Top 5 Waterfalls: ભારતના 5 શ્રેષ્ઠ ધોધ, જેને જોઇ પ્રવાસીઓ થઇ જાય છે મંત્રમુગ્ધ, જાણો ફરવા જવાનો સમય
Top 5 Waterfalls India: ભારતમાં ઘણા ધોધ અને ઝરણમાં આવેલા છે, જે ઉનાળા અને ચોમાસામાં ફરવાના શ્રેષ્ઠ સ્થળ છે. અહીં ભારતના શ્રેષ્ઠ 5 ધોધના નામ અને ફરવા જવાના સમયની જાણકારી આપી છે.
પ્રવાસ એટલે ફરવા જવાનું બધા લોકોને ગમે છે. ઘણા લોકો નેચર લેવર હોય છે, જેમને કુદરતી દ્રશ્યો, જંગલો, વહેતી નદી અને ઝરણાં જોવાનો બહુ શોખ હોય છે. જો તમે પણ પ્રકૃતિ પ્રેમી છો અને નેચર સ્પોર્ટ એક્સપ્લોર કરવા માંગો છો તો અહીં ભારતના 5 શ્રેષ્ઠ ધોધ વિશે સંપૂર્ણ જાણકારી આપવામાં આવી છે. (Photo - Chhattisgarh Tourism)
દૂધસાગર ધોધ, ગોવા (Dudhsagar Falls, Goa) દૂધસાગર ધોધ ગોવાની એક સુંદર કુદરતી અજાયબી અને ભારતના સૌથી પ્રસિદ્ધ ધોધ પૈકીનું એક છે . દૂધ સાગર નામ પ્રમાણ પહાડ પરથી દૂધ જેવા સફેદ સ્પષ્ટ પાણીનો ધોધ જોઇ પ્રવાસીઓને મજા પડે છે. પશ્ચિમ ઘાટની હરિયાળીથી ઘેરાયેલો, ધોધ એક રમણીય પ્રવાસન સ્થળ છે. પહાડ પરથી પડતા પાણીનો શક્તિશાળી અવાજ અને હવામાં અલૌકિક ઝાકળ છે નયનરમ્ય દ્રશ્ય સર્જે છે. દૂધસાગર ફરવા જવાનો શ્રેષ્ઠ સમય : ચોમાસા પછી - સપ્ટેમ્બરથી એપ્રિલ દૂધસાગર કેવી રીતે પહોંચવું : દૂધસાગર જવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન - કોલેમ (કુલેમ) (દક્ષિણ મધ્ય રેલ્વે) છે. કોલેમથી જીપ ભાડે કરીને કે ખાનગી વાહનમાં અહીં પહોંચી શકો છો તેમજ ભગવાન મહાવીર વન્યજીવ અભયારણ્યનો પ્રવાસ પણ માણી શકાય છે. (Photo - Dudhsagar Falls Tourism)
જોગ ધોધ, કર્ણાટક (Jog Falls, Karnataka) જોગ ધોધ કર્ણાટકના શિમોગા જિલ્લામાં આવેલો અદભૂત ધોધ છે. આ ધોધનું પાણી ચાર ફાંટામાં 830 ફૂટની ઊંચાઈએથી નીચે પડે છે. ધોધની આસપાસ લીલાછમ જંગલો છે અને ચોમાસા દરમિયાન અહીંનો નજારો જોવા લાયક હોય છે. આ ધોધ જોવાની સાથે સાથે એડવેન્ચર એક્ટિવિટી અને વાઇડ લાઇફ જોવાની મજા માણી શકાય છે. જોગ ધોધ ફરવા જવાનો શ્રેષ્ઠ સમય: જૂન થી સપ્ટેમ્બર (ચોમાસું) જોગ ધોધ કેવી રીતે પહોંચવું: જોગ ધોધ જવા માટે નજીકનું રેલ્વે સ્ટેશન - શિમોગા છે અને નજીકનું એરપોર્ટ - મેંગલોર એરપોર્ટ છે. તમે બેંગ્લોરથી શિમોગા માટે બસ અને શિમોગાથી જોગ માટે ખાનગી વાહન ભાડે કરી પહોંચી શકો છો. (Photo - Karnataka Tourism)
