Sweet Potato | શક્કરિયા શિયાળામાં ખૂબ જ ખાવામાં આવે છે. શક્કરિયા (Sweet potato) માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ અનેક રોગોથી છુટકારો અપાવવામાં પણ મદદ કરે છે. અહીં જાણો શક્કરિયા તમારે કેમ ખાવા જોઈએ?
શિયાળો (winter) હવે થોડા દિવસમાં વિદાય લેશે, પરંતુ હજુ ઠંડીની છેલ્લી વેવ હજુ બાકી છે, આ સીઝન તમારે શિયાળામાં તમારી જાતની વિશેષ કાળજી લેવી જોઈએ જેથી કરીને તમે રોગોથી બચી શકો. શિયાળામાં મોસમી વસ્તુઓનું વધુ સેવન કરવામાં આવે છે જે બીમારીઓથી દૂર રાખે છે અને તમારું સ્વાસ્થ્ય સુધારે છે. આમાંથી એક શક્કરિયા છે જે શિયાળામાં ખૂબ જ ખાવામાં આવે છે. શક્કરિયા (Sweet potato) માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી પરંતુ અનેક રોગોથી છુટકારો અપાવવામાં પણ મદદ કરે છે.
હેલ્ધી સ્કિન : શક્કરિયામાં વિટામીન C અને E ભરપૂર માત્રામાં જોવા મળે છે જે કોલેજન બનાવવામાં મદદ કરે છે. જેના કારણે ત્વચા સ્વસ્થ અને ચમકદાર રહે છે. તડકાને કારણે થતી ટેનિંગ પણ તેના સેવનથી ઘટાડી શકાય છે.
સુગર લેવલ કંટ્રોલ : શક્કરિયામાં લો ગ્લાયસેમિક ઈન્ડેક્સ જીઆઈ અને હાઈ ફાઈબર જોવા મળે છે, જેના કારણે તે બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેમાં હાજર ફાઈબર શુગરનું શોષણ ઘટાડે છે.
રોગપ્રતિકારક શક્તિ વધે : શક્કરિયા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધારી શકાય છે. તેમાં હાજર વિટામિન A અને વિટામિન C શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને શિયાળાની બીમારીઓ જેવી કે શરદી, ખાંસી વગેરે સામે પણ રક્ષણ આપે છે.
હૃદય સ્વસ્થ રહે : શક્કરિયામાં એન્ટીઓક્સીડેન્ટ, પોટેશિયમ અને ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે જે હૃદયની બીમારીઓને ઓછી કરવામાં મદદ કરે છે. શક્કરીયાનું સેવન કરવાથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે અને તે બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરે છે.
પાચનતંત્ર સુધારે : શક્કરિયાનું સેવન પાચનતંત્રને સુધારવામાં મદદ કરે છે કારણ કે તેમાં ઉચ્ચ ફાઇબર હોય છે. તેનું સેવન કરવાથી કબજિયાત અને અપચો જેવી સમસ્યાઓથી રાહત મળે છે. શક્કરિયામાં જોવા મળતા પ્રોટીન પાચન ઉત્સેચકોને વધારવામાં મદદ કરે છે.