Top 5 Monsoon Tourist Places In India: ચોમસાના વરસાદમાં ફરવા માટે ભારતમાં ઘણો સ્થળો છે. આ પ્રવાસ સ્થળોએ વરસાદના વાદળો, ધુમ્મસ, નદી - ઝરણમાં અને લીલાછમ પર્વત જોઇ પ્રવાસઓ ખુશ થઇ જાય છે. ગુજરાત નજીક ચોમાસાના વરસાદમાં જોવા લાયક શ્રેષ્ઠ 5 સ્થળ પર ચાલો ફરવા
ઉનાળાની વિદાય થઇ છે અને ચોમાસાના વરસાદની સીઝન શરૂ થઇ છે. ચોમાસાના ઝરમર વરસાદમાં પર્વત અને જંગલ જેવા સ્થળોએ ફરવા જવું જોખમ રહિત નથી અને તેથી તમારે તમારી ટ્રાવેલ ડાયરીમાંથી શિમલા અને મનાલી જેવા સ્થળોને દૂર કરવા જોઈએ. આના બદલે, તમે મુલાકાત લેવા માટે અન્ય સ્થળો પસંદ કરી શકો છો. આ સ્થળોની ખાસ વાત એ છે કે અહીં વરસાદ પડે તો પણ તે ખૂબ જ સુંદર હોય છે. બીજું, આ વિસ્તારોનું કુદરતી સૌંદર્ય જોવા જેવું છે. તો ગુજરાત નજીક ચોમાસાના વરસાદમાં જોવા લાયક શ્રેષ્ઠ 5 સ્થળ પર ચાલો ફરવા, જ્યાં તમે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ફરવા જઈ શકો છો. (Image: Maharashtra Tourism)
મહાબળેશ્વર (Mahabaleshwar) મહારાષ્ટ્રમાં સૌથી સુંદર ચોમાસું મહાબળેશ્વરમાં હોય છે. પશ્ચિમ ઘાટના સતારા જિલ્લામાં આવેલું મહાબળેશ્વરમાં ધાર્મિક પર્યટકોને કૃષ્ણ, કોયના, વેન્ના, સાવિત્રી અને ગાયત્રી નદીઓમાં સ્નાન સાથે મહાદેવ મંદિરમાં પૂજા કરવા માટે આકર્ષિત કરે છે. મહાબળેશ્વરમાં એક હિલ સ્ટેશન પણ છે જ્યાં બોમ્બે પોઇન્ટ, આર્થર સીટ, કેટ્સ પોઇન્ટ અને એલ્ફિન્સ્ટન પોઇન્ટ જેવા ઘણા જોવાલાયક પ્રવાસન સ્થળો છે. (Image: Maharashtra Tourism)
અંબોલી (Amboli) મહારાષ્ટ્રના સિંધુદુર્ગ જિલ્લાનું અંબોલી હિલ સ્ટેશન પ્રકૃતિ પ્રેમીઓ માટે સ્વર્ગ સમાન છે. પશ્ચિમ ઘાટની સહ્યાદ્રી પર્વતમાળામાં વસેલા આ વિસ્તારમાં ગાઢ જંગલો, ધુમ્મસવાળી ખીણો અને સુંદર વનસ્પતિઓ છે. અહીં તમે અંબોલી ધોધ, અંબોલી વન અને શ્રી હિરણ્યકેશી મંદિરના દર્શન કરી શકો છો. અહીં લોકો દૂર-દૂરથી સનસેટ પોઇન્ટ જોવા માટે આવે છે. (Image: Kolhapur Tourism)
લોનાવાલા (Lonavala) લોનાવાલા ગુફાઓનું શહેર અને સહ્યાદ્રીનું ઘરેણું જેવા ઉપનામ તરીકે પ્રખ્યાત છે. કારણ કે આ હિલ સ્ટેશન કેટલીક ખૂબ જ જોવાલાયક લીલીછમ ખીણ, ગુફાઓ અને શાંત તળાવોનું શહેર છે. ચોમાસાના વરસાદની ઋતુમાં લોનાવાલાની સુંદરતા જોઇ પ્રવાસીઓ અત્યંત ખુશ થઇ જાય છે. (Image: Maharashtra Tourism)
પંચગની (Panchgani) જો તમારે રોમાન્સ, શાંતિ અને સાહસ માટે ફરવા જવું હોય તો પંચગની તમારા માટે બેસ્ટ ડેસ્ટિનેશન બની શકે છે. સિડની પોઇન્ટ, ટેબલ લેન્ડ, રાજપુરી ગુફાઓ અને ધુમ ડેમ જેવા ઘણા ફરવા લાયક સ્થળો છે. અહીંનું હવામાન ખૂબ જ સુંદર છે અને દરેક જગ્યાએ લીલીછમ હરિયાળી તમારા મનને ખુશ કરી દે છે. (Image: Maharashtra Tourism)
લવાસા (Lavasa) લવાસા પુણે નજીક આવેલું એક હિલ સ્ટેશન છે, જેની ડિઝાઇન ઇટાલીના શહેર પોર્ટોફિનોથી પ્રેરિત છે. પરંતુ અહીંના રસ્તા અને સુંદર સવાર-સાંજ જોઈને તમારું મન પ્રસન્ન થઈ જશે. ઉપરાંત તમે અહીં ઘણી એક્ટિવિટી કરી શકો છો. તો જો તમે વરસાદની ઋતુમાં ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો તમે આ સ્થળોની પસંદગી કરી શકો છો. (Image: Wikimedia)