Uttarkashi Tunnel Rescue : મશીન, માણસ અને મહાદેવની જુગલબંધી, 17 દિવસ પછી ટનલમાંથી બહાર આવ્યા 41 શ્રમિકો
Uttarkashi Tunnel Rescue : 17 દિવસ સુધી ચાલતું રાહત અને બચાવ કાર્ય આખરે સફળતા સાથે સમાપ્ત થયું. તમામ 41 મજૂરોને સુરંગમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
જે ક્ષણની સુરંગમાં ફસાયેલા 41 મજૂરોના પરિવારજનો જ નહીં પરંતુ આખો દેશ એકી શ્વાસ સાથે રાહ જોઈ રહ્યો હતો તે ક્ષણ આખરે પૂરી થઈ ગઈ. ઉત્તરકાશીના સિલ્ક્યારામાં 11 નવેમ્બરથી નિર્માણાધીન ટનલ તૂટી પડવાને કારણે ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
તમામ ટેકનિકલ વિગતોને સમજીને દરેક પગલા લેવામાં આવી રહ્યા હતા. ક્યારેક ઘટનાસ્થળે મોટી મોટી મશીનો જોવા મળી તો ક્યારેક સુરક્ષાકર્મીઓ અને સામાન્ય લોકોના હાથ પ્રાર્થના કરી રહ્યા હતા..
કામદારોને સલામત રીતે બહાર કાઢવામાં વિજ્ઞાન અને ભગવાન બંને સાથે જોવા મળ્યા હતા. ટનલ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સ સુરંગના મુખ પર સ્થિત બાબા બૌખ નાગ દેવતાના મંદિર પાસે કામદારો સુરક્ષિત પાછા ફરે તે માટે ભગવાનને પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા.