Today News : છત્તીસગઢમાં રસ્તાની ગુણવત્તાનું નિરીક્ષણ કરતી વખતે ભાજપ નેતાની હત્યા

Gujarat Latest News Update Today in Gujarati 23 December 2025: મંગળવારે કોરબા જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની ગુણવત્તાનું નિરીક્ષણ કરતી વખતે ભાજપ નેતા હત્યા કરી હતી.

Gujarat Latest News Update Today in Gujarati 23 December 2025: મંગળવારે કોરબા જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની ગુણવત્તાનું નિરીક્ષણ કરતી વખતે ભાજપ નેતા હત્યા કરી હતી.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
crime news

ક્રાઈમ ન્યૂઝ- પ્રતિકાત્મક તસવીર Photograph: (freepik)

Today Latest News Live Update in Gujarati 23 December 2025: છત્તીસગઢમાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા કરવામાં આવી હતી. મંગળવારે કોરબા જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની ગુણવત્તાનું નિરીક્ષણ કરતી વખતે ભાજપ નેતા હત્યા કરી હતી. સવારે 9 વાગ્યે ભાજપ નેતા અક્ષય ગર્ગ કેશલપુર ગામમાં એક બાંધકામ સ્થળે પહોંચ્યા ત્યારે હત્યા થઈ હતી. અક્ષયની સાથે છત્તીસગઢની સ્થાનિક સંસ્થા જનપથના સભ્ય પણ હતા.

Advertisment
  • Dec 23, 2025 23:19 IST

    Today news Live: આસામના કાર્બી આંગલોંગમાં ફરી હિંસા ફાટી નીકળી

    આસામના કાર્બી આંગલોંગ અને પશ્ચિમ કાર્બી આંગલોંગમાં મંગળવારે સાંજે ફરી હિંસા જોવા મળી હતી. ત્યારબાદ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ બંધ કરવામાં આવ્યું હતું. હિંસા દરમિયાન અનેક લોકો અને પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. સોમવારે બપોરે આ વિસ્તારમાં હિંસા શરૂ થઈ હતી, જે મંગળવારે સાંજે ફરીથી ફાટી નીકળી હતી. હિંસા દરમિયાન બજારમાં મોટા પાયે આગચંપી જોવા મળી હતી. પોલીસે હિંસાને કાબૂમાં લેવા માટે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા. 



  • Dec 23, 2025 19:40 IST

    Today news Live: રાજ્યના 26 IAS અધિકારીઓની બદલી, સંજીવ કુમાર CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી

    ગુજરાત સરકારે 26 IAS અધિકારીઓની બદલી કરી છે. સંજીવ કુમારની CMOમાં પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂંક કરાઇ છે. તેઓ મુખ્ય સેક્રેટરી એમ.કે.દાસને રિલિવ કરશે. આ ઉપરાંત સંજીવ કુમાર પાસે ગૃહ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકેનો વધારાનો હવાલો પણ રહેશે. 

    ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંગળવારે 26 IAS અધિકારીઓની બદલી અંગે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સંજીવ કુમારને વન-પર્યાવરણના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે ટ્રાન્સફર કરીને મુખ્યમંત્રી પ્રિન્સિપલ સેક્રેટરી બનાવ્યા છે.



  • Advertisment
  • Dec 23, 2025 16:53 IST

    Today news Live: છત્તીસગઢમાં રસ્તાની ગુણવત્તાનું નિરીક્ષણ કરતી વખતે ભાજપ નેતાની હત્યા

    છત્તીસગઢમાં ધોળા દિવસે ભાજપ નેતાની હત્યા કરવામાં આવી હતી. મંગળવારે કોરબા જિલ્લામાં પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના હેઠળ બનેલા રસ્તાની ગુણવત્તાનું નિરીક્ષણ કરતી વખતે ભાજપ નેતા હત્યા કરી હતી. સવારે 9 વાગ્યે ભાજપ નેતા અક્ષય ગર્ગ કેશલપુર ગામમાં એક બાંધકામ સ્થળે પહોંચ્યા ત્યારે હત્યા થઈ હતી. અક્ષયની સાથે છત્તીસગઢની સ્થાનિક સંસ્થા જનપથના સભ્ય પણ હતા.



  • Dec 23, 2025 13:07 IST

    Today News Live: જર્મનીમાં રાહુલ ગાંધીએ ભાજપ ઉપર કર્યા આકરા પ્રહારો

    બર્લિનની હર્ટી સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, "અમે તેલંગાણા અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી જીતી. મેં પ્રેસ કોન્ફરન્સ યોજી જેમાં મેં સ્પષ્ટપણે દર્શાવ્યું કે અમે હરિયાણાની ચૂંટણી જીતી ગયા. હું માનતો નથી કે મહારાષ્ટ્રની ચૂંટણીઓ ન્યાયી હતી. આપણા દેશના સંસ્થાકીય માળખા પર ભારે હુમલો થઈ રહ્યો છે. મારું માનવું છે કે ભારતની સંસ્થાઓ પર ભારે દબાણ છે. CBI અને ED જેવી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે, જે લોકશાહી સંસ્થાઓને સ્વતંત્ર રીતે કામ કરતા અટકાવી રહી છે. અમે ભાજપ સામે લડી રહ્યા નથી; અમે ભારતીય સંસ્થાકીય વ્યવસ્થા પર તેમના કબજો સામે લડી રહ્યા છીએ."



  • Dec 23, 2025 12:38 IST

    Today News Live: મોસ્કોમાં કાર બોમ્બ મુકી પુતિનના સિનિયર જનરલની હત્યા

    દક્ષિણ મોસ્કોમાં એક સિનિયર રશિયન લશ્કરી જનરલની હત્યા કરવામાં આવી છે. એપી ન્યૂઝ એજન્સી અનુસાર, લેફ્ટનન્ટ જનરલ ફેમિલ સર્વરોવને તેમની કાર નીચે લગાવેલા વિસ્ફોટક ઉપકરણ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. તેઓ જનરલ સ્ટાફના તાલીમ વિભાગના વડા હતા.



બ્રેકિંગ ન્યૂઝ વિશ્વ દેશ