ભારતીય ક્રિકેટરો દ્વારા ટોચના 10 સૌથી વધુ ટેસ્ટ સ્કોર્સ : શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી એક ઇનિંગ્સમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયરની યાદીમાં સાતમાં સ્થાને આવી ગયો છે. ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 10 ભારતીય પ્લેયર્સ વિશે અહીં જાણો
List of Highest Test Scores by Indians: ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટમાં શુભમન ગિલે શાનદાર બેટિંગ કરતા 269 રન ફટકાર્યા હતા. આ ઇનિંગ્સ સાથે ગિલે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. શુભમન ગિલ ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી એક ઇનિંગ્સમાં સૌથી વધારે રન બનાવનાર પ્લેયરની યાદીમાં સાતમાં સ્થાને આવી ગયો છે. અહીં ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધારે રન બનાવનાર ટોપ 10 ભારતીય પ્લેયર્સ વિશે જણાવી રહ્યા છીએ. (તસવીર - બીસીસીઆઈ)
આ યાદીમાં ભારતના દિગ્ગજ ઓપનર વીરેન્દ્ર સેહવાગનું નામ ટોચ પર છે. સેહવાગે ચેન્નાઈમાં 26 માર્ચ 2008ના રોજ દક્ષિણ આફ્રિકા સામે 319 રન બનાવ્યા હતા. જેમાં તેણે 42 ફોર અને 5 સિક્સર ફટકારી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
આ યાદીમાં બીજા નંબરે પણ વીરેન્દ્ર સેહવાગનું નામ આવે છે. સેહવાગે 28 માર્ચ 2004ના રોજ મુલતાનમાં પાકિસ્તાન સામે 309 રન બનાવ્યા હતા. જેમાં તેણે 39 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.(તસવીર - સોશિયલ મીડિયા)
હાલમાં જ આઠ વર્ષ પછી ટીમમાં પરત ફરેલો કરુણ નાયર આ યાદીમાં ત્રીજા નંબરે છે. ચેન્નાઈમાં 16 ડિસેમ્બર 2016ના રોજ ઇંગ્લેન્ડ સામે કરુણ નાયરે અણનમ 303 રન બનાવ્યા હતા. તેણે 32 ફોર અને 3 સિક્સર ફટકારી હતી.(તસવીર - સોશિયલ મીડિયા)
ચોથા નંબરે પણ વીરેન્દ્ર સેહવાગનું નામ જ છે. સેહવાગે 2 ડિસેમ્બર 2009ના રોજ શ્રીલંકા સામે 293 રન બનાવ્યા હતા. જેમાં 40 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
વીવીએસ લક્ષ્મણનું નામ આ યાદીમાં પાંચમાં સ્થાને છે. લક્ષ્મણે 11 માર્ચ 2001ના રોજ ઓસ્ટ્રેલિયા સામે 281 રન બનાવ્યા હતા. આ ઘણી યાદગાર ઇનિંગ્સમાં સામેલ છે. લક્ષ્મણે 44 ફોર ફટકારી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
ભારતના દિગ્ગજ બેટ્સમેન રાહુલ દ્રવિડનું નામ આ યાદીમાં છઠ્ઠા સ્થાને છે. દ્રવિડે 13 એપ્રિલ 2004ના રોજ પાકિસ્તાન સામે 270 રનની ઇનિંગ રમી હતી. જેમાં 34 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. (તસવીર - એક્સપ્રેસ ફાઇલ ફોટો)
નવા પ્લેયર તરીક શુભમન ગિલનો આ યાદીમાં સમાવેશ થયો છે. શુભમન ગિલે ઇંગ્લેન્ડ સામે 3 જુલાઇ 2025ના રોજ એજબેસ્ટન ટેસ્ટમાં 269 રનની જોરદાર ઇનિંગ રમી હતી. તેણે 30 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. (તસવીર - બીસીસીઆઈ)
આ યાદીમાં આઠમાં સ્થાને ભારતનો દિગ્ગજ પ્લેયર વિરાટ કોહલી પણ છે. વિરાટ કોહલીએ 10 ઓક્ટોબર 2019ના રોજ દક્ષિણ આફ્રિકા સામે અણનમ 254 રન બનાવ્યા હતા. જેમાં 33 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)
વીરેન્દ્ર સેહવાગનો કેટલો દબદબો હશે તે આ યાદી પરથી ખબર પડે છે. વધુ એક વખતે તેનું આવ્યું છે. સેહવાગે 13 જાન્યુઆરી 2006માં પાકિસ્તાન સામે 254 રનની ઇનિંગ રમી હતી. જેમાં 47 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. (તસવીર - સોશિયલ મીડિયા)