વડોદરામાં બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો, ઘણા વિસ્તારોમાં પાણી જ પાણી, જુઓ તસવીરો
Vadodara Rain : વડોદરા શહેરમાં ફરી એક વખત ધોધમાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. બપોરના 2 થી સાંજના 4 વાગ્યા સુધીમાં વડોદરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો
Vadodara Rain : વડોદરા શહેરમાં ફરી એક વખત ધોધમાર ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગરના ડેટા પર નજર કરીએ તો રવિવારને 29 સપ્ટેમ્બરના રોજ સવારના 6 થી સાંજના 4 વાગ્યા સુધીમાં વડોદરામાં 3.31 ઇંચ વરસાદ વરસ્યો છે. (Express Photo By Bhupendra Rana)
વડોદરામાં માત્ર બે કલાકમાં જ 3 ઇંચ વરસાદ વરસી ગયો હતો. બપોર પછી ભારે વરસાદ શરુ થયો હતો. બપોરના 2 થી સાંજના 4 વાગ્યા સુધીમાં વડોદરામાં 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરમાં પાણી જ પાણી થઇ ગયા હતા. (Express Photo By Bhupendra Rana)
આ સિવાય શહેરમાં નવાબજાર, રાવપુરા, દાંડિયા બજાર, ચાર દરવાજા વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની શરુઆત થઈ ગઈ છે. (Express Photo By Bhupendra Rana)
ગરબા આયોજકો માટે આ વરસાદ ચિંતાનો વિષય બન્યો છે. ધોધમાર વરસાદના કારણે નવરાત્રીના ખેલૈયાઓ પણ ચિંતિત થયા છે. કારણ કે નવરાત્રી શરુ થવાના હવે થોડા જ દિવસોની જ વાર છે. (Express Photo By Bhupendra Rana)
રાજ્યના હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. વડોદરા શહેર સિવાય પાદરા, વાઘોડિયા, સાવલી તાલુકામાં પણ વરસાદ વરસ્યો છે. (Express Photo By Bhupendra Rana)
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટીમાં 24 કલાકમાં 2 સેમીનો વધારો થયો છે. ગુજરાતમાં હાલ બધાં ડેમમાં કુલ મળીને 93.09 ટકા પાણીનો સંગ્રહ થઇ ચૂક્યો છે. નર્મદા ડેમની સપાટી 138.46 મીટરે પહોંચી છે. જ્યારે નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે. (Express Photo By Bhupendra Rana)
નર્મદા ડેમ મહત્તમ સપાટી પર પહોંચવામાં માત્ર 22 સેમી બાકી છે. જેના કારણે નર્મદા ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા છે. (Express Photo By Bhupendra Rana)
હાલ નર્મદા ડેમમાં 1.91 લાખ ક્યૂસેક પાણીની આવક છે, જેના પગલે 1.15 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. પાણી છોડવાને પગલે નર્મદા અને ભરુચના ગામડાઓને એલર્ટ રહેવા સૂચના આપી છે. (Express Photo By Bhupendra Rana)
રાજ્યમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 134.40 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 184.86 ટકા વરસાદ વરસ્યો છે.(Express Photo By Bhupendra Rana)
જ્યારે સૌરાષ્ટ્રમાં 142.12 ટકા, દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 138.85 ટકા, મધ્ય ગુજરાતમાં 130.31 ટકા અને ઉત્તર ગુજરાતમાં 113.07 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. (Express Photo By Bhupendra Rana)