Travel tips : ઉનાળુ વેકેશનમાં ટ્રેનની મુસાફરી કરવાના છો તો તમારે ચોક્કસ જાણવા જોઈએ આ નિયમો
Train Travel Indian Railways Rules : ભારતીય રેલવે એ સુનિશ્ચિત કરવા માટે ઘણા નિયમો બનાવ્યા છે કે મુસાફરોને મુસાફરી દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.
Indian Railways Night Travel Rules: ટૂંક સમયમાં ઉનાળું વેકેશન શરૂ થશે. ત્યારે લોકો વેકેશનનો લાભ લઈને ફરવા નીકળી પડશે. આવી સ્થિતિમાં કેટલાક લોકો કાર તો કેટલાક લોકો રેલવેમાં મુસાફરી કરશે. ભારતીય રેલવે મુસાફરીનું ખૂબ જ અનુકૂળ માધ્યમ છે. મોટાભાગના લોકો ભારતીય રેલવે દ્વારા તેના ઓછા ભાડા અને સગવડતાના કારણે પરિવહનના અન્ય કોઈપણ મોડ પર મુસાફરી કરવાનું પસંદ કરે છે. (photo-freepik)
ભારતીય રેલવેનું વિશાળ નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. આ કારણથી દેશની કનેક્ટિવિટીમાં તેનું મહત્વનું યોગદાન છે. આ કારણોસર, ભારતીય રેલવેને રાષ્ટ્રની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે.(photo-freepik)
ટ્રેનના ભાડા પણ તદ્દન આર્થિક છે. ભારતીય રેલવે એ સુનિશ્ચિત કરવા માટે ઘણા નિયમો બનાવ્યા છે કે મુસાફરોને મુસાફરી દરમિયાન કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે.(photo-freepik)
ઘણી વખત મુસાફરો ફરિયાદ કરે છે કે TTE તેમને રાત્રે જગાડે છે અને તેમની ટિકિટ ચેક કરે છે. તેનાથી તેમની ઊંઘમાં ખલેલ પહોંચે છે. મુસાફરોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ એક ખાસ નિયમ બનાવ્યો છે. (photo- Instagram)
આ નિયમ હેઠળ ટીટીઈ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યાની વચ્ચે ટિકિટ ચેક કરી શકશે નહીં. જો કે, આ નિયમ 10 વાગ્યા પછી ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને લાગુ પડતો નથી, TTEને તે લોકોની ટિકિટ ચેક કરવાની છૂટ છે.(photo- Instagram)
જો તમે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે રાત્રે 10 વાગ્યા પછી ઈયરફોન વગર તમારા મોબાઈલ ફોન પર સંગીત સાંભળો છો અથવા વીડિયો જુઓ છો, તો તેનાથી તમારી સાથે મુસાફરી કરતા મુસાફરોને અસુવિધા થઈ શકે છે.(photo-freepik)
આ સિવાય તમે રાત્રે મોટેથી વાત કરી શકતા નથી. જો તમે આવું કરો છો અને તમારા સાથી મુસાફર ફરિયાદ નોંધાવે છે, તો તમારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે.(photo-freepik)