંગલી પ્રાણીઓ આસપાસ ફરે છે. (Photo - Gujarat Tourism)