Most expensive Phone : દુનિયાના સૌથી મોંઘા 5 ફોન, સોનાનું કોટિંગ અને મૂલ્યવાન હીરા જડિત, કિંમત સાંભળી ચોંકી જશો
Top 5 Most Expensive Phone In The World : દુનિયાના સૌથી મોંઘા ફોનની કિંમત સાંભળીને માથું ચક્કરાઇ જશે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ કરોડો રૂપિયાની કિંમતનો ફોન વાપરે છે. ચાલો જાણીયે દુનિયાના સૌથી મોંઘા 5 ફોનની કિંમત અને ખાસિયત
Five Top Expensive Phone In The World : દુનિયાના સૌથી મોંઘા 5 ફોન સ્માર્ટફોન જીવન જરૂરિયાતની ચીજ બની ગઇ છે. સ્માર્ટફોન દ્વારા આંગળીના ટેરવે ઘરે બેઠાં ઘણા કામકાજ થઇ જાય છે. 5000 - 10 હજાર રૂપિયાથી લઇ લાખ રૂપિયા સુધીના સ્માર્ટફોન બજારમાં ઉપલબ્ધ છે. સામાન્ય લોકોને આઈફોન કે સેમસંગના લાખ - દોઢ લાખ રૂપિયાના ફ્લેગશિપ ડિવાઇસ મોંઘા લાગે છે, તો અબજોપતિ 300 - 400 કરોડ રૂપિયાની કિંમતના સ્માર્ટફોન વાપરે છે. દુનિયાભરમાં ઘણા ધનિકો અને સેલેબ્રિટી એવા ફોન રાખે છે જેની કિંમત કરોડો રૂપિયા છે. અહીં દુનિયાના સૌથી મોંઘા 5 ફોનની વિશે જાણકારી આપી છે, જેની કિંમત કરોડો રૂપિયા છે. ચાલો જાણીયે આવા ફોનની ખાસિયત (Photo: Freepik)
Falcon Supernova iPhone 6 Pink Diamond Edition જુના આઈફોન 6 મોડલ દુનિયાના સૌથી મોંઘા ફોનની યાદીમાં સૌથી ઉપર છે. તેની કિંમત 400 કરોડ રૂપિયાની (48.5 મિલિયન ડોલર) આસપાસ હોવાનું જણાવાય છે. આ ફોન પર 24 કેરેટ સોનાનું કોટિંગ કરાયેલું છે અને તેના પાછળના ભાગમાં એક પિંક ડાયમંડ (ગુલાબી હીરો) જડેલો છે. એવું કહેવાય છે કે, નીતા અંબાણી સહિત દુનિયાના અમુક જ વ્યક્તિઓ પાસે આ ફોન છે. આ ડિવાઇસ માત્ર ફોન નહીં એક સ્ટેટ્સ સિંબોલ છે. (Photo: Social Media)
iPhone 5 Black Diamond Edition by Stuart Hughes દુનિયાના સૌથી મોંઘા ફોનની યાદીમાં બીજા નંબર પર iPhone 5 Black Diamond Edition છે. લગભગ 100 કરોડ રૂપિયાની કિંમત (લગભગ 15 મિલિયન ડોલર) વાળા આ ફોન એક બ્લેક ડાયમંડ, એક સફાયર ગ્લાસ સ્ક્રીન અને 24 કેરટ ગોલ્ડથી જડિત છે. એવું કહેવાય છે કે, આ ફોન એક ચાઇનીઝ વેપારી પાસે છે, જેને પોતાની માટે સૌથી ખાસ આઈફોન વાપરવાની ઇચ્છા હતી. (Photo: Social Media)
Goldvish Le Million લગભગ 9 કરોડ રૂપિયાની આ ફોનમાં સફેદ સોનું લાગેલું છે. માત્ર એટલું જ નહીં, આ ફોન પર 1200 નાના નાના ડાયમંડ પર લાગેલા છે. એક સમયે આ ફોન પાસે દુનિયાના સૌથી મોંઘા ફોનનું બિરુદ હતું. એવું કહેવાય છે કે, આ ફોનના માત્ર 3 ડિવાઇસ બનાવવામાં આવ્યા છે. મિડલ ઇસ્ટના શાહી પરિવાર પાસે આ ફોન છે. (Photo: Social Media)
Vertu Signature Cobra આ ફોન પર કોબરાની ડિઝાઇન બનેલી છે અને તેમા 439 હીરા જડેલા છે. એવું કહેવાય છે કે, લોકપ્રિય હોલીવુડ સ્ટાર અને અબજોપતિઓમાં આ ફોનનો જબરદસ્ત ક્રેઝ છે. Vertu કંપની હંમેશાથી લક્ઝુરીયસ ફોન બનાવવા માટે પ્રખ્યાત છે. (Photo: Social Media)
Caviar iPhone 14 Pro Max Diamond Snowflake Edition આ ફોનની કિંમત અંદાજે 1.3 કરોડ છે. આ ફોનને રશિયાની લક્ઝુરીયસ બ્રાન્ડ કૈવિપરે તૈયાર કર્યો છે. તેમા 18 કેરેટ સોનું, હીરા અને ટાયટેનિમ જડેલું છે. રશિયાના અબજોપતિઓમાં આ ફોન ઘણો ફેવરિટ છે. (Photo: Social Media)