Rose Day 2024 : ગુલાબના વિવિધ રંગનો શું અર્થ છે? રોઝ ડે પર તમારા પ્રિયજનને ગુલાબ આપવાની પહેલા જાણો
Happy Rose Day 2024 Different Rose Colours Meaning : વેલેન્ટાઇન વીકમાં રોઝ ડે ખાસ દિવસ છે. વ્યક્તિઓ તેમના પ્રિય પાત્રને ગુલાબ આપીને પોતાની લાગણી કરી છે. જો કે બહુ ઓછા લોકો જાણે છે કે ગુલાબના વિવિધ રંગો વિવિધ પ્રકારની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે.
Happy Rose Day 2024 Different Rose Colours Meaning : વેલેન્ટાઇન ડે વીક ફેબ્રુઆરીમાં ઉજવાય છે. ફેબ્રુઆરીના બીજી સપ્તાહની પ્રેમીજનો આતુરતાથી રાહ જુએ છે. વેલેન્ટાઈન વીક (વેલેન્ટાઈન વીક 2024) 7 થી 14 ફેબ્રુઆરી દરમિયાન સેલિબ્રેટ થાય છે. લવ બર્ડ્સ આખા વર્ષ દરમિયાન આ વીકની આતુરતાથી રાહ જુએ છે અને આ સમગ્ર વીકને ફેસ્ટિવલની જેમ સેલિબ્રેટ કરે છે. વેલેન્ટાઇન વીકમાં 7 ફેબ્રુઆરીના રોજ રોજ ડે ઉજવાય છે. (Photo - Freepik)
ગુલાબના વિવિધ રંગો શું કહે છે? (Rose Colours Meaning) વેલેન્ટાઇન વીકની શરૂઆત રોઝ ડેથી થાય છે, તે દિવસ યંગર્સ્ટર એકબીજાને ગુલાબના ફૂલ આપીને આ દિવસની ઉજવણી કરે છે. ગુલાબ એ પ્રેમનું પ્રતીક છે, જો કે બહુ ઓછા લોકો જાણે છે કે ગુલાબના વિવિધ રંગો વિવિધ પ્રકારની લાગણીઓનું પ્રતિનિધિત્વ કરે છે. આવી સ્થિતિમાં, આ રોઝ ડે પર તમારા જીવનસાથીને ગુલાબ આપતા પહેલા, તેના રંગ પાછળનો અર્થ ચોક્કસપણે સમજી લો. (Photo - Freepik)
ગુલાબી ગુલાબનો અર્થ (Pink Rose Meaning) ગુલાબી ગુલાબ આકર્ષણનું પ્રતીક માનવામાં આવે છે. એટલે કે, જો તમે કોઈના સારા મિત્ર છો અને તમારા મનમાં તે મિત્ર માટે તમારી લાગણીઓ વધી રહી છે, સમય સાથે તમે તેને પસંદ કરવાનું શરૂ કર્યું છે, તો તમે રોઝ ડે નિમિત્તે તેને ગુલાબી ગુલાબ આપી શકો છો. મિત્રતા ઉપરાંત ગુલાબી રંગનો ગુલાબ તમારી સામેની વ્યક્તિ પ્રત્યે તમારું આકર્ષણ વ્યક્ત કરે છે. આવી સ્થિતિમાં, જો તમે કોઈને પસંદ કરવાનું શરૂ કર્યું છે, તો આ રોઝ ડે પર તમે તેને ગુલાબી ગુલાબ આપીને તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. (Photo - Freepik)
પીળા ગુલાબનો અર્થ (Yellow Rose Meaning) જો કોઈ તમને રોઝ ડે પર પીળું ગુલાબ આપે તો સમજી લેવું કે તે તમારી તરફ મિત્રતાનો હાથ લંબાવવા માંગે છે. હકીકતમાં પીળા ગુલાબને મિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. જો તમે કોઈની સાથે મિત્રતા કરવા માંગો છો, તો તમે તેને પીળું ગુલાબ આપી શકો છો. (Photo - Freepik)
સફેદ ગુલાબનો અર્થ (White Rose Meaning) સફેદ રંગનું ગુલાબ શાંતિનું પ્રતીક છે. આવી સ્થિતિમાં, જો તમે તમારી નારાજગી દૂર કરીને કોઈની સાથે નવી શરૂઆત કરવા માંગો છો, અથવા કોઇ ઝડઘો કે વિવાદને સમાપ્ત કરવા માંગો છો, તો તમે તેને રોઝ ડે પર સફેદ ગુલાબ ગિફ્ટ કરી શકો છો. (Photo - Freepik)
પીચ ગુલાબનો અર્થ (Peach Rose Meaning) રોઝ ડે પર, જો તમને કોઇ પીચ રંગનું ગુલાબ આપે, તો સમજવું કે તે આપનાર વ્યક્તિ તમારો આભાર વ્યક્ત કરવા ઇચ્છે છે. તેમજ જો તમે કોઈને કંઈક વિશેષ વાત માટે ધન્યવાદ કહેવા માંગો છો તો તેમને પીચ રંગનું ગુલાબ ગીફ્ટ આપી શકો છો. તેનાથી વિપરીત કોઇની સુંદરતાના વખાણમાં પણ આ રંગનું ગુલાબ આપી શકો છો. (Photo - Freepik)
લાલ ગુલાબનો અર્થ (Red Rose Meaning) વેેલેન્ટાઇન ડે પર લાલ ગુલાબનું વિશેષ મહત્વ છે. લાલ ગુલાબ પ્રેમનું પ્રતિક છે. રેડ રોઝનું ખાસ મહત્વ છે. જો તમે કોઈને ઊંડો પ્રેમ કરો છો અને તેની સમક્ષ તમારો પ્રેમ વ્યક્ત કરવા માંગો છો, તો તમે તેને રોઝ ડે પર લાલ ગુલાબ આપી શકો છો. (Photo - Freepik)