-
Swami Vivekananda Jayanti National Youth Day 2023: ભારતના મહાન દાર્શનિક, સાહિત્યકાર, તપસ્વી અને આધ્યાત્મિક વારસાનું નવસંસ્કરણ કરનાર સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ છે. તેનો જન્મ વર્ષ 1863માં કલકત્તામાં ભદ્ર કાયસ્થ પરિવારમાં થયો હતો. પિતા વિશ્વનાથ દત્ત કલકત્તા હાઇકોર્ટમાં એટર્ની હતા અને માતા ભૂવનેશ્વરી દેવી ધાર્મિક વૃત્તિની ધરાવતા હતા. માતા-પિતાના ધાર્મિક વિચારસરણીની ઉંડી અસર તેમના પર થઇ હતી. તો ચાલો જાણીએ સ્વામી વિવેકાનંદે આપેલા સુવાક્યો અંગે..
-
સત્ય એક હજાર રીતે કહી શકાય, તેમ છતાં કથન સત્ય જ રહેશે
-
શબ્દો નહિ પણ જરૂરિયાતની લાગણી એ જ સાચી પ્રાર્થના છે, પણ તમારી પ્રાર્થના ફળે છે કે નહિ તેની રાહ જોવા માટે તમારામાં ધીરજ હોવી જોઈએ
-
ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો
-
જેની પાસે શ્રેષ્ઠ વિચાર રહે છે, એ કોઈ દિવસ એકલો રહેતો નથી
-
પોતાની પર ભરોસો રાખો, અડગ રહો અને મજબુત બનો. આપણને એની જ જરૂર છે
