Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Hill-Station-24.jpg)
ઉત્તરાખંડ ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ઉત્તરાખંડમાં બરફથી ઠંકાયેલા પહાડ, ઠંડી આબોહવા, લીલાછમ જંગલ, વહેતી નદીઓ પ્રવાસીઓને આકર્ષિત કરે છે. ઉત્તરાખંડમાં ઘણા પ્રખ્યાત હિલ સ્ટેશન છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા જાય છે. જો કે અમુક સિક્રેટ હિલ સ્ટેશન પણ છે, જેનું કુદરતી સૌંદર્ય શિમલા મનાલી કરતા પણ સુંદર છે. અહીં ઉત્તરાખંડના આવા જ એક સિક્રેટ હિલ સ્ટેશન એસ્કોટ વિશે જાણકારી આપી છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Hill-Station-25.jpg)
એસ્કોટ હિલ સ્ટેશન ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં આવેલું છે. અસ્કોટ હિલ સ્ટેશન એક સિક્રેટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન કહેવાય છે, કારણ કે તાજેતરના વર્ષોમાં જ અહીં પ્રવાસીઓએ આવવાનું શરૂ કર્યું છે. પિથૌરાગઢના ડીડીહાટમાં સ્થિત એસ્કોટનો અર્થ થાય છે અસ્સી કોટ, એટલે કે એંસી કોટ. હકીકતમાં એક સમયે અહીં એંસી કિલ્લા હતા. જો તમે આ વિસ્તારમાં ફરવા આવશો તો તમને અહીં પ્રાચીન કિલ્લાના અવશેષ જોવા મળશે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Hill-Station-20.jpg)
અસ્કોટકુદરતી સૌંદર્યથી ભરપૂર હિલ સ્ટેશન છે. અહીના સુંદર પ્રાકૃતિક દ્રશ્યો, ખીણ, રસ્તાઓ જોઇ પ્રવાસીઓ આશ્ચર્ય પામે છે. અહીંથી જ માનસરોવરની યાત્રા પણ શરૂ થાય છે. આ વિસ્તારમાં ઘણા સુંદર ઝરણાં અને વ્યૂ પોઇન્ટ છે, જ્યા તમે પાર્ટનર, ફેમિલી કે મિત્રો સાથે ક્વોલિટી ટાઇમ વિતાવી શકો છો. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Hill-Station-21.jpg)
એસ્કોટ સેન્ચ્યુરી અહીનું મુખ્ય આકર્ષણ છે. એસ્કોટ અભ્યારણની સ્થાપના વર્ષ 1986માં થઇ હતી. બરફથી ઢંકાયેલા પહાડો વચ્ચે વન્યજીવોને જોવાનો અનુભવ યાદગાર બની રહે છે. અહીં 15 કિમી દૂર આવેલું જૌબજીબી પણ એક અદભુત સ્થળ છે. કુદરતના ખોળ વસેલા એસ્કોટમાં આવી પ્રવાસીઓ અદભુત શાંતિનો અનુભવ કરે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Hill-Station-22.jpg)
એસ્કોટમાં રોડ માર્ગ સમાપ્ત થઇ જાય છે. અહીં પગપાળા ચાલીને ફરવાની મજા આવે છે. આથી આ સ્થળ ટ્રેકિંગ અને કેમ્પિંગ માટે પણ ઉત્તમ છે. પગચાળા ચાલીને એસ્કોટના દરેક ખુણાને સારી રીતે જોવાનો અને એક્સપ્લોર કરવાનો મોકો મળે છે. (Photo: Freepik)
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Hill-Station-19.jpg)
એસ્કોટ હિલ સ્ટેશન પર રોકાવા માટે વનવિભાગના રેસ્ટ હાઉસ કે હોમસ્ટેનો આશરો લેવો પડશે. કારણ કે, આ વિસ્તારમાં કોઇ મોટી હોટેલ કે રિસોર્ટ નથી. આથી એસ્કોટ ફરવા જાવો તો સંપૂર્ણ તૈયારી સાથે જવું જોઇએ. (Photo: Freepik)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us