Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Himachal-Pradesh-Tourist-Places-.jpg)
ઉનાળાના વેકેશનમાં ફરવા માટે હીલ સ્ટેશન શ્રેષ્ઠ સ્થળ છે. હીલ સ્ટેશનનું નામ પડે તે શિમલા, મનાલી યાદ આવે છે, જે હિમાચલ પ્રદેશમાં આવેલા છે. હિમાચલ પ્રદેશમાં શિમલા, મનાલી ઉપરાંત ઘણા ફરવા લાયક સ્થળો છે, જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસી ફરવા આવે છે. જો તમે મે કે જૂનમાં હિમાચલ પ્રદેશ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ 10 સ્થળોની અચૂક મુલાકાત લેવી જોઇએ. (Photo - Social Media)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Shimla.jpg)
શિમલા હિમાચલ પ્રદેશનું પાટનગર હોવાની સાથે એક પ્રસિદ્ધ હિલ સ્ટેશન પણ છે. અહીં ફરવા માટે ઘણા સ્થળો મળે છે. વર્ષનો મહિનો ગમે તે હોય, પણ અહીં હંમેશા પ્રવાસીઓની ભીડ હોય છે. વિકેન્ડમાં તો શિમલામાં ચારે બાજુ પ્રવાસીઓ હોય છે. હનીમૂન માટે શિમલા ખાસ સ્થળ છે. અહીં સ્થાનિક ઉપરાંત વિદેશી પર્યટકો પણ જોવા મળશે. (Photo - Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Manali-4.jpg)
મનાલી હિમાચલ પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે. મનાલી સમુદ્ર સપાટીથી 2050 મીટરની ઉંચાઇ પર આવેલું સુંદર સ્થળ છે. મનાલી ખાસ કરીને હિમાલયના પર્વત, લીલાછમ જંગલો અને એડવેન્ચર સ્પોર્ટ્સ એક્ટિવિટી પ્રવાસીઓને ખેંચી લાવે છે. અહીં ઘણા પ્રાચીન મંદિરો અને મઠો પણ છે. મનાલી હનીમૂન માટે એક બેસ્ટ ડેસ્ટિનેશન છે. (Photo - Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Kasauli.png)
કસૌલી હિમાચલ પ્રદેશનું એક નાનું હિલ સ્ટેશન છે, જે સોલન જિલ્લામાં આવે છે. કસૌલી સમુદ્ર સપાટીથી 1800 મીટરની ઉંચાઇ પર આવેલું હોવાથી અહીં ઉનાળામાં પણ ગરમીનો અનુભવ થતો નથી. કસૌલીનો અદભુત માહોલ પ્રવાસીઓનું દિલ જીતી લે છે. કસૌલીમાં ફરવા માટે ઘણા સ્થળો છે. કુદરત પ્રેમીઓ માટે કૌસલી સ્વર્ગ સમાન છે. (Photo - Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Kufri.jpg)
કુફરી હિમાલય પર્વતની તળેટીમાં વસેલું હિમાચલ પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે. કુફરીના લીલાછમ જંગલો અને બરફથી ઢંકાયેલા પર્વત જોઇ પ્રવાસી અદભુત અનુભવ કરે છે. અહીં જોવાલાયક કુદરતી દ્રશ્યો જોઇને તમે આ સ્થળના ચાહક બની જશો. વિકેન્ડ તેમજ હનીમૂન માટે આ જગ્યા ખૂબ જ ખાસ છે. તમે વર્ષના કોઈપણ મહિનામાં અહીં ફરવા આવી શકો છો. (Photo - Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/spiti-valley.jpg)
સ્પીતિ વેલી હિમાચલ પ્રદેશનું એક સુંદર ફરવા લાયક સ્થળ છે. સ્પીતિ વેલી અનેક પ્રાચીન બૌદ્ધ મઠોનું પણ ઘર છે, જે તેના સાંસ્કૃતિક આકર્ષણમાં વધારો કરે છે. સ્પીતિ વેલીમાં પ્રવાસીઓ ટ્રેકિંગ, કેમ્પિંગ અને માઉન્ટેન બાઈકિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટીનો આનંદ માણે છે. અહીં તમને ફરવા માટે ઘણા સુંદર વિકલ્પો પણ મળશે. (Photo - Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Kullu.png)
કુલ્લુ હિમાચલ પ્રદેશની એક સુંદર વેલી છે. કુલ્લુ ખાસ કરીને તેની કુદરતી સુંદરતા માટે પ્રખ્યાત છે. કુલ્લુ સમુદ્ર સપાટીથી 1279 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. અહીં ઘણા પ્રાચીન મંદિરો પણ આવેલા છે તેમજ પ્રવાસીઓ માટે આસપાસ ફરવા ઘણા સુંદર સ્થળો છે. મનાલી કુલ્લુની ખૂબ જ નજીક છે. મનાલી આવતા પ્રવાસીઓ કુલ્લુ ચોક્કસ જાય છે. (Photo - Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Dalhousie-1.jpg)
ધર્મશાલા હિમાચલ પ્રદેશનું એક સુંદર હિલ સ્ટેશન છે અને ફરવા માટે પ્રખ્યાત સ્થળછે. ધર્મશાલા સમુદ્ર સપાટીથી 1457 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. ધર્મશાલા તિબેટિયન સંસ્કૃતિ, કુદરતી સૌંદર્ય અને બૌદ્ધ મઠો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. ફરવાથી લઇ હનીમૂન માટે ધર્મશાલા ખૂબ જ ખાસ છે. અહીં વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ફરવા આવે છે. (Photo - HPTDC.com)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Dharamshala.jpg)
ડેલહાઉસી હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં આવેલું અદભૂત અને સુંદર હિલ સ્ટેશન છે. ડેલહાઉસી ધૌલાધાર પર્વતમાળાની વચ્ચે વસેલું છે. ડેલહાઉસીની આસપાસ પાઈન અને ઓકના ઝાડના ગાઢ જંગલો છે. અહીં તમને ફરવા માટે ઘણા વિકલ્પ પણ મળશે. આ હિલ સ્ટેશન અનેક પ્રાચીન મંદિરો, ચર્ચ અને સ્મારકોનું પણ ઘર છે. (Photo - Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Shimla-1.jpg)
બીર બિલિંગ હિમાચલ પ્રદેશનું એક પ્રખ્યાત હિલ સ્ટેશન છે. બીર બિલિંગ પેરાગ્લાઇડિંગ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. શાંત વાતાવરણ પ્રવાસઓને અહીં ખેંચી લાવે છે. અહીં વીકેન્ડમાં પ્રવાસીઓની ભારે ભીડ રહે છે. (Photo - Himachal Pradesh Tourism)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Palampur.jpg)
પાલમપુર હિમાચલ પ્રદેશની કાંગડા ખીણમાં વસેલું એક હિલ સ્ટેશન છે. પાલમપુર સમુદ્ર સપાટીથી 1000 મીટરની ઉંચાઇ પર સ્થિત છે. પાલમપુરનું કુદરતી સૌંદર્ય પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરે છે. અહીં ચાના બગીચા છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, પેરાગ્લાઇડિંગ અને રિવર રાફ્ટિંગની મજા માણી શકે છે. ઉનાળા વેકેશન કે લાંબા વિકેન્ડ પ્રવાસ માટે પાલમપુર ખુબ જ ખાસ સ્થળ છે. (Photo - Himachal Pradesh Tourism)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us