Hill Station: ભારતનું મિની લંડન કહેવાય છે આ હિલ સ્ટેશન, માત્ર 24 મકાન અને 4 દુકાન
Landour Hill Station Mini London Of India: ઉત્તરાખંડમાં મસૂરીથી 7 કિમી આવેલું આ હિલ સ્ટેશન ભારતનું મિની લંડન કહેવાય છે. માત્ર 24 મકાન અને 4 દુકાન ધરાવતા આ હિલ સ્ટેશન પર 100 વર્ષથી એક પણ ઝાડ કાપવામાં આવ્યું નથી.
ભારતનું મિની લંડન કહેવાય છે આ હિલ સ્ટેશન હિલ સ્ટેશન કુદરતી સૌંદર્યથી ભરપૂર ઉનાળામાં ફરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. ભારતમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કેરળ રાજ્યમાં સૌથી વધારે હિલ સ્ટેશન આવેલા છે. તેમા શિમલા કુલુ મનાલી, મસૂરી, દાર્જલિંગ સૌથી વધુ પ્રખ્યાત હિલ સ્ટેશન. જો કે અહીં તમને ભારતના સૌથી ખાસ હિલ સ્ટેશન જાણકારી આપી છે. આ હિલ સ્ટેશન પર માત્ર 24 ઘર અને 4 દુકાન છે. આ હિલ સ્ટેશનને મિની લંડન પણ કહેવાય છે. પ્રવાસીઓ અહીં અદભુત શાંતિનો અનુભવ કરે છે. (Photo: Social Media)
લેન્ડોર હિલ સ્ટેશન ઉત્તરાખંડનું લેન્ડરો હિલ સ્ટેશન દિલ્હીથી 277 કિમી અને મસૂરીથી માત્ર 7 કિમી દૂર આવેલું છે. લેન્ડોર ફરવા માટે ઓફબીટ હિલ સ્ટેશન છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ફરવા આવે છે. (Photo: Social Media)
લેન્ડોર લેન્ડોરનું નામ બ્રિટનના એક નાના ગામ લેંડડોરર પરથી પડ્યું છે. બ્રિટિશકાળમાં અંગ્રેજ સૈનિકો પોતાના ઘરે બહું યાદ કરતા હતા, ત્યારે તેમણે ભારતમાં ઘણા સ્થળોના નામ પોતાના શહેર કે ગામ પરથી પાડ્યા હતા. મસૂરીમાં બનેલી પ્રથમ ઇમારત 1825માં કેપ્ટન યંગે લેન્ડોરમાં બનાવી હતી. કેપ્ટન યંગે મસૂરી હિલ સ્ટેશનની શોધ કરી હતી. તેઓ બ્રિટિશ સેનામાં ગુરખા બટાલિયનના કમાન્ડર હતા. (Photo: Social Media)
લેન્ડોર હિલ સ્ટેશન પર 24 મકાન અને 4 દુકાન લેન્ડરો હિલ સ્ટેશન બહુ ખાસિયત ધરાવે છે. આઝાદી સમયે લેન્ડોરમાં 24 મકાન અને 4 દુકાનો હતી અને આજે પણ અહીં આટલી જ સંખ્યામાં છે. લેન્ડોર વિશે કહેવાય છે - 24 મકાન અને 4 દુકાન - આટલું જ છ લેન્ડોર. આથી લેન્ડોરના લીલાછમ જંગલો સુરક્ષિત છે. (Photo: Social Media)
લેન્ડોરમાં ઝાડ કાપવા અને નવા નિર્માણ પર મનાઇ મસૂરી ફરવા આવનાર પ્રવાસીઓ લેન્ડોર જરૂર આવે છે. લેન્ડોર હંમેશાથી સેનાનું છાવણી ક્ષેત્ર રહ્યું છે. આના પરિણામે છેલ્લા 100 વર્ષથી લેન્ડોરમાં કોઇ ઝાડ કાપવામાં આવ્યું નતી. કાયદા મુજબ લેન્ડોરમાં કોઇ પણ પ્રકારનું નવું નિર્માણ ગેરકાયદેસર માનવામાં આવે છે. આ નિયમના લીધ જ આધુનિકીકરણના યુગમાં લેન્ડોરમાં કુદરતી સૌંદર્ય સુરક્ષિત છે. (Photo: Social Media)
લેન્ડોર હિલ સ્ટેશન પર જોવાલાયક સ્થળ લેન્ડોર હિલ સ્ટેશન પર કુદરતી સૌંદર્યનો નજારો માણવાની સાથે સાથે આસપાસ જોવાલાયક ઘણા સ્થળો છે. જેમા કેલોગ મેમોરિયલચર્ચ, સિસ્ટર્સ બજાર, સેન્ટ પોલ્સ ચર્ચ, લાલ ટિબ્બા, જબર્ખેત નેચર રિઝર્વ ખાસ છે. અહીં હિમાલયના વન્યજીવ જોવાની મજા પડે છે. પ્રવાસીઓ હાઇકિંગ, જંગલ સફારી, ટ્રેકિંગ, કેમ્પિંગ જેવી સાહસિક પ્રવૃતિનો આનંદ માણે છે. (Photo: Social Media)