-
સુરતના લોકો પોતાની જિંદગીમાં આવતા પ્રસંગોને યાદગાર બનાવવા માટે અનેક પ્રકારના પ્રયોગો અને પ્રયાસો કરતા હોય છે. ત્યારે સુરતના એક યુવકે પોતાના લગ્નની કંકોત્રી પર આઝાદીના સાચા લડવૈયાઓને યાદ કર્યા છે. દેશની આઝાદીના 75 વર્ષ થયા છે અને તેનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેને યાદ કરવાની સાથે આઝાદી આપનાર લડવૈયાઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી છે.
-
દેશ અને દુનિયામાં સુરત શહેર અલગ અલગ પ્રકારે અલગ અલગ વાતોને લઈને જાણીતું છે ત્યારે સુરતના લોકો હંમેશા કંઈક અવનવું કરવા માટે ટેવાયેલા છે. ત્યારે ભારત દેશના આઝાદીના 75 વર્ષને લઈ હરગર તિરંગા સાથે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે.
-
સુરતના યુવકે આ દેશ આઝાદ થયાના 75 વર્ષની ઉજવણી પોતાના ઘરમાં આવેલા લગ્ન પ્રસંગમાં લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ કર્યો છે. પોતાની લગ્ન કંકોત્રી પર આઝાદી અમૃત મહોત્સવ છપાવવા સાથ દેશ આઝાદ કરનાર મુખ્ય ઘડવૈયાઓના ફોટા મુખ્યા છે.
-
સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં લગ્ન સમયે સૌપ્રથમ ભગવાન ગણેશની સ્થાપના અને યાદ કરવામાં આવતા હોય છે ત્યારેસરદાર પટેલ, સુભાષચંદ્ર બોઝ અને ભગતસિંહનો મહત્વનો ભાગ રહ્યો છે ત્યારે તેઓને કેમ ભુલાય એટલે કે પોતાની દિલમાં રહેલો દેશ પ્રત્યેનો પ્રેમ તેને પોતાની લગ્ન કંકોત્રી પર ઉતારેલો છે.
-
લોકો સુધી આઝાદીનો અમૃત મહોત્સવ અને આઝાદી અપાવનાર લોકો કે જેઓએ સંઘર્ષ કર્યો છે તેમને યાદ કરે એ માટે પોતાની લગ્ન કંકોત્રીમાં તેમને સ્થાન આપ્યું છે. તો કે આજના નવ યુવાનો લગ્ન પહેલાં પ્રી-વેડિંગ શૂટ કરતા હોય છે.
-
યુવકે આ ખોટો ખર્ચો બચાવી આજ પૈસામાંથી ટ્રાઈબલ વિસ્તારમાં આવેલા ગરીબોને જમાડવા સાથે તેમને મદદ થાય તે પ્રકારના પ્રયાસો કર્યા છે.
