પ્રવાસઃ એડવેન્ચર અને ટ્રેકિંગનો શોખ છે? ભારતના ટોપ 7 એડવેન્ચર ટુરિસ્ટ સ્થળ પર સાહસ અને રોમાંચની મજા જાણો
Top 7 Adventure Tourist Places In India: પ્રવાસ સાથે એડવેન્ચર ટુરની મજા સમગ્ર પ્રવાસને યાદગાર બનાવે છે. અહીં ભારતના ફેમસ 7 એડવેન્ચરસ સ્પોટ્સ વિશે માહિતી આપી છે ત્યાં તમે પ્રવાસની સાથે એડવેન્ચરનો રોમાંચ માણવા મળશે.
Top 7 Adventure Tourist Places In India: ભારતમાં ફરવા માટે ઘણા સ્થળો છે જ્યાં પ્રવાસીઓ પ્રવાસની સાથે ટ્રેડિંગ, રાઇડિંગ અને પેરાગ્લાઈડિંગ જેવી એડવેન્ચર એક્ટિવિટી માણી શકે છે. એડવેન્ચર થી પ્રવાસ વધુ યાદગાર બની જાય છે. અહીં ભારતના સૌથી પ્રખ્યાત 7 એડવેન્ચર ટુરના સ્થળો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમને પ્રવાસની સાથે એડવેન્ચર અને સાહસીક એક્ટિવિટીની મજા માણવા મળશે.
બીર બિલીંગ, હિમાચલ પ્રદેશ (Bir Billing, Himachal Pradesh) હિમાચલ પ્રદેશનું કાંગડા જિલ્લામાં આવેલું બીર બિલિંગ એડવેન્ચર માટેનું પ્રખ્યાત સ્થળ છે. આ સ્થળ પર્વત અને જંગલથી ઘેરાયેલું એક રમણીય પ્રવાસન સ્થળ છે. ઉંચા પહાડો બીર બલીંગને પેરાગ્લાઈડિંગ કરવા માટે શ્રેષ્ઠ સ્થળ બનાવે છે. આથી જ બીર બિલીંગને ભારતનું પેરાગ્લાઈડિંગ કેપિટલ કહેવામાં આવે છે.(Photo - Social Media)
ઋષિકેશ, ઉત્તરાખંડ (Rishikesh, Uttarakhand) ઉત્તરખંડનું ઋષિકેશ એક ધાર્મિક પ્રવાસન સાથે સાથે એડવેન્ચર સ્પોટ્સ છે. ગંગા નદી કિનારે આવેલા ઋષિકેશમાં ગંગા નદીમાં રાફ્ટિંગ, રોક અને ક્લિફ ક્લાઇમ્બિંગ યાદગાર અનુભવ બની રહે છે. ઋષિકેશના જંગલમાં સર્વાઇવલ કેમ્પમાં ભાગ લેવો અને બંજી જમ્પિંગ જેવી પ્રવૃત્તિની મોજ માણો. બંજી જમ્પ ભારતમાં સૌથી ઊંચો 83 મીટર ઊંચો છે – જે તમને સંપૂર્ણ 5 સેકન્ડ માટે ફ્રીફૉલમાં છોડી દે છે. (Photo - Social Media)
મનાલી, હિમાચલ પ્રદેશ (Manali, Himachal Pradesh) મનાલી હિમાચલ પ્રદેશનું લોકપ્રિય હિલ સ્ટેશન છે. મનાલીના પર્વત અને ખીણમાં પ્રવાસીઓને ટ્રેકિંગ કરવાનો અદભૂત આનંદ મળે છે. ઉપરાંત બાઇક રાઇડિંગનો પણ રોમાંચ માણવા લાયક હોય છે. મનાલીમાં સુંદર ઢોળાવ વાળા રસ્તા અને લીલાછમ ઉંચા પર્વત અને વૃક્ષો, ખીણ પ્રવાસને યાદગાર બનાવે છે.(Photo - Social Media)
ઓલી, ઉત્તરાખંડ (Auli, Uttarakhand) ઉત્તરાખંડનું હિલ સ્ટેશન ઓલી એક છુપાયેલા રત્ન સમાન છે. ઉંચાઇ પર આવેલું હોવાથી બહુ ઓછા પ્રવાસીઓ ઓલી જાય છે. ઓલીનું કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. સર્પાકાર ઢોળાવ, મનમોહક વાતાવરણ અને પર્વતની ટોચથી દેખાતા સુંદર દ્રશ્ય આંખોને ઠંડક આપે છે. અહીં ટ્રેકિંગ કરવા માટે ઘણા સ્થળો છે જે પ્રવાસને યાગદાર બનાવે છે. (Photo - Social Media)
ગુલમર્ગ, જમ્મુ કાશ્મીર (Gulmarg, Jammu and Kashmir) જમ્મુ કાશ્મીરના બારામુલામાં આવેલું ગુલમર્ગ ફેમસ ટુરિસ્ટ સ્પોટ્સ છે. લીલાછમ મેદાન અને પહાડ, આસપાસનું વાતાવરણ જોઇ પ્રવાસીઓને સ્વિર્ત્ઝલેન્ડની યાદ અપાવે છે. ગુલમર્ગ ઉંચાઇ પર આવેલું છે અને ભારે હિમવર્ષા થાય ત્યારે સમગ્ર શહેર બરફથી ઢંકાઇ જાય છે. હિમવર્ષ થાય ત્યારે અહીં હેલી સ્કીઇંગ એક્ટિવિટીનું સાહસ કરવા પ્રવાસીઓ આવે છે.(Photo - Social Media)
ઓલી, ઉત્તરાખંડ (Auli, Uttarakhand) ઉત્તરાખંડનું હિલ સ્ટેશન ઓલી એક છુપાયેલા રત્ન સમાન છે. ઉંચાઇ પર આવેલું હોવાથી બહુ ઓછા પ્રવાસીઓ ઓલી જાય છે. ઓલીનું કુદરતી સૌંદર્ય જોઇ પ્રવાસીઓ આશ્ચર્યચકિત થઇ જાય છે. સર્પાકાર ઢોળાવ, મનમોહક વાતાવરણ અને પર્વતની ટોચથી દેખાતા સુંદર દ્રશ્ય આંખોને ઠંડક આપે છે. અહીં ટ્રેકિંગ કરવા માટે ઘણા સ્થળો છે જે પ્રવાસ ને યાગદાર બનાવે છે. (Photo - Social Media)