-
વેલેન્ટાઇન ડેનું (Valentine Day) અમદાવાદમાં સ્પેશિયલ રીતે સેલિબ્રેશન કરવામાં આવ્યું. વેલેન્ટાઇન ડે પર અમદાવાદની ભાગવત વિદ્યાપીઠમાં લોકોએ ગાયોને પ્રેમ પૂર્વક પંપાળી ‘કાઉ હગ ડે’ (Cow Hug Day)ની ઉજવણી કરી. જોવા મળ્યા હતા. (એક્સપ્રેસ ફોટો – નિર્મલ હરીન્દ્રન)
-
6 ફેબ્રુઆરીએ ભારતીય પશુ કલ્યાણ બોર્ડ દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડેના રોજ ‘ગાય હગ ડે’ (કાઉ હગ ડે) ઉજવવામાં આવશે. એક્સપ્રેસ ફોટો – નિર્મલ હરીન્દ્રન)
-
જો કે, આ અંગેનો પરિપત્ર જારી કર્યા બાદ AWBIએ 10 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.(એક્સપ્રેસ ફોટો – નિર્મલ હરીન્દ્રન)
-
એવું કહેવાય છે કે, પીએમઓના (PMO)ની દખલગીરી બાદ આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે. (એક્સપ્રેસ ફોટો – નિર્મલ હરીન્દ્રન)
-
AWBIએ પોતાની અપીલમાં કહ્યું હતું કે, ગાય ભારતીય સંસ્કૃતિ અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે. એક્સપ્રેસ ફોટો – નિર્મલ હરીન્દ્રન)
-
“ગાયના યોગદાનને ધ્યાનમાં રાખીને, 14 મી ફેબ્રુઆરીના રોજ ‘કાઉ હગ ડે’ ઉજવવાનું આહ્વાન કરવામાં આવે છે. (એક્સપ્રેસ ફોટો – નિર્મલ હરીન્દ્રન)
-
AWBIની અપીલને સમર્થન આપતા કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું હતું કે, દરેક વ્યક્તિએ ગાયને પ્રેમ કરવો જોઈએ. (એક્સપ્રેસ ફોટો – નિર્મલ હરીન્દ્રન)
