ઉત્તરકાશી : ખરાબ મોસમ વચ્ચે રેસ્ક્યૂ ઓપરેશન યથાવત્, તસવીરોમાં જુઓ ધરાલીમાં કેવી છે પરિસ્થિતિ
Uttarakhand Cloudburst : મંગળવારે ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના પછી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ખીરગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે આ વિસ્તારમાં ભારે વિનાશ થયો હતો. આ વિનાશમાં અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 100 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે
Uttarakhand Cloudburst News : મંગળવારે ઉત્તરકાશી જિલ્લાના ધરાલી ગામમાં વાદળ ફાટવાની ઘટના પછી પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. ખીરગંગા નદીમાં અચાનક આવેલા પૂરના કારણે આ વિસ્તારમાં ભારે વિનાશ થયો છે. ઘણા ઘરો, હોટલો અને હોમ સ્ટે પાણીમાં તણાઇ ગયા છે. (Photo: ANI)
આ વિનાશમાં અત્યાર સુધીમાં પાંચ મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે 100 થી વધુ લોકો હજુ પણ ગુમ છે. બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. પરંતુ કાટમાળ અને ભારે વરસાદને કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સેના, NDRF અને SDRF ટીમો ઘટનાસ્થળે તૈનાત છે. (Photo: ANI)
લેફ્ટનન્ટ જનરલ ડી.જી. મિશ્રા પોતે ધરાલીમાં જમીન સ્તરે બચાવ કામગીરીનું નેતૃત્વ કરી રહ્યા છે. ખરાબ હવામાન અને દુર્ગમ વિસ્તારોમાં સંપર્ક સ્થાપિત કરવાનો સેના સતત પ્રયાસ કરી રહી છે. આ સમય દરમિયાન કેટલીક તસવીરો સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે સેના યુદ્ધના ધોરણે બચાવ કામગીરી કરી રહી છે. (Photo: ANI)
આ બચાવ કામગીરીમાં, ભારતીય સેના, ભારતીય વાયુસેના, SDRF, NDRF, ITBP, BRO, સ્થાનિક વહીવટીતંત્ર અને સ્થાનિક લોકો સાથે મળીને ફસાયેલા લોકોને મદદ કરી રહ્યા છે. (Photo: ANI)
આ ઉપરાંત સેનાના સંદેશાવ્યવહાર નેટવર્ક અને સેટેલાઇટ ઇન્ટરનેટ આધારિત કોલ્સને કારણે લોકો તેમના પરિવારો સાથે વાત કરી શકે છે અને તેમને તેમના સુરક્ષિત હોવાની માહિતી આપી રહ્યા છે. (Photo: ANI)
ભારતીય સેના હાલમાં વિસ્તારમાં સ્થાનિક કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવા માટે સંદેશાવ્યવહાર લાઇનો બિછાવી રહી છે. આનાથી અસરગ્રસ્ત વિસ્તારોને મદદ મળશે. (Photo: ANI)
ભીષણ પૂરથી તબાહ થયેલા ધારાલી ગામમાં અદ્યતન અને આધુનિક સાધનો પહોંચાડવાના પ્રયાસો વધુ ઝડપી બનાવવામાં આવ્યા છે જેથી કાટમાળ નીચે દટાયેલા લોકોની શોધ અને તૂટેલા અને અવરોધિત રસ્તાઓને કારણે જિલ્લાના વિવિધ સ્થળોએ ફસાયેલા શ્રદ્ધાળુઓને બહાર કાઢવાનું કામ ઝડપી બને. (Photo: ANI)