ભારત ટોપ 5 ઈલેક્ટ્રિક સ્કૂટર, કિંમત 1 લાખ થી ઓછી, ઓલા થી હીરો સુધીના Electric Scooters પર નજર
Top 5 Electric Scooters Under 1 Lakh In India: ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતમાં લોકપ્રિય થઇ રહ્યા છે. અહીં 1 લાખથી ઓછી કિંમતના ભારતીય બજારમાં ઉપલબ્ધ ટોપ 5 ઇલેક્ટ્રિક સ્કૂટર્સની યાદી આપવામાં આવી છે.
1 લાખ થી ઓછી કિંમતના ઇલેક્ટ્રિ સ્કૂટર્સ (Electric Scooters Under Rs 1 Lakh) ઇલેક્ટ્રિક વ્હીકલ ભારતમાં લોકપ્રિય થઇ રહ્યા છે. ભારતના લોકોમાં ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનો ટ્રેન્ડ વધી ઝડપથી વધી રહ્યો છે. લોકો માટે મોંઘા પેટ્રોલના પૈસા બચાવવા માટે આ એક મોટો રસ્તો બની રહ્યો છે, હકીકતમાં લોકોને પેટ્રોલના મોંઘા ખર્ચમાંથી રાહત મળી શકે છે. જો તમે ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં તમારા માટે 5 ઇલેક્ટ્રિક ટુ વ્હીકલના વિકલ્પ રજૂ કરવામાં આવ્યા છે, સૌથી ખાસ વાત એ છે કે, આ તમામ ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 1 લાખ રૂપિયાથી ઓછી છે.
ઓલા એસ1 એક્સ (Ola S1 X) ઓલા ઈલેક્ટ્રિકનું આ નવું ઓલા એસ1 એક્સ ઈલેક્ટ્રિક સ્કૂટર એક લાખથી ઓછા બજેટમાં 3 બેટરી વિકલ્પો સાથે ઉપલબ્ધ છે. આ માં; 2kW, 3kW અને 4kW સહિત. કંપનીએ તેના લેટેસ્ટ ઇલેક્ટ્રિક સ્કૂટર S1ની ડિલિવરી શરૂ કરી દીધી છે 2kW બેટરીવાળા Ola ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત 69,999 રૂપિયા છે, 3kW બેટરીવાળા વેરિઅન્ટની કિંમત 84,999 રૂપિયા છે અને 4kW બેટરીથી સજ્જ ઇલેક્ટ્રિક સ્કૂટર 99,999 રૂપિયા (એક્સ-શોરૂમ)માં ખરીદી શકાય છે. કંપનીનો દાવો છે કે આ ઇલેક્ટ્રિક સ્કૂટર સિંગલ ચાર્જ પર 91 કિમીથી 190 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. (Photo - Ola)
TVS iQube ઇલેક્ટ્રિક (TVS iQube Electric) એક લાખના બજેટમાં આવતા ઇલેક્ટ્રિક સ્કૂટર્સની યાદીમાં બીજો વિકલ્પ TVS iQube Electric છે. તેને 94.99 રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે ખરીદી શકાય છે. તેમાં 3.04kWh ક્ષમતાની બેટરી છે જે એક વખત ફુલ ચાર્જ કરવા પર 75 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. બેટરીને સંપૂર્ણ ચાર્જ થવામાં 5 કલાકનો સમય લાગે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને મહત્તમ 78 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. (Photo - TVS)
ઓકિનાવા રિજ પ્લસ (Okinawa Ridge Plus) ઓકિનાવા રિજ પ્લેસ (Okinawa Ridge Plus) ઈલેક્ટ્રિક સ્કૂટર 84,606 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ છે. આ સ્કૂટર એકવાર ફુલ ચાર્જ કર્યા પછી 81 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. આ ઓકિનાવા સ્કૂટર મહત્તમ 45 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. તેમાં 1.7 kWh ક્ષમતાની બેટરી છે. બેટરી 2 થી 3 કલાકમાં ફુલ ચાર્જ થઈ શકે છે. (Photo - Okinawa)
એમ્પીયર ઝીલ ઇએક્સ (Ampere Zeal EX) એમ્પીયર ઝીલ ઇએક્સ પણ એક પાવરફુલ ઇલેક્ટ્રિક સ્કૂટર છે. Ampere Zeal EX ને દિલ્હીમાં 96,690 રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. તેમાં 2.2 kWh ક્ષમતાની બેટરી છે. આ સ્કૂટર એકવાર ફુલ ચાર્જ થવા પર 120 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. લગભગ 5 કલાકમાં બેટરી ફુલ ચાર્જ થઈ શકે છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર મહત્તમ 55 કિમી પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાય છે. (Photo- Ampere Electric)
હીરો ઇલેક્ટ્રિક એટ્રિયા એલએક્સ (Hero Electric Atria LX) હીરો ઇલેક્ટ્રિક એટ્રિયા એલએક્સ હીરો કંપનીનું શાનદાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટરને દિલ્હીમાં 77,690 રૂપિયા (એક્સ-શોરૂમ)ની કિંમતે ખરીદી શકાય છે. તેમાં 51.2V(30Ah) ક્ષમતાની બેટરી છે. બેટરી 4 થી 5 કલાકમાં ફુલ ચાર્જ થઈ શકે છે. કંપનીનો દાવો છે કે તે ફૂલ ચાર્જ પર 85 કિમીની રેન્જ આપવામાં સક્ષમ છે. હીરોનું આ ઇલેક્ટ્રિક સ્કૂટર 25 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકાય છે. ઉપરાંત હીરો ઇલેક્ટ્રિક ફ્લેશ LX ઇલેક્ટ્રિક સ્કૂટર પણ ઉપલબ્ધ છે. જેની કિંમત રૂ. 59,640 (એક્સ-શોરૂમ) છે. (Photo - Hero Electric)