July Monsoon Trip: જુલાઈ ચોમાસામાં આ 5 સ્થળ ખીલી ઉઠે છે, કુદરતના ખોળે સુખદ અનુભવ
Top 5 Places to Visit in India in July Monsoon Trip: જુલાઇ મહિનામાં ચોમાસાના વરસાદી માહોલમાં ફરવાની મજા જ અલગ હોય છે. વરસાદ, વાદળ અને કુદરતી નજારો માણવા માટે જુલાઇમાં આ 5 સ્થળોની મુલાકાત લેવી જોઇએ. અહીં પ્રવાસીઓ કુદરતના ખોળે હોવાનું અનુભવે છે.
ચોમાસાના વરસાદમાં જુલાઇમાં ફરવા લાયક 5 હિલ સ્ટેશન ઉનાળાની ગરમ બાદ ચોમાસાના વરસાદમાં ફરવાના કંઇક અલગ જ મજા હોય છે. ચોમાસાના મદમસ્ત ઠંડા વાતાવરણમાં વરસાદની મજા સાથે કુદરતી નજારો માણવા મળે છે. જો તમે પાર્ટનર, પરિવાર કે મિત્રો સાથે ફરવા જવાનું વિચારો છો તો અહીં જુલાઇમાં શ્રેષ્ઠ 5 મોનસૂન ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિશે જાણકારી આપી છે. આ ચોમાસામાં આ સ્થળોની મુલાકાત યાદગાર બની રહે છે. (Photo: Freepik)
સાપુતારા હિલ સ્ટેશન : Saputara Hill Station ગુજરાતનું સાપુતારા હિલ સ્ટેશન ચોમાસાના વરસાદમાં ખીલી ઉઠે છે. સહૃયાદ્રી પર્વતમાળામાં વસેલા સાપુતારા પર ચોમાસામાં શિમલા મનાલી જેવું વાતાવરણ હોય છે. ઉંચા પહાડ, વાદળ, વરસાદ, ગાઢ ધુમ્મસ, નદી ઝરણાંનો સુંદર નજારો અને ઠંડી વાતાવરણ મનને શાંત કરે છે. અમદાવાદથી સાપુતારા 400 કિમી દૂર છે. (Photo: Social Media)
માઉન્ટ આબુ હિલ સ્ટેશન : Mount Abu Hill Station માઉન્ટ આબુ રાજસ્થાનનું એક માત્ર હિલ સ્ટેશન છે, જે ગુજરાતીઓનું પ્રિય પ્રવાસ સ્થળ છે. અરવલ્લીના પહાડોમાં વસેલું માઉન્ટ આબુ ચોમાસાના વરસાદમાં મનમોહક દેખાય છે. ચોમાસામાં વાદળોથી ઘેરાયેલા માઉન્ટ આબુ પર ગાઢ ધુમ્મસ જોઇ પ્રવાસીઓ રોમાંચ અનુભવે છે. કુદરતી ઝરણાં, લીલાછમ જંગલ અને ઠંડી હવા પ્રવાસીઓને શહેરના ઘોંઘાટથી દૂર શાંતિનો અનુભવ કરાવે છે. (Photo: Social Media)
આભાપરા હિલ સ્ટેશન : Abhapara Hill જામનગર પાસે આવેલું આભાપરા હિલ સ્ટેશન સુંદર સ્થળ છે. જામનગરથી આભાપરા 90 કિમી દૂર છે. ખાસ કરીને ચોમાસાના વરસાદમાં અહીંનો કુદરતી નજારો જોવાલાયક હોય છે. વાદળો સાથે વાત કરતા લીલાછમ પહાડો, ઉંડી ખીણ, તળાવ પ્રવાસને રોમાંચક બનાવે છે. અહીં પ્રવાસીઓ ટ્રેકિંગ, કેપ્ટિંગ જેવી એડવેન્ચર એક્ટિવ કરી શકે છે. અહીં જાતને કુદરત સાથે જોડવાની તક મળે છે. (Photo: Social Media)
લોનાવાલા ખંડાલા : Lonavala Khandala લોનાવાલા ખંડાલા મહારાષ્ટ્રના પ્રખ્યા હિલ સ્ટેશન છે, જે ચોમાસાના વરસાદ બાદ સોળે કળાએ ખીલી ઉઠે છે. સહ્યાદ્રી પર્વતમાળામાં પ્રવાસીઓ કુદરતીના ખોળે હોવાનો અનુભવ કરે છે. લોનાવાલા ખંડાલામાં પર્વતના વળાંકવાળા સાંકડા રસ્તા પરથી પસાર થતી વખતે પ્રવાસીઓ રોમાંચિત થાય છે. ગાઢ ધુમ્મસ, ઝરમર વરસાદ અને ઝરણાં જોઇ મન નાચી ઉઠે છે. મુંબઇથી લોનાવાલા ખંડાલા લગભગ 85 કિમી દૂર છે. (Photo: Social Media)
માંડુ : Mandu માંડુ ગુજરાતને અડી મધ્યપ્રદેશમાં આવેલું સુંદર સ્થળ છે, જ્યાં પ્રવાસીઓ પ્રકૃતિ અને સંસ્કૃતિનો એક સાથે સુંદર નજારો જોઇ શકે છે. વિંધ્યાંચલની પર્વતમાળામાં 2079 ફુટ ઉંચાઇ પર વસેલું માડું 13 કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. માંડવગઢ નામથી પ્રસિદ્ધ માંડુ 1000 વર્ષ જુનો ઇતિહાસ ધરાવે છે. અહીંના બાજ બહાદુર ખાન અને રાણી રૂપમતીની પ્રેમ કહાણી ઘણી પ્રસિદ્ધ છે. અહીંના ઐતિહાસિક સ્મારકોની રચના અને કોતરણી જોઇ મુલાકાતીઓ આશ્ચર્યચકિત થાય છે. ચોમાસાના વરસાદમાં માંડુના નજારો મનમોહક હોય છે. (Photo: Social Media)