Swami Vivekananda Jayanti: સ્વામી વિવેકાનંદની જન્મજ્યંતિ પર વાંચો તેમના સુવાક્યો
Swami Vivekananda Birthday 2023: માતા-પિતાના ધાર્મિક વિચારસરણીની ઉંડી અસર સ્વામી વિવેકાનંદ ઉપર પર થઇ હતી. તો ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદે આપેલા સુવાક્યો અંગે..
Swami Vivekananda Jayanti National Youth Day 2023: ભારતના મહાન દાર્શનિક, સાહિત્યકાર, તપસ્વી અને આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. તેનો જન્મ વર્ષ 1863માં કલકત્તામાં ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો. પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇકોર્ટમાં એટર્ની હતા અને માતા ભૂવનેશ્વરી દેવી ધાર્મિક વૃત્તિની ધરાવતા હતા. માતા-પિતાના ધાર્મિક વિચારસરણીની ઉંડી અસર તેમના પર થઇ હતી. તો ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદે આપેલા સુવાક્યો અંગે..