Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/TVS-Apache-RTR-160-4V-Engine.jpeg)
ટીવીએસ મોટર્સ દ્વારા લોકપ્રિય ટીવીએસ અપાચે આરટીઆર 160 4વી બાઇક નવા અવતારમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ટુ વ્હીલર સેગમેન્ટમાં અપાચે આરટીઆર 160 4V 150-160cc સેગમેન્ટ સૌથી વધુ વેચાતું મોડલ છે. (Photo: TVS Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/TVS-Apache-RTR-160-4V-Speed-Mileage.jpg)
ઓટો કંપનીએ ટીવીએસ અપાચે આરટીઆર 4વી બાઇકના નવા અવતારમાં નાના કોસ્મેટિક અપડેટ્સ અને મિકેનિકલ અપગ્રેડ કર્યા છે અને આ અપડેટ્સના કારણે આ બાઇકની કિંમતમાં હાલના મોડલથી 500 રૂપિયા વધારે છે. જાણો નવી ટીવીએસ મોટરસાઇકલની કિંમત, એન્જિન સ્પીડ અને ફીચર્સ સહિત તમામ વિગત (Photo: TVS Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/TVS-Apache-RTR-160-4V-Price.jpeg)
ટીવીએસ અપાચે આરટીઆર 160 4વીના અપડેટેડ વર્ઝનની કિંમત 1.40 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. ટીવીએસ મોટર્સ કંપનીએ અપાચે આરટીઆર 4વીના નવા અવતારમાં નાના કોસ્મેટિક અપડેટ્સ અને મિકેનિકલ અપગ્રેડ કર્યા છે અને આ અપડેટ્સના કારણે આ બાઇકની કિંમતમાં હાલના મોડલથી 500 રૂપિયા વધારે છે. (Photo: TVS Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/TVS-Apache-RTR-160-4V-Features.jpg)
ટીવીએસ અપાચે આરટીઆર 160 4વી બાઇકની સંપૂર્ણ ડિઝાઇનમાં કોઇ ફેરફાર થયો નથી, આ નેકેડ મોડર્ન રોડસ્ટર પિલિયન સીટ્સ, એલોય વ્હીલ્સ, ટેન્ક એક્સ્ટેન્શન અને ફ્રન્ટ ફેન્ડર પર કોન્ટ્રાસ્ટિંગ રેડ એક્સેન્ટ સાથે નવી ડ્યુઅલ-ટોન ગ્રે કલર સ્કીમ સાતે આવે છે. ટીવીએસ એ આ મોડેલમાં મેટ બ્લેક અને પર્લ વ્હાઇટ સહિતના વર્તમાન કલર ઓપ્શન યથાવત્ રાખ્યા છે. (Photo: TVS Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/TVS-Apache-RTR-160-4V-Speed.jpg)
અન્ય મુખ્ય અપગ્રેડ 37 એમએમ અપસાઇડ ડાઉન ફ્રન્ટ ફોર્ક્સનો ઉમેરો છે, જે આ ફીચર્સ મેળવનાર આ સેગમેન્ટની પ્રથમ બાઇક બનાવે છે. ફોર્ક્સ પર ગોલ્ડન ફિનિશ પણ બાઇકનો લુક વધારે છે. અન્ય મોટો ફેરફારમાં નવો ડ્યુઅલ બેરલ બુલપઅપ એક્ઝોસ્ટ છે જે બેઝિયર એક્ઝોસ્ટ નોટ જનરેટ કરે છે. આ ઉપરાંત અપાચે આરટીઆર 160 4વીમાં બાકીની વિગતો પહેલા જેવી જ છે. (Photo: TVS Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/TVS-Apache-RTR-160-4V-Mileage.jpg)
જો ફીચર્સની વાત કરવામાં આવે તો ટીવીએસ અપાચે આરટીઆર 160 4વી સેગમેન્ટમાં સૌથી બેસ્ટ બાઈક છે. તે સંપૂર્ણપણે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ જેવા ફીચર્સથી સજ્જ છે જે TVS SmartXonnect TM ટેકનોલોજીથી સજ્જ છે જે બ્લૂટૂથ કનેક્ટિવિટીને સક્ષમ કરે છે, જે ટર્ન-બાય-ટર્ન નેવિગેશન, કોલ અને એસએમએસ એલર્ટ અને વોઇસ આસિસ્ટ પ્રદાન કરે છે. તેમાં એલઇડી હેડલેમ્પ્સ અને ટેઇલલેમ્પ્સ, ગ્લાઇડ થ્રૂ ટેકનોલોજી (જીટીટી) અને એડજેસ્ટેબલ બ્રેક અને ક્લચ લીવર પણ આવે છે. (Photo: TVS Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/TVS-Apache-RTR-160-4V-Engine-Mileage.jpg)
ટીવીએસ અપાચે આરટીઆર 160 4વી બેસ્ટ-ઇન-ક્લાસ પાવર પ્રદાન કરે છે. આ બાઇકમાં 159.7સીસી, ઓઇલ-કૂલ્ડ, ફ્યુઅલ-ઇન્જેક્ટેડ, 4-વાલ્વ એન્જિન આપવામાં આવ્યું છે જે 9250 rpm પર 17.55 PS અને 7500 rpm પર 14.73 Nm પીક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં 5 સ્પીડ ગિયરબોક્સ આવે છે. તે તેના સેગમેન્ટમાં એકમાત્ર બાઇક છે જે મલ્ટીપલ રાઇડ મોડ્સ - સ્પોર્ટ, અર્બન અને રેઇન સાથે આવે છે. (Photo: TVS Motor)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/11/TVS-Apache-RTR-160-4V-Engine-Mileage-1.jpg)
ટીવીએસ અપાચે આરટીઆર 160 4વી બાઇકની કિંમત 1.40 લાખ રૂપિયા એક્સ શોરૂમ છે. અપાયે આરટીઆર 160 4વી બાઇકની સીધી ટક્કર બજાજ પલ્સર N160, હીરો એક્સટ્રીમ 160R 4V જેવી મોટરસાઇકલ સાથે છે, જેની કિંમત 1.40 લાખ રૂપિયાની આસપાસ છે. (Photo: TVS Motor)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us