Best Tourist Places In Rajasthan : રાજસ્થાનમાં ફરવા લાયક ઘણા સ્થળો છે, જ્યાં મિત્રો, પાર્ટનર કે પરિવાર સાથે શિયાળાની ગુલાબી ઠંડીમાં પ્રવાસની મજા માણી શકાય છે. ઐતિહાસિક ઇમારત, કુદરતી સૌંદર્ય અને રંગબેરંગી લોકસંસ્કૃતિ જોઇ આશ્ચર્યચકિત થઇ જવાય છે.
Famous Tourist Places In Rajasthan : રાજસ્થાનના પ્રખ્યાત પ્રવાસ સ્થળ રાજસ્થાનમાં ફરવા લાયક ઘણા સ્થળો છે, જ્યાં શિયાળાની ગુલાબી ઠંડીની મજા માણી શકાય છે. વૈભવી મહેલ, ઐતિહાસિક કિલ્લા, શૂરવીરોની કહાણી અને રંગબેરંગી લોકસંસ્કૃતિનો અનુભવ કરવા માટે રાજસ્થાન સૌથી શ્રેષ્ઠ સ્થળ છે. અહીં શિયાળામાં ફરવા લાયક રાજસ્થાનના 5 પ્રવાસ સ્થળો વિશે જાણકારી આપી છે. (Photo: Rajasthan Tourism)
જયપુર રાજસ્થાનનું પાટનગર અને સિટી સિટી તરીકે પ્રખ્યાત જયપુર એક અદભુત શહેર છે. રાજસ્થાનનો ઇતિહાસ, સંસ્કૃતિ અને વૈભવી આમેર કિલ્લો જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. હવા મહેલ, આલબર્ટ મ્યુઝિયમ, બિરલા મંદીર, સહિત ઘણા જોવાલાયક ઐતિહાસિક સ્થળો છે. અહીં રાજસ્થાનનું પરપંરાગત ભોજનનો સ્વાદ માણવા મળે છે. (Photo: Rajasthan Tourism)
જોધપુર રાજસ્થાનનું જોધપુર બ્લૂ સિટી તરીકે ઓળખાય છે, જે શિયાળાની ઠંડીમાં ફરવાનું શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ઐતિહાસિક મેહરાનગઢ કિલ્લો જોવાલાયક છે. અહીંના બધા જ ઘર વાદળી રંગથી રંગાયેલા હોય છે, આથી જ તેને બ્લૂ સિટી કહેવાય છે. (Photo: Rajasthan Tourism)
પુષ્કર પુષ્કર રાજસ્થાનનું ઐતિહાસિક, ધાર્મિક અને સાંસ્કૃતિ સ્થળ છે. ભગવાન બ્રહ્માજીનું એક માત્ર મંદિર પુષ્કરમાં આવેલું છે. 52 ઘાટથી સુશોભિત પુષ્કર તળવાના કિનારે ઘણા મંદિરો છે. કારતક પૂનમ પર અહીં વિશ્વ પ્રસિદ્ધ પુષ્કર મેળો ભરાય છે, જેમા દેશ વિદેશ માંથી લાખો પ્રવાસીઓ આવે છે. અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, સ્પર્ધાઓ અને ઉંટ દોડની હરિફાઇની મજા માણવા મળે છે. (Photo: Rajasthan Tourism)