વંદે ભારત મેટ્રો ટ્રેનની પ્રથમ ઝલક, ટ્રેનની સ્પીડથી લઇ અને કોચની ખાસિયત સહિત બધુ જ જાણો
Vande Bharat Metro Train First Look: વંદે ભારત મેટ્રો ટ્રેનની પ્રથમ ઝલક એક વીડિયોમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા એક્સ(X) પર વંદે ભારત મેટ્રો ટ્રેનના વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં વંદે ભારત મેટ્રો ટ્રેનનો બહારનો લુક અને ટ્રેન કોચની અંદરના દ્રશ્યો જોવા મળે છે. (Photo - Social Medai)
વંદે ભારત મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન જુલાઇમાં શરૂ થશે વંદે ભારત મેટ્રો ટ્રેનની પ્રથમ ઝલક જોવા મળી છે. ભારતીય રેલવે દ્વારા જુલાઇથી વંદે ભારત મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ હવે વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ થવાથી ટ્રેન મુસાફરી વધુ સુવિધાજનક અને આનંદદાયક બનશે. (Photo - Social Medai)
વંદે ભારત મેટ્રો ટ્રેનની પ્રથમ ઝલક વંદે ભારત મેટ્રો ટ્રેનની પ્રથમ ઝલક એક વીડિયોમાં જોવા મળી છે. સોશિયલ મીડિયા એક્સ(X) પર વંદે ભારત મેટ્રો ટ્રેનના વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં વંદે ભારત મેટ્રો ટ્રેનનો બહારનો લુક અને ટ્રેન કોચની અંદરના દ્રશ્યો જોવા મળે છે. (Photo - Social Medai)
વંદે ભારત મેટ્રો ટ્રેનનો રંગ કેસરી વંદે ભારત મેટ્રો ટ્રેનનો રંગ કેસરી છે. વંદે ભારત મેટ્રો ટ્રેનની આગળ ડ્રાઇવર કેબિનનો કલર કેસરી રંગનો છે. વંદે ભારત મેટ્રો ટ્રેનની બંને બાજુ સાઈડમાં ઓેરેન્જ, બ્લેક અને ગ્રે કલરના આડા પટ્ટાની ડિઝાઈન કરવામાં આવી છે. વંદે ભારત મેટ્રો ટ્રેનની બારીનો કલર બ્લેક અને દરવાજાનો કલર ગ્રે સિલ્વર છે. (Photo - Social Medai)
વંદે ભારત મેટ્રો ટ્રેનનું મેન્યુફેક્ચરિંગ વંદે ભારત મેટ્રો ટ્રેનનું મેન્યુફેક્ચરિંગ પંજાબના કપૂરથલામાં આવેલુ એક રેલ કોટ ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે. વંદે ભારત મેટ્રો ટ્રેનનમાં એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને મુસાફરો માટે સુવિધાઓ ઉમેરવામાં આવી છે. (Photo - Metro Rail News Facebook)
વંદે ભારત મેટ્રો ટ્રેનની સ્પીડ હાલ પ્તાપ્ત જામણકારી અનુસાર વંદે ભારત મેટ્રો ટ્રેનની સ્પીડ 100 થી 250 કિમી વચ્ચે રહશે. શરૂઆતમાં 50 વંદે ભારત મેટ્રો ટ્રેનનું મેન્યુફેક્ચરિંગ કરવામાં આવશે. ત્યારબાદ વધુ 400 રેક બનાવવાનો ઓર્ડર આપવામાં આવશે. વંદે ભારત મેટ્રો ટ્રેન ભારતના મુખ્ય મેટ્રો સિટી અને મધ્યમ શહેરો વચ્ચે મુસાફરીની સુવિધા પૂરી પાડશે. (Photo - Social Medai)
વંદે ભારત મેટ્રો ટ્રેનમાં કેટલા કોચ હશે વંદે ભારત મેટ્રો ટ્રેનની બેઠક વ્યવસ્થાની વાત કરીયે તો એક ટ્રેનમાં 12 કોચ હશે. શરૂઆતમાં વંદે ભારત મેટ્રોની 12 કોચવાળી ટ્રેન શરૂ કરવામાં આવશે. અને રૂટની માંગ પ્રમાણે 16 કોચ સુધી વધારવામાં આવશે. ટ્રેનમાં 12 કોચ અને ઓટોમેટિક દરવાજા હશે. અલગ અલગ કન્ફિગ્રેશનમાં આ મેટ્રો ટ્રેન આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર વંદે ભારત મેટ્રો ટ્રેનના એક કોચમાં 280 લોકો પ્રવાસ કરી શકશે. જો કે ટ્રેનની અંદર બેઠક વ્યવસ્થા માત્ર 100 લોકોની જ હશે અને બાકીના લોકોએ રહેવું પડશે. (Photo - Social Medai)
ભારતીય રેલવે દ્વારા ઝડપી એક્સીલરેશન અને ડીક્લરેશન માટે અત્યાધુનિક ટેકનોલોજી સાથે વંદે મેટ્રોને ઝડપથી દોડતી જીવનશૈલીને ધ્યાનમાં રાખી, સ્ટોપેજ ટાઇમને ઓપ્ટિમાઇઝ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. (Photo - Social Medai)
વંદે ભારત મેટ્રો ટ્રેનની બેઠક વ્યવસ્થા વંદે ભારત મેટ્રો ટ્રેનમાં મુસાફારોની સુવિધાનું ધ્યાન રાખવામાં આવ્યું છે. વંદે ભારત મેટ્રો ટ્રેનમાં મુસાફરોના બેસવા માટે સામ-સામે વાદળી રંગની આરામદાયક સીટ છે. એક સીટ પર 3 વ્યક્તિ આરામથી બેસી શકશે. બહારનો નજારો જોઇ શકાય તે માટે મોટી ગ્લાસ વિન્ડો છે. ટ્રેનમાં ઉભા રહેનાર મુસાફરો માટે ઉપરની પકડવા માટે હેન્ડલ પર મૂકવામાં આવ્યા છે.(Photo - Social Medai)
વંદે ભારત એક્સપ્રેસ - ભાારતની પ્રથમ હાઇ સ્પીડ ટ્રેન ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે હાઇ સ્પીડ ટ્રેન દોડાવવામાં આવ રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ભારતની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જેની શરૂઆત ફેબ્રુઆરી 2019માં કરવામાં આવી હતી. હાલ સમગ્ર દેશમાં કુલ 102 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે. Photo - @VandeBharatExp