મિનિ વેકેશનમાં ‘પહાડોની રાણી’ મસૂરીમાં ફરવા પહોંચી જાવ, આ 5 સ્થળો તમારો મૂડ ફ્રેશ કરી દેશે
Mussoorie Famous Places : ઓગસ્ટ મહિનો શરુ થઇ ગયો છે અને આ મહિનામાં 15 ઓગસ્ટ અને જન્માષ્ટમી પર મિની વેકેશન આવી રહ્યું છે. આ રજાઓમાં તમે પરિવાર કે મિત્રો સાથે પહાડોની રાની મસૂરીમાં ફરવા જઇ શકો છો. ઠંડા પવન, વાદળોથી ઢંકાયેલી ખીણો અને શાંત વાતાવરણ દરેક પ્રવાસીને મોહિત કરે છે.
Mussoorie Famous Places : ઓગસ્ટ મહિનો શરુ થઇ ગયો છે અને આ મહિનામાં 15 ઓગસ્ટ અને જન્માષ્ટમી પર મિની વેકેશન આવી રહ્યું છે. આ રજાઓમાં તમે પરિવાર કે મિત્રો સાથે પહાડોની રાની મસૂરીમાં ફરવા જઇ શકો છો. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં આવેલું મસૂરી એક ખૂબ જ લોકપ્રિય પર્યટન સ્થળ છે. જોકે વધારે ભીડ હોય તો કેટલીક વખતે ત્યાં પહેલાથી રજીસ્ટ્રેશન પણ કરાવવું પડે છે. (તસવીર -સોશિયલ મીડિયા)
ઠંડા પવન, વાદળોથી ઢંકાયેલી ખીણો અને શાંત વાતાવરણ દરેક પ્રવાસીને મોહિત કરે છે. ચોમાસામાં વરસાદની કારણે પ્રકૃતિનો પણ સુંદર નજારો જોવા મળે છે. તમે ત્યાં પ્રકૃતિ સાથે શાંતિ અને સાહસ બંનેનો અનુભવ કરી શકે છે. મસૂરીમાં ફરવા માટે ઘણા અદ્ભુત સ્થળો છે જે દરેકની સફરને યાદગાર બનાવે છે. (તસવીર -સોશિયલ મીડિયા)
ગન હિલ : ગન હિલ મસૂરીમાં બીજું સૌથી ઉંચો પોઇન્ટ છે, જ્યાંથી હિમાલયના શિખરો અને મસૂરીના સમગ્ર વિસ્તારનું અદભુત દૃશ્ય જોઈ શકાય છે. રોપવે દ્વારા અથવા પગપાળા અહીં પહોંચી શકાય છે. સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો ખૂબ જ મનમોહક છે અને ફોટોગ્રાફીના શોખીનો માટે તે સ્વર્ગ જેવું છે. (તસવીર -સોશિયલ મીડિયા)
કેમ્પટી ધોધ : મસૂરથી લગભગ 15 કિમી દૂર સ્થિત કેમ્પ્ટી ધોધ ખૂબ જ સુંદર ધોધ છે. અહીં વહેતું પાણી પર્વતો પરથી પડતા કુદરતી સ્વિમિંગ પૂલ જેવું દૃશ્ય બનાવે છે. લોકો અહીં સ્નાન કરવા, ફોટોગ્રાફી કરવા અને પરિવાર સાથે પિકનિક કરવા આવે છે. નજીકમાં ખાવા-પીવાની દુકાનો અને નાની દુકાનોની ભરમાર પણ છે. (તસવીર -સોશિયલ મીડિયા)
લાલ ટિબ્બા : લાલ ટિબ્બા મસૂરીમાં સૌથી ઊંચો વ્યૂ પોઈન્ટ છે, જે લેન્ડોર વિસ્તારમાં સ્થિત છે. અહીંથી કેદારનાથ અને બદ્રીનાથના બરફથી ઢંકાયેલા શિખરો ટેલિસ્કોપ દ્વારા સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. શાંત વાતાવરણ અને પ્રકૃતિનો અદ્ભુત સંગમ તેને ખૂબ જ ખાસ બનાવે છે. (તસવીર -સોશિયલ મીડિયા)
મોલ રોડ : મોલ રોડ મસૂરીમાં સૌથી વ્યસ્ત અને જીવંત વિસ્તાર છે. તે કાફે, શોપ્સ, ગેમિંગ ઝોન અને સ્થાનિક આર્ટ્સની દુકાનોથી ભરેલો છે. પ્રવાસીઓ અહીં ફરે છે અને ખરીદી કરે છે અને પહાડી ભોજનનો સ્વાદ ચાખે છે. સાંજે, જ્યારે હળવી ઠંડક અને પ્રકાશ હોય છે ત્યારે તેનો નજારો વધુ સુંદર લાગે છે. (તસવીર -સોશિયલ મીડિયા)
કંપની ગાર્ડન : કંપની ગાર્ડન બાળકો અને પરિવાર સાથે મુલાકાત લેવા માટે એક સંપૂર્ણ સ્થળ છે. અહીં રંગબેરંગી ફૂલો, બોટિંગનો આનંદ અને બાળકો માટે ઝૂલા છે. આ એક સારી મેન્ટેઇન કરાયેલ બગીચો છે, જ્યાં તમને પિકનિક મનાવવા અને આરામ કરવાની પુષ્કળ તક મળે છે.