Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/vegetables-2.jpg)
ભારતીય રસોડામાં વપરાતી ઘણી શાકભાજી એવી છે કે તે ભારતમાં ઉગાડવામાં આવતી નથી, પરંતુ સમય જતાં અન્ય દેશોમાંથી ભારતમાં આવી હતી. આ શાકભાજી એ ધીરે ધીરે ભારતીય ભોજનમાં પોતાનું સ્થાન બનાવ્યું અને આજે તે લગભગ દરેક ભારતીયની થાળીનો એક ભાગ બની ગઈ છે. આવો જાણીએ કઈ એવી શાકભાજી છે જેને આપણે ખુબ જ ઉત્સાહથી ખાઈએ છીએ, પરંતુ તેનું મૂળ ભારતની નથી. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Potato.jpg)
બટાકા, જે દરેક ભારતીય વાનગીમાં જોવા મળે છે. ભારતમાં બટાકાની ઘણી વાનગી બનવે છે, જો કે હકીતતમાં તે અમેરિક માંથી આવે છે. પોર્ટુગીઝો તેને 16મી સદીમાં ભારતમાં લાવ્યા અને ધીરે ધીરે તે દરેક ભારતીય ઘરમાં જરૂરી બની ગઇ છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Cabbage.jpg)
યુરોપથી આવેલી કોબીજ સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન ભારતમાં પહોંચી હતી. આજે તે ઘણી ભારતીય વાનગીઓમાં એક મહત્વપૂર્ણ શાકભાજી તરીકે ઉપયોગમાં લેવાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Bell-Peppers.jpg)
કેપ્સિકમનું મૂળ મધ્ય અમેરિકા છે. ભારતીય ભોજનમાં તેનો શાકભાજી અને સલાડમાં વ્યાપકપણે થાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Green-Beans.jpg)
મધ્ય અને દક્ષિણ અમેરિકામાંથી આવેલ ફણસી એટલે કે ગ્રીન બિન્સ આજે ભારતીય ભોજનમાં બહુ વપરાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Cauliflower.jpg)
ફ્લાવર ભૂમધ્ય સાગર ક્ષેત્રની શાકભાજી છે. ભારતમાં તે એટલું લોકપ્રિય થઇ ગઇ છે કે કોબીજમાંથી બનતી અનેક પ્રકારની વાનગીઓ એક ખાસ સ્થાન ધરાવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Carrots.jpg)
ગાજરનું મૂળ પ્રાચીન પર્શિયા છે, જે આજનું ઈરાન અને અફઘાનિસ્તાન ક્ષેત્ર છે. આજે તે ભારતમાં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે અને ખાવામાં આવે છે, ખાસ કરીને શિયાળામાં. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Tomatoes.jpg)
દક્ષિણ અમેરિકામાંથી ઉત્પન્ન થતા ટામેટાં પણ પોર્ટુગીઝો દ્વારા ભારતમાં લાવવામાં આવ્યા હતા. આજે ભારતીય ભોજનમાં ટામેટાંનો ઉપયોગ એટલો વધી ગયો છે કે ભારતીય સબ્જી તેના વિના અધૂરી માનવામાં આવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Brussels-Sprouts.jpg)
યુરોપથી આવેલી કોબીજનો ઉપયોગ ભારતમાં ઘણા પ્રકારની શાકભાજી અને સબ્જીમાં થાય છે, ખાસ કરીને આ શાકભાજી ઉત્તર ભારતમાં વધારે પસંદ કરવામાં આવે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Spinach.jpg)
પાલક મધ્ય એશિયામાંથી આવેી શાકભાજી છે પરંતુ ભારતમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે, ખાસ કરીને પાલક પનીર જેવી સબ્જી ભારતીય લોકો બહુ શોખથી ખાય છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/Pumpkin.jpg)
કોળું જે કાશીફળ, પેઠા, ભતવા, માખના જેવા અનેક નામોથી ઓળખાય છે. કોળાની ઉત્પત્તિ ભારતમાં નહીં પરંતુ હજારો માઈલ દૂર અમેરિકા-મેક્સિકોમાં થઈ છે. વૈજ્ઞાનિકોના મતે કોળું 9 હજાર વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યું હતું. આ પછી તે અહીંથી આખી દુનિયામાં પહોંચ્યું હતું. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us