Toilet Cleaning Tips: ટોયલેટ બાથરૂમ બ્રશ વગર સાફ કરવાની સરળ રીત, પીળા ડાઘ દૂર થશે નવા જેવું ચમકશે
Toilet Bathroom Cleaning Tips: ટોયલેટ બાથરૂમના પીળા ડાઘા સાફ કરવા મુશ્કેલ હોય છે. અહીં એક સરળ ટીપ્સ જણાવી રહ્યા છે જેની મદદથી પીળા ડાઘ દૂર થશે અને ટોયલેટ બાથરૂમ પહેલાની જેમ ચમકવા લાગશે.
ટોયલેટ બાથરૂમ સાફ કરવાની ટીપ્સ ટોયલેટ સાફ અને સ્વચ્ચ હોવું જરૂરી છે. ટોયલેટ ટબ અને ટોયલેટ સીટનો રંગ પીળો થવા લાગે છે. ઘણી વખત હઠીલા ડાઘ સાફ થતા નથી. આવી સ્થિતિમાં, તમારે ટોયલેટ સીટને બ્રશ વડે ઘસીને સાફ કરવું પડશે. પરંતુ, ઘણી વખત બ્રેશ વડે ધસવા છતાં પણ પીળા ડાઘ જતા નથી. મોંઘા ટોયલેટ ક્લિનર પણ ઘણી વખત પીળા ડાઘ આવી સ્થિતિમાં, તમે અમુક ટીપ્સ અપનાવી શકો છે. અહીં એક સરળ ટીપ્સ વિશે જાણાવી રહ્યા છીએ જે પીળા ડાઘા દૂર કરી ટોયલેટ બાથરૂમ નવા હોય તેવા ચમકાવી દેશે. (Photo: Freepik)
ટોયલેટ બાથરૂમ સાફ કરવા સાઇટ્રિક એસિડ વાપરો સાઇટ્રિક એસિડ ઘણીવાર સફેદ પાવડર તરીકે કામમાં આવે છે. આ માટે તમારે થોડાક ગરમ પાણીમાં સાઇટ્રિક એસિડ મિક્સ કરીને તેની પાતળી પેસ્ટ બનાવો. ત્યારબાદ રાત્રે સૂતા પહેલા સાઈટ્રિક એસિડને ટોયલેટ સીટ કે ટોયલેટ ટબમાં લગાવી દો. કુદરતી રીતે સફાઇ એજન્ટ તરીકે ખૂબ જ અસરકારક. તે હઠીલા ડાઘ અને પીળાશને દૂર કરી શકે છે અને પછી સંપૂર્ણપણે સાફ કરી શકે છે. (Photo: Freepik)
ટોયલેટ સીટ ગરમ પાણી વડે સાફ કરો રાત્રે ટોયલેટ સીટ પર સાઇટ્રિક એસિડ લગાવ્યા બાદ સવારે તમારે એકવાર ગરમ પાણીથી ટોયલેટ સાફ કરવું. પાણી વડે સાફ કર્યા બાદ તમારી ટોયલેટ સીટ નવી હોય તેમ ચમકવા લાગશે. જો તમને લાગે કે હજી પણ બરાબર સાફ થઇ નથી તો ફરી સાઈટ્રિક એસિડનું મિશ્રણ તૈયાર કરી ફરી ટોઈલેટમાં નાખી તેને 30 મિનિટ સુધી છોડો દો. ત્યારબાદ ફરી તેને ગરમ પાણી વડે સાફ કરી લો. (Photo: Freepik)
ટોઇલેટ ક્લિનિંગ એસિડનું કામ કરે છે સાઇટ્રિક એસિડ સાઇટ્રિક એસિડ સામાન્ય રીતે નેચરલ ક્લિનિંગ એજન્ટ તરીકે ઓળખવામાં આવે છે. સાઇટ્રિક એસિડ તમારા ટોયલેટ બાથરૂમને સાફ કરવા માટે યોગ્ય છે. તેની એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, ડી-ગ્રીસિંગ અને વ્હાઇટનિંગ પાવરનો ઉપયોગ સાફ સફાઇ માટે કરવામાં આવે છે. તો જો તમે પણ તમારા ટોયલેટને ચમકાવવા માંગો છો તો તમે સાઇટ્રિક એસિડનો પણ ઉપયોગ કરી શકો છો. (Photo: Freepik)
સાઇટ્રિક એસિડ સાથે લીંબુનો રસ અને બેકિંગ સોડા વાપરો આ ઉપરાંત તમે સાઇટ્રિક એસિડમાં લીંબુનો રસ મિક્સ કરી તેનો સાફ સફાઇમાં ઉપયોગ કરી શકો છો. આ સાથે તમે બેકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. આથી આ વખતે દિવાળીમાં મોંઘા ટોયલેટ ક્લિનિર વાપરવાને બદલે સાઇટ્રિક એસિડ વડે ટોયલેટ બાથરૂમ સાફ કરો. (Photo: Freepik)