Uttarakhand Cloudburst News : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં મંગળવારે ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. ઘણા લોકો ગુમ થયાના સમાચાર
Uttarakhand Uttarkashi Cloudburst News : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. મંગળવારે ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધરાલી ગામમાં વાદળ ફાટવાથી ઘણા ઘરો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. પાણી સાથે કાટમાળ પણ આવ્યો છે, જેમાં ઘણા લોકો દટાયા હોવાની આશંકા છે. (તસવીર - સોશિયલ મીડિયા)
આ ઘટનામાં 4 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. જ્યારે 50 થી વધુ લોકો ગુમ થવાની માહિતી છે. આર્મી, પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. (તસવીર - સોશિયલ મીડિયા)
ઉત્તરકાશીના ધરાલી ગામમાં બપોરે વાદળ ફાટ્યા બાદ પહાડ પરથી પૂર આવ્યું હતું. જેમાં ઘણો કાટમાળ પણ નીચે આવ્યો હતો. આ ઘટનાના ઘણા વીડિયો વાયરલ થયા છે. વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે કે આ પૂર કેટલું ભયંકર હતું. (તસવીર - સોશિયલ મીડિયા)
ઉત્તરકાશીની ઘટના પર પીએમ મોદીએ લખ્યું કે ઉત્તરકાશીના ધરાલીમાં આ દુર્ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે હું પોતાની સંવેદના વ્યક્ત કરું છું. આ સાથે હું તમામ પીડિતોની કુશળતા માટે પ્રાર્થના કરું છું. મુખ્યમંત્રી પુષ્કર ધામીજી સાથે વાત કરીને પરિસ્થિતિ વિશે માહિતી મેળવી છે. રાહત અને બચાવ ટીમો રાજ્ય સરકારની દેખરેખ હેઠળ શક્ય તેટલા પ્રયાસો કરી રહી છે. લોકોને મદદ કરવામાં કોઈ કસર છોડવામાં આવી રહી નથી.(તસવીર - સોશિયલ મીડિયા)
આ દુર્ઘટના પર ગૃહમંત્રી અમિત શાહે X પર લખ્યું કે ઉત્તરાખંડના ધરાલી (ઉત્તરકાશી) માં ફ્લેશ ફ્લડની ઘટના અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સાથે વાત કરી અને ઘટના વિશે માહિતી મેળવી. ITBP ની નજીકની 3 ટીમો ત્યાં મોકલવામાં આવી છે. આ સાથે NDRF ની 4 ટીમો પણ ઘટનાસ્થળે રવાના કરવામાં આવી છે, જે જલદી પહોંચીને બચાવ કાર્યમાં જોડાશે.(તસવીર - સોશિયલ મીડિયા)
હર્ષિલમાં ભારતીય સૈન્ય કેમ્પથી લગભગ 4 કિમી દૂર ધરાલી ગામ નજીક ભૂસ્ખલન બાદ ભારતીય સૈન્યના જવાનો બચાવ કાર્યમાં લાગી ગયા છે. અત્યાર સુધીમાં 15-20 લોકોને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને હર્ષિલ સ્થિત ભારતીય સેનાના તબીબી કેન્દ્રમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. શોધ અને બચાવ કામગીરી ચાલુ છે.(તસવીર - સોશિયલ મીડિયા)
વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની પણ સલાહ આપી છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે હર્ષિલ વિસ્તારમાં ખીર ગાડનું જળસ્તર વધવાથી ધરાલીમાં ભારે નુકસાન થયું છે. વહીવટીતંત્રે લોકોને નદીથી દૂર રહેવાની અપીલ કરી છે અને લોકોને સલામત સ્થળોએ જવાની સૂચના આપવામાં આવી છે. (તસવીર - સોશિયલ મીડિયા)
ગંગોત્રી ધામ જવાના માર્ગ પર ધરાલી એક મહત્વપૂર્ણ સ્ટોપ છે. ધરાલીમાં ખીર ગંગા નદીમાં વાદળ ફાટવાથી આ વિનાશક દ્રશ્ય જોવા મળ્યું હોવાનું કહેવાય છે. નદી કિનારે અચાનક આવેલા પૂરને કારણે ડઝનબંધ હોટલ અને હોમસ્ટેને નુકસાન થયું છે. તેમાં ઘણા કામદારો દટાયા હોવાની પણ શક્યતા છે. (તસવીર - સોશિયલ મીડિયા)