અમદાવાદથી માત્ર ત્રણ કલાકના અંતરે આવેલા છે આ બે સ્થળ, મળશે ચોમસાની ભરપુર મજા
monsoon travel destination near Ahmedabad : અમદાવાદથી માત્ર 3 કલાકના અંતરમાં જ આવેલી જગ્યાઓ જ્યાં ચોમાસાની ભરપુર મજા માણી શકો છો. એટલું જ નહીં અહીં પહાડો, ઝરણા અને નદીઓનો આનંદ પણ લઈ શકાય છે.
monsoon travel destination near Ahmedabad : અત્યારે સમગ્ર ગુજરાતમાં ચોમાસું બેશી ગયું છે. રાજ્યમાં વરસાદ પણ પડી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત તમામ વિસ્તારોમાં મહેરબાન થયા છે. ત્યારે વરસાદી મૌસમમાં વીકએન્ડની મજા લેવા માટે લોકો નીકળી પડતા હોય છે. (photo-gujarattourism)
રાજ્યની અનેક જગ્યાઓ એવી છે જે ચોમાસા દરમિયાન સોળે કળાયે ખીલી ઉઠે છે. પરંતુ આવી જગ્યાઓ અમદાવાદથી બહુ દૂર છે. ત્યારે અહીં પ્રશ્ન એ પણ થાય કે અમદાવાદ નજીક વરસાદી માહોલની સાચી મજા લેવી હોય તો ક્યાં જવું? કઈ જગ્યાએ જવાથી વીકએન્ડ એકદમ મોજમાં પસાર થાય. (photo-gujarattourism)
અમદાવાદથી માત્ર 3 કલાકના અંતરમાં જ આવેલી જગ્યાઓ જ્યાં ચોમાસાની ભરપુર મજા માણી શકો છો. એટલું જ નહીં અહીં પહાડો, ઝરણા અને નદીઓનો આનંદ પણ લઈ શકાય છે. અહીં આપણે સાબરકાંઠા જિલ્લામાં આવેલા ઈડરિયા ગઠ અને પોલો ફોરેસ્ટ વિશે વાત કરીશું. (photo-gujarattourism)
ઈડરિયો ગઢ : ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલા છે, હાલ પર્વતો પર વન્યની લીલી ચાદર પથરાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.પ્રકૃતિની ગોદમાં પ્રકૃતિ પ્રેમીઓ દૂર દૂરથી કુદરતી વાતાવરણ માણવા આવતા હોય છે. સાબરકાંઠાના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી લોકો ઝરણા જોવા આવી રહ્યાં છે,સાથે સાથે ધોધમાં નહાવાની પણ મજા માણી રહ્યાં છે. (photo-gujarattourism)
અરવલ્લીગીરીમાળામાંના ડુંગર વિસ્તારમાંથી વરસાદી માહોલ વચ્ચે આહ્લાદક નજારો સર્જાયો છે. ઈડર ગઢ તેમજ પહાડો પર ઝરણાઓ વહી રહ્યાં છે, સાથે સાથે વન્યની લીલી ચાદરોથી ગિરિમાળી ઘેરાઈ છે,વરસાદના સમયે દર વખતની જેમ આ વખતે પણ નયનરમ્ય નજારો સર્જાયો છે.કુદરતના નયનરમ્ય દ્રશ્યોને જોઈ પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા છે. (photo-gujarattourism)
પોળો ફોરેસ્ટ પોલોનું જંગલ ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લામાં ઈડરથી વિજયનગર જવાના રસ્તે આવેલું છે. તે હિંમતનગરથી 70 કિમી અને અમદાવાદથી 150 કિમીના અંતરે છે. આ જંગલની વચ્ચે થઇને હરણાવ નદી વહે છે. જેના પર એક મોટો બંધ અને અનેક નાના આડબંધ બાંધવામાં આવ્યા છે. (photo-gujarattourism)
પોલોના જંગલોમાં આપ એક દિવસનો પ્રવાસ માણી શકો છો. બારેય મહિના તમે પોલોના જંગલોમાં આવી શકો છો. ચોમાસામાં આપ અહીં આવશો તો આપને પ્રકૃતિ તેના સોળે કળાએ ખીલેલી દેખાશે. જેને જોઇને આપનું મન પણ પ્રકુલિત થઈ જશે. (photo-gujarattourism)