ભારતીય રેલવેનું નવું નજરાણું: હવે વંદે ભારત મેટ્રો ટ્રેન શરૂ થશે, જાણો સ્પીડ અને રૂટ સહિત તમામ ખાસિયતો
Vande Bharat Metro Train Trial : વંદે ભારત મેટ્રો ટ્રેનનું ભારતીય રેલવે દ્વારા જુલાઇમાં ટ્રાયલ કરવામાં આવી શકે છે. ઝડપી એક્સીલરેશન અને ડીક્લરેશન ધરાવતી અત્યાધુનિક ટેકનોલોજી સાથેની વંદે ભારત મેટ્રો ટ્રેન મુસાફરીને વધુ મજેદાર બનાવશે.
વંદે ભારત મેટ્રો ટ્રેનનું ટ્રાયલ જુલાઇમાં થશે ભારતને ટૂંક સમયમાં મળશે પહેલી વંદે ભારત મેટ્રોઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દેશભરમાં દોડાવવા માટે ભારતીય રેલવે દ્વારા પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. અને હવે સમાચાર આવ્યા છે કે ભારતીય રેલવે દેશની પહેલી વંદે ભારત મેટ્રો લાવવાની યોજના બનાવી રહી છે. આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર ભારતીય રેલવે શહેરની અંદર પરિવહનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવા માગે છે. (Photo - @VandeBharatExp)
વંદે ભારત મેટ્રો ટ્રેનની ખાસિયત નોંધનીય છે કે, વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ રૂટ પર સફળતાપૂર્વક ચાલી રહી છે. માહિતગાર અધિકારીએ જણાવ્યું કે વંદે ભારત મેટ્રોની તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને જુલાઈ 2024થી ટ્રાયલ રન શરૂ થશે. ઝડપી એક્સીલરેશન અને ડીક્લરેશન માટે અત્યાધુનિક ટેકનોલોજી સાથે વંદે મેટ્રોને ઝડપથી દોડતી જીવનશૈલીને ધ્યાનમાં રાખી, સ્ટોપેજ ટાઇમને ઓપ્ટિમાઇઝ કરવા માટે તૈયાર કરવામાં આવી છે. (Photo - @VandeBharatExp)
ઓટોમેટિક દરવાજા સહિતની અદ્યતન સુવિધાઓ અધિકારીએ 2024માં વંદે ભારત મેટ્રો શરૂ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. તેનું ટ્રાયલ આગામી કેટલાક મહિનામાં શરૂ થશે. ઓટોમેટિક દરવાજા અને અત્યંત સુવિધાજનક હોવા ઉપરાંત તેમાં એવી ઘણી સુવિધાઓ હશે જે હાલ દોડતી મેટ્રો ટ્રેનોમાં ઉપલબ્ધ નથી. આ અધિકારીએ જણાવ્યું હતું કે, મેટ્રોની વધારાની સુવિધાઓ વિશે વધુ માહિતી ટૂંક સમયમાં જ ફોટો સાથે લોકો સાથે શેર કરવામાં આવશે. (Photo - @VandeBharatExp)
વંદે ભારત મેટ્રો ટ્રેનમાં કેટલા કોચ હશે? રેલવે સૂત્રોના જણાવ્યા અનુસાર વંદે મેટ્રોને એક ખાસ કોચ કન્ફિગરેશન સપોર્ટ મળશે અને દરેક યુનિટમાં ચાર કોચ હશે. વંદે મેટ્રો ટ્રેનમાં ઓછામાં ઓછા 12 કોચ હશે. શરૂઆતમાં વંદે મેટ્રોના 12 કોચવાળી ટ્રેન શરૂ કરવામાં આવશે. અને રૂટની માંગ પ્રમાણે 16 કોચ સુધી વધારવામાં આવશે. (Photo - @VandeBharatExp)
વંદે ભારત મેટ્રો ટ્રેનની સ્પીડ વંદે ભારત મેટ્રો ટ્રેનનું ટ્રાયલ જુલાઇમાં શરૂ થશે. મીડિયા અહેવાલ અનુસાર વંદે ભારત મેટ્રો ટ્રેનની સ્પીડ મહત્તમ 130 કિમી પ્રતિ કિમી હશે. ટ્રેનમાં 12 કોચ અને ઓટોમેટિક દરવાજા હશે. અલગ અલગ કન્ફિગ્રેશનમાં આ મેટ્રો ટ્રેન આવશે. (Photo - @VandeBharatExp)
વંદે ભારત મેટ્રો ટ્રેનમાં કેટલા લોકો મુસાફરી કરશે મીડિયા રિપોર્ટ અનુસાર વંદે ભારત મેટ્રો ટ્રેનના એક કોચમાં 280 લોકો પ્રવાસ કરી શકશે. જો કે ટ્રેનની અંદર બેઠક વ્યવસ્થા માત્ર 100 લોકોની જ હશે અને બાકીના લોકોએ રહેવું પડશે. ભારતીય રેલવેની આગામી સમયમાં આવી 400 વંદે ભારત મેટ્રો ટ્રેન સંચાલિત કરવાન યોજના છે. (Photo - @VandeBharatExp)
વંદે ભારત મેટ્રો ટ્રેન રૂટ વંદે ભારત મેટ્રો ટ્રેન ક્યા રૂટ પર દોડશે તે વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી. મીડિયા અહેવાલ અનુસાર 124 શહેરને વંદે ભારત મેટ્રો ટ્રેન વડે કનેક્ટ કરવામાં આવશે, જેમા લખનઉ - કાનપુર, આગ્રા મથુરા, દિલ્હી રેવાડી, ભુવનેશ્વર બાલાસોર, તિરુપતિ ચેન્નઇ સામેલ છે. ઉપરાંત ભાગપુર અને હાવડા વચ્ચે પણ વંદે ભારત મેટ્રો ટ્રેન દોડાવવામાં આવી શકે છે.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન વંદે ભારત ટ્રેનથી ભારતીય રેવલે દ્વારા મોટું પરિવર્તન લાવવામાં આવ્યું છે. માર્ચ 2024 સુધી ભારતમાં 51 વંદે ભારત ટ્રેન દોડી સંચાલિત થઇ રહી હતી. (Photo - @BJP4Rajasthan)