Top Rated Electric Cars by Bharat NCAP: મારૂતિ ઇ વિટારા જ નહીં આ ઇલેક્ટ્રિક કાર પણ ધરાવે છે 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, જુઓ યાદી
5 star Bharat NCAP safety rating Electric Cars : ઇલેક્ટ્રિક કાર ખરીદતી વખતે બેટરી રેન્જ સાથે સેફટી રેટિંગ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે. મારૂતિ ઇ વિરાટા ઉપરાંત ટોચની 5 ઇલેક્ટ્રિક કારની જાણકારી આપી છે, જેમને ભારત એનસીએપી ક્રેશ ટેસ્ટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યા છે.
Top rated electric cars by Bharat NCAP : ઇલેક્ટ્રિક કાર ભારતમાં લોકપ્રિય થઇ રહી છે. ઓટો કંપનીઓ પણ એડવાન્સ ફીચર્સ અને પાવરફુલ બેટરી સાથે મોટી સંખ્યામાં બેટર સંચાલિત ઇ કાર લોન્ચ કરી રહ્યા છે. તાજતેરમાં મારૂતિ સુઝુકી દ્વારા તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર મારૂતિ ઇ વિટારા રજૂ કરી છે. આ 7 સીટર મારૂતિ ઇ વિટારા કંપનીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે જેને 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. ભારતીય બજારમાં આવી ઘણી ઇલેક્ટ્રિક કાર છે, જેને Bharat NCAP તરફથી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ મળ્યું છે. અહીં 5 સ્ટાર સેફ્ટી ટેરિંગ ધરાવતી ભારતની ટોપ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણકારી આપી છે, જેમાં મુસાફરી કરવી સુરક્ષિત રહે છે. (Photo: Social Media)
Mahindra XEV 9e : મહિન્દ્રા એક્સઇવી 9ઇ મહિન્દ્રા એક્સઇવી 9ઇ પણ 5 સ્ટાર સેફ્ટી રેટિંગ સાથે સુરક્ષિત ઇલેક્ટ્રિક કાર માનવામાં આવે છે. ભારત એનસીપીએ ક્રેશ ટેસ્ટમાં એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (AOP) માટે સંપૂર્ણ 32/32 સ્કોર અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (COP) માટે 49 અંક માંથી 45 અંક મેળવનાર પ્રથમ ઇલેક્ટ્રિક કાર છે. Mahindra XEV 9e ઇલેક્ટ્રિક કારની કિંમત એક્સ શો રૂમ 21.90 લાખ રૂપિયા થી શરૂ થાય છે. (Photo: Social Media)
Mahindra BE 6 : મહિન્દ્રા બીઇ 6 મહિન્દ્રા મહિન્દ્રા કંપનીની ઉંચો 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી ઇલેક્ટ્રિક કારની યાદીમાં Mahindra BE 6 પણ સામેલ છે. આ બેટરી સંચાલિત મહિન્દ્રા બીઇ 6 કારને Bharat NCAP ક્રેશ ટેસ્ટમાં AOP માટે 32 અંક માંથી 31.97 અંક મળ્યા છે. તો COP માટે 49 અંક માંથી 45 અંક મળ્યા છે. મહિન્દ્રા બીઇ 6 કારની એક્સ શોરૂમ કિંમત 18.90 લાખ થી શરૂ થાય છે. (Photo: Social Media)
Tata Harrier EV : ટાટા હેરિયર ઇવી ટાટા હેરિયર ઇવી 5 સ્ટાર સેફ્ટી રેટિંગ ધરાવતી ટાટા મોટર્સની લોકપ્રિય ઇલેક્ટ્રિક કાર છે. ભારત એનસીપીએ ક્રેશ ટેસ્ટમાં ટાટા હેરિયર ઇવી કારને એડલ્ટ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (AOP) માટે સંપૂર્ણ 32 માંથી 32 અંક અને ચાઇલ્ડ ઓક્યુપન્ટ પ્રોટેક્શન (COP) માટે 49 અંક માંથી 45 અંક મળ્યા છે. Tata Harrier EV કારની એક્સ શો રૂમ કિંમત 21.49 લાખ શરૂ થાય છે અને ટોપ મોડલમાં 30.23 લાખ રૂપિયા સુધી પહોંચે છે. (Photo: Social Media)