Vegetables: બટાકા ટામેટા સહિત આ 10 શાકભાજી ભારતમાં ઉગતી ન હતી, જાણો ક્યાંથી આવી
Popular Indian Vegetables Of Foreign Origin In India: ઘણી વિદેશી શાકભાજીએ ભારતીય ભોજનની થાળીમાં આગવું સ્થાન બનાવ્યું છે, પરંતુ તેના મૂળ ભારતીય નથી. ચાલો જાણીએ એવા શાકભાજી છે જે વિદેશ માંથી ભારત આવી છે.
વિદેશ માંથી આવેલા શાકભાજી ભારતમાં લોકપ્રિય ભારતીય રસોડામાં વપરાતી ઘણી શાકભાજી એવી છે કે તે ભારતમાં ઉગાડવામાં આવતી નથી, પરંતુ સમય જતાં અન્ય દેશોમાંથી ભારતમાં આવી હતી. આ શાકભાજી એ ધીરે ધીરે ભારતીય ભોજનમાં પોતાનું સ્થાન બનાવ્યું અને આજે તે લગભગ દરેક ભારતીયની થાળીનો એક ભાગ બની ગઈ છે. આવો જાણીએ કઈ એવી શાકભાજી છે જેને આપણે ખુબ જ ઉત્સાહથી ખાઈએ છીએ, પરંતુ તેનું મૂળ ભારતની નથી. (Photo: Freepik)
બટાકા: Potato બટાકા, જે દરેક ભારતીય વાનગીમાં જોવા મળે છે. ભારતમાં બટાકાની ઘણી વાનગી બનવે છે, જો કે હકીતતમાં તે અમેરિક માંથી આવે છે. પોર્ટુગીઝો તેને 16મી સદીમાં ભારતમાં લાવ્યા અને ધીરે ધીરે તે દરેક ભારતીય ઘરમાં જરૂરી બની ગઇ છે. (Photo: Freepik)
કોબીજ : Cabbage યુરોપથી આવેલી કોબીજ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન ભારતમાં પહોંચી હતી. આજે તે ઘણી ભારતીય વાનગીઓમાં એક મહત્વપૂર્ણ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. (Photo: Freepik)
ફ્લાવર : Cauliflower ફ્લાવર ભૂમધ્ય સાગર ક્ષેત્રની શાકભાજી છે. ભારતમાં તે એટલું લોકપ્રિય થઇ ગઇ છે કે કોબીજમાંથી બનતી અનેક પ્રકારની વાનગીઓ એક ખાસ સ્થાન ધરાવે છે. (Photo: Freepik)
ગાજર : Carrots ગાજરનું મૂળ પ્રાચીન પર્શિયા છે, જે આજનું ઈરાન અને અફઘાનિસ્તાન ક્ષેત્ર છે. આજે તે ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને ખાવામાં આવે છે, ખાસ કરીને શિયાળામાં. (Photo: Freepik)
ટામેટાં : Tomatoes દક્ષિણ અમેરિકામાંથી ઉત્પન્ન થતા ટામેટાં પણ પોર્ટુગીઝો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા હતા. આજે ભારતીય ભોજનમાં ટામેટાંનો ઉપયોગ એટલો વધી ગયો છે કે ભારતીય સબ્જી તેના વિના અધૂરી માનવામાં આવે છે. (Photo: Freepik)
કોબીજ : Brussels Sprouts યુરોપથી આવેલી કોબીજનો ઉપયોગ ભારતમાં ઘણા પ્રકારની શાકભાજી અને સબ્જીમાં થાય છે, ખાસ કરીને આ શાકભાજી ઉત્તર ભારતમાં વધારે પસંદ કરવામાં આવે છે. (Photo: Freepik)
પાલક : Spinach પાલક મધ્ય એશિયામાંથી આવેી શાકભાજી છે પરંતુ ભારતમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે, ખાસ કરીને પાલક પનીર જેવી સબ્જી ભારતીય લોકો બહુ શોખથી ખાય છે. (Photo: Freepik)
કોળું : Pumpkin કોળું જે કાશીફળ, પેઠા, ભતવા, માખના જેવા અનેક નામોથી ઓળખાય છે. કોળાની ઉત્પત્તિ ભારતમાં નહીં પરંતુ હજારો માઈલ દૂર અમેરિકા-મેક્સિકોમાં થઈ છે. વૈજ્ઞાનિકોના મતે કોળું 9 હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું. આ પછી તે અહીંથી આખી દુનિયામાં પહોંચ્યું હતું. (Photo: Freepik)