Kiss Day 2025 : કિસ કરવાથી થાય છે આવા ફાયદા, જાણીને થઇ જશો આશ્ચર્યચકિત
Kiss Day 2025 : વેલેન્ટાઇન વીકના સાતમાં દિવસે 13 ફેબ્રુઆરીના રોજ કિસ ડે મનાવવામાં આવે છે. કિસ ફક્ત એક હેલ્ધી રિલેશનશિપ જ પણ તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. કિસ ડે નિમિત્તે ચાલો જાણીએ કિસના ફાયદા
Kiss Benefit : વેલેન્ટાઇન વીકના સાતમાં દિવસે 13 ફેબ્રુઆરીના રોજ કિસ ડે મનાવવામાં આવે છે. કિસ ફક્ત એક રિલેશનશિપ જ નથી તેનાથી ઘણા સ્વાસ્થ્ય લાભો પણ છે. (Photo : Freepik)
એક્સપર્ટના મતે એક રોમેન્ટિક કિસ શરીરમાંથી 2 થી 26 કેલરી ઘટાડે છે. પાર્ટનર ઉપરાંત પરિવારના સભ્યો અથવા મિત્રોને કરવામાં આવતા કિસના પણ ઘણા માનસિક અને શારીરિક ફાયદા થાય છે. કિસ ડે નિમિત્તે ચાલો જાણીએ કિસના ફાયદા. (Photo : Freepik)
કિસના ફાયદા : રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કિસ કરવાથી વ્યક્તિનું સ્ટ્રેસ ઓછું થાય છે. અભ્યાસ કહે છે કે જ્યારે વ્યક્તિ લાંબા સમય સુધી કિસ કરે છે તો તેનાથી સ્ટ્રેસ લેવલ ઓછું થઇ શકે છે. (Photo : Freepik)
કિસ કરવાથી દિલની સમસ્યા સોલ્વ થઈ શકે છે. જ્યારે તમે તમારા પાર્ટનરને કિસ કરો છો ત્યારે આ સમય દરમિયાન શરીરમાં એડ્રેનાલિન નામનું હોર્મોન ઉત્પન્ન થાય છે જે હાર્ટ માટે ખૂબ જ સારું છે.(Photo : Freepik)
કહેવાય છે કે કિસ કરવાથી મેદસ્વિતા ઓછી થઈ શકે છે. કારણ કે ચુંબન કરતી વખતે કેલરી બર્ન થાય છે, તેથી તે મેટાબોલિક રેટમાં પણ વધારો કરી શકે છે.(Photo : Freepik)
કિસ કરવાથી તમારા મગજમાં કેમિકલ્સનું એક કોકટેલ રિલિઝ કરવા માટે એક ટ્રિગર કરે છે. જેનાથી તમને સારી લાગણીઓ આવે છે. તેમાં ઓક્સીટોસિન, ડોપામાઇન અને સેરોટોનિન જેવા કેમિકલ્સ હોય છે, જે તમારી લાગણીઓ અને બંધનોને મજબૂત બનાવવામાં મદદ કરે છે.(Photo : Freepik)
રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે કિસ પુરુષોની ઉંમર પણ વધે છે. અધ્યયનોનું માનવું છે કે જે લોકો કિસ નથી કરતા તેમની તુલનામાં કિસ કરનારા લોકોનું આયુષ્ય 5 વર્ષ વધી શકે છે.(Photo : Freepik)
કિસ આપણા બ્લડ વૈસેલ્સને વધારે છે, જે બીપી કંટ્રોલ કરવામાં મદદગાર હોય છે. અહેવાલો કહે છે કે ચુંબન કરવાથી લોહીના પ્રવાહમાં સુધારો થાય છે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.(Photo : Freepik)