બહુતી ધોધ, મધ્ય પ્રદેશ (Bahuti Waterfalls, Madhya Pradesh) બહુતી ધોધ મધ્યપ્રદેશના રીવા જિલ્લામાં આવેલો પ્રસિદ્ધ ધોધ છે. કુદરતી સૌંદર્ય વચ્ચે લગભગ 145 મીટર ઉંચાઇથી નીચે પડતી સેલાર નદી એક સુંદર ધોધ બનાવે છે. આ ધોધને ભારતના સૌથી ઓછા જાણીતા પરંતુ અદભુત પ્રવાસન સ્થળોમાં ગણવામાં આવે છે. ઉપરાંત, આ ધોધ મધ્યપ્રદેશમાં સેલાર નદીનો સૌથી ઊંચો ધોધ છે. આ ધોધ ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠે છે ત્યારે જોવા લાયક હોય છે. બહુતી ધોધ ફરવા જવાનો શ્રેષ્ઠ સમય : જુલાઈથી ઓક્ટોબર બહુતી ધોધ કેવી રીતે પહોંચવું : આ સ્થળ રોડ માર્ગ મધ્યપ્રદેશના મુખ્ય શહેરો સાથે જોડાયેલ છે. તમે રીવા થી બસ મારફતે અહીં પહોંચી શકો છો, જે નજીકનું શહેર છે. (Photo - Madhya Pradesh Tourism)
ચિત્રકૂટ ધોધ, છત્તીસગઢ (Chitrakoot Waterfall, Chhattisgarh) ચિત્રકોટ ધોધ છત્તીસગઢના બસ્તર પ્રદેશમા આવેલું એક આકર્ષક પ્રવાસ સ્થળ છે. પ્રવાસીઓને છત્તીસગઢમાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, આદિવાસી સમુદાયો અને અદભૂત પરંપરાઓનો પરિચય થાય છે. આ ધોધ કુદરતી સુંદરતાનો અનુભવ કરવાની અને ભારતના ઓછા જાણીતા પણ અદભુત સ્થળોની મજા માણવાની ઉત્તમ તક આપે છે. ચિત્રકુટ ધોધ અને આસપાસની કુદરતી સુંદરતા જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. ચિત્રકુટ ધોધ ફરવા જવાનો શ્રેષ્ઠ સમય : જુલાઈથી ઓક્ટોબર ચિત્રકુટ ધોધ કેવી રીતે પહોંચવું: ચિત્રકુટ ધોધ જવા માટે નજીકનું એરપોર્ટ – રાયપુર છે જે 284 કિમી દૂર આવેલુ છે. તો નજીકનું રેલ્વે સ્ટેશન – જગદલપુર સ્ટેશન છે. તમે રાયપુર થી બસ મારફતે બસ્તર આવી શકો છો અને ત્યાંથી સ્થાનિક ખાનગી વાહનો ભાડે કરી ચિત્રકુટ ધોધ પહોંચી શકો છો. (Photo - Chhattisgarh Tourism)
અથિરાપલ્લી ધોધ, કેરળ (Athirapally Falls, Kerala) અથિરાપલ્લી ધોધ કેરળનો અદભુત નેચરલ સ્પોટ છે. આ ધોધ 80 ફુટની ઉંચાઇ અને 330 ફુટનો ઘેરાવો ધરાવે છે. તે હરિયાળી અને ગાઢ જંગલોથી ઘેરાયેલ તેની અદભૂત કુદરતી સૌંદર્યથી મુલાકાતીઓને મોહિત કરે છે. ફોટોગ્રાફી માટે સુલભ અને લોકપ્રિય આ ધોધ મનોરંજનની પ્રવૃત્તિઓ નજીકના આકર્ષણો અને પ્રાચીન ભારતીય સાહિત્ય અને પૌરાણિક કથાઓમાં રહેલા સાંસ્કૃતિક મહત્વ સાથે પ્રવાસીઓને પણ આકર્ષિત કરે છે. અથિરાપલ્લી ધોધ ફરવા જવાનો શ્રેષ્ઠ સમયઃ સપ્ટેમ્બર થી જાન્યુઆરી અથિરાપલ્લી ધોધ કેવી રીતે પહોંચવું: અથિરાપલ્લી ધોધ જવા માટે નજીકનું એરપોર્ટ - કોચી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને નજીકનું રેલ્વે સ્ટેશન - ચાલકુડી છે. તમે ચલાકુડી (55 કિમી) અથવા કોચી (36 કિમી) થી અથિરાપલ્લી ધોધ માટે બસ અથવા ટેક્સી કરી પહોંચી શકો છે. (Photo - Kerala Tourism